ડાયાબિટીસના દર્દી માટે આ ટુકડા છે અમૃત સમાન, વગર દવાએ હાડકાને રાખશે આજીવન મજબુત… ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો…

હાલ ઉનાળામાં કેરીઓ તમે બજારમાં બહુ જોતા હશો. જો કે બજારમાં કાચી કેરી ખુબ જ જોવા મળે છે. જેને જોતા જ મુરબ્બો, અથાણું, ગોળ કેરી વગેરે બનાવવાનું મન થાય છે. પણ જે લોકોને ડાયાબિટીસ હોય છે તેઓ ના મનમાં અક્સર મૂંઝવણ રહેતી હોય છે કે કાચી કેરી ખાવી કે ન ખાવી. ચાલો તો તમારા આ સવાલનો જવાબ અમે તમને આપી દઈએ. 

ડાયાબિટીસ ના દર્દીએ ખાનપાનમાં વિશેષ ધ્યાન રાખવું પડે છે. આ બીમારીમાં તમે ખાનપાન અને લાઈફસ્ટાઈલ માં ઘણી ગડબડ કરતા હો છો. જેને કારણે તમારી સમસ્યા વધી શકે છે. ઉનાળાની ઋતુમાં કેરી ખાવી દરેક વ્યક્તિને પસંદ હોય છે. કેરીને તમે અનેક રીતે ખાઈ શકો છો.ઉનાળામાં ગરમીથી અને લૂ થી બચવા માટે તમે કેરીનો રસ, તેમજ કેરી ખાઈ શકો છો. પણ શું તમને ખબર છે કે ડાયાબિટીસ ના દર્દી માટે કેરી ખાવી ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કાચી કેરીની ચટણી, ટુકડા વગેરે ડાયાબિટીસ ના દર્દી માટે ખુબ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી તમારી શરીરમાં શુગરનું લેવલ સંતુલિત રહે છે અને તમારા સ્વાસ્થ્ય ને પણ અનેક ફાયદાઓ થાય છે.

ડાયાબિટીસમાં કાચી કેરી ખાવાના ફાયદાઓ:- કાચી કેરી માત્ર ડાયાબિટીસ ની સમસ્યામાં ફાયદાકારક છે સાથે તેનું સેવન સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ફાયદાકારક છે. પાચન તંત્રને મજબુત બનાવવા માટે અને શરીરને લૂ અને ગરમીથી બચાવવા માટે કાચી કેરી ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. કાચી કેરી ખાવાથી તમને વિટામીન એ, આયરન, કેલ્શિયમ વગેરે મળે છે. તેનું સેવન પાચન તંત્રને મજબુત કરવા, બ્લડ શુગર ના સ્તરને નિયંત્રિત કરવા અને સ્કીનને સારી બનાવવા માટે ખુબ જ ઉપયોગી છે. કાચી કેરીમાં એન્થીસીયાનીન નામનું ટેનિન હોય્ક હે જે બ્લડ શુગરને નિયંત્રિત કરવા માટે ખુબ ફાયદાકારક છે. 

બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે:- કાચી કેરી ઘણા એવા ગુણોથી ભરપુર હોય છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. કાચી કેરીમાં એન્થીસીયાનીન નામનું ટેનિન હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં ખુબ જ ઉપયોગી