વજન ઘટાડવા માટે સૌથી કારગર છે આ વીગન ડાયટ પ્લાન, ઝડપથી વજન ઘટાડી બચાવશે અનેક ગંભીર બીમારીઓથી. જાણો આ ખાસ માહિતી.

મિત્રો દરેક લોકો કે જેઓ વજન વધારાની સમસ્યાથી પરેશાન રહે છે. તેઓ અક્સર એવા ડાયટ ની તલાશમાં રહેતા હોય છે જેનાથી તેઓ વજન ઓછો થવાની સાથે વધે પણ નહિ. આજે અમે તમને વીગન ડાયટ વિશે જણાવીશું જે તમને ઘણા અંશે ફાયદો આપે છે અને તમારું વજન ઝડપથી ઓછુ થવામાં મદદ મળે છે. 

તમે વજન ઓછો કરવા માટે અથવા તો સ્વસ્થ રહેવા માટે અનેક પ્રકારની ડાયટ ફોલો કરી હશે. પણ શું તમે ક્યારેય વીગન ડાયટ અપનાવી છે? વાસ્તવમાં વીગન ડાયટ એક એવી ડાયટ છે જેમાં માંસ માછલી અથવા તેનાથી બનેલ ફૂડ પ્રોડક્ટ્સ ને સામેલ કરવામાં નથી આવતા. વીગન ડાયટ પૂરી રીતે પ્લાન્ટ બેસ્ડ ડાયટ છે. તેને યોગ્ય રીતે ફોલો કરવામાં આવે તો આ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે લાભ આપે છે. કારણ કે તેમાં ઘણા પોષક તત્વો રહેલા હોય છે. આ ઘણા પ્રકારની ગંભીર બીમારીઓ ના જોખમ ને ઓછુ કરી શકે છે. સાથે વજન ઓછુ કરવામાં પણ મદદ કરે છે. આજે મોટાભાગના સેલીબ્રીટીઝ વીગન ડાયટ ને ધીરેધીરે અપનાવી રહ્યા છે. જેથી પર્યાવરણ, પ્રાણીઓના અસ્તિત્વ ને બચાવી શકાય.

શું છે વીગન ડાયટ?:- જાણવા મળતી માહિતી મુજબ શાકાહારી ભોજનમાં ઘણા પોષક તત્વો હોય છે અને સેચુરેટેડ ફેટ્સ ઓછુ હોય છે. શોધ અનુસાર વીગન ડાયટ હૃદય સ્વાસ્થ્ય માટે સારી હોય છે. કેન્સર, ટાઈપ 2 ડાયાબિટીસ ના જોખમ ને ઓછુ કરે છે. જો કે કોઇપણ ડાયટ ને ફોલો કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લેવી. જેથી તેનો ભરપુર લાભ લઇ શકાય. વીગન ડાયટમાં માત્ર છોડ યુક્ત ખાદ્ય પદાર્થ જ ખાવામાં આવે છે. આ આહારને ફોલો કરનાર માંસ-માછલી, ઈંડા, ડેરી, પશુ ઉત્પાદન નું સેવન નથી કરતા. આજકાલ મોટાભાગના લોકો શાકાહારી થવાનું પસંદ કરે છે. જેથી લાંબી ઉંમર સુધી સ્વસ્થ રહી શકે. ઘણા લોકો તેને પર્યાવરણીય લાભ માટે અપનાવે છે. 

વીગન ડાયટમાં ક્યાં ફૂડસ ખાવામાં આવે છે?:- વીગન લાઈફસ્ટાઈલ ને ફોલો કરનાર ઘણા લોકો સાબુન, કપડા, અથવા અન્ય એવા પ્રોડક્ટ્સ ના ઉપયોગથી પણ બચે છે. જેમાં પશુઓના ચામડા, ફર વગેરેનો ઉપયોગ થાય છે. તેમાં મીટ, ડેરી, ઈંડા, મધ વગેરેનું સેવન બિલકુલ પણ સામેલ નથી હોતું. વીગન ડાયટમાં ભરપુર માત્રામાં શાકભાજી, ફળ, બીન્સ, નટ્સ, બીજ વગેરે સામેલ હોય છે. જે સ્વાસ્થ્યને અનેક રીતે લાભ આપે છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ, હેલ્દી ફેટ્સ, પ્રોટીન, વગેરે હોય છે. જો કે જે લોકો આ ડાયટને અપનાવે છે તેણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ તમે જે પણ ખાવ તેમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન બી12, વિટામીન ડી, આયરન વગેરે સામેલ હોય. કારણ કે આ બધું માંસ માછલીમાં હોય છે.વીગન અને વેજીટેરીયન ડાયટમાં તફાવત:- વેજીટેરીયન ડાયટ ફોલો કરતા લોકો મીટ નું સેવન નથી કરતા જેમ કે માછલી, ચીકન, મટન, વગેરે પણ ડેરી પ્રોડક્ટ્સ અને ઈંડાનું સેવન કરે છે. જયારે વીગન ડાયટમાં પ્રાણીઓથી સંબંધિત કોઈપણ પ્રકારનું ફૂડસ સામગ્રી નું સેવન નથી કરવામાં આવતું. 

વીગન ડાયટના ફાયદાઓ :- હૃદય માટે વીગન ડાયટ ખુબ સારી હોય છે. પ્લાન્ટ બેસ્ડ ફૂડસ નું વધુ સેવન અને એનિમલ ફૂડસ નું ઓછુ સેવનથી હાર્ટ ડીસીઝ થવાનું જોખમ ઘણી હદે ઓછુ થઇ શકે છે. તેનાથી શરીરમાં વધારાનું અનહેલ્દી ફેટ્સ, સેચુરેટેડ ફેટ્સ, કોલેસ્ટ્રોલ વધતું નથી. હાઈ કોલેસ્ટ્રોલ ના કારણે હાર્ટ ડીસીઝ, સ્ટ્રોક થવાની સંભાવના ઘણી હદે વધી શકે છે.  જયારે વીગન ડાયટમાં ફાઈબર વધુ હોય છે, જે હાર્ટ હેલ્થ માટે હેલ્દી માનવામાં આવે છે.કેન્સરના જોખમને ઓછુ કરે છે:- વીગન ડાયટના સેવનથી કેન્સરનું જોખમ 15% ઓછુ થઇ શકે છે. એવુ એટલા માટે કારણ કે આ ડાયટ ફાઈબર, વિટામિન્સ, ફાઈટોકેમિકલ્સ થી ભરપુર હોય છે. જે કેન્સર સામે શરીરને સુરક્ષા પ્રદાન કરે છે. રેડ મીટ કાર્સીનોજેનિક હોય છે. જે કોલોરેકટલ, પ્રોસ્ટેટ અને પેન્ક્રીયાટીક કેન્સર થવાના જોખમ વધારી શકે છે. 

ટાઈપ 2 ડાયાબિટીસ ના જોખમ ઓછુ કરે છે:- એક અભ્યાસ અનુસાર પ્લાન્ટ બેસ્ડ ડાયટ નું પાલન કરવાથી ટાઈપ 2 ડાયાબિટીસ નું જોખમ ઓછુ કરે છે. તમે ફળ, શાકભાજી, સાબુત અનાજ, નટ્સ સહીત અન્ય સ્વસ્થ છોડ આધારિત ફૂડસ નું સેવન કરશો, તો ઘણી હદે ડાયાબિટીસ થી બચી શકો છો.વીગન ડાયટ વજન ઓછુ કરે છે:- જો તમે પોતાનું વજન ઓછુ કરવા માંગતા હો તો વીગન ડાયટ ને અપનાવી શકો છો. જે લોકો વીગન ડાયટ ફોલો કરે છે, તેમનું શરીર માંસ ઇન્ડેક્સ બીજી ડાયટ ફોલો કરવા વાળાની તુલનામાં ઘણું ઓછુ હોય છે. ઘણા એનિમલ ફૂડસમાં કેલરી અને ફેટ નું પ્રમાણ ઘણું વધુ હોય છે. એવામાં તેની જગ્યાએ તમે ઓછી કેલરી યુક્ત પ્લાન્ટ બેસ્ડ ફૂડ્સ નું સેવન કરી શકો છો. તો વજન કંટ્રોલ થવામાં સરળતા રહે છે. 

આમ તમે વીગન ડાયટ ને ફોલો કરીને સ્વાસ્થ્ય ને અનેક લાભ લઇ શકો છો. તેનાથી તમારું વજન કંટ્રોલમાં રહે ce. ટાઈપ 2 ડાયાબિટીસ થી બચાવ થઇ શકે છે. કેન્સરનું  જોખમ ઓછુ રહે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

Leave a Comment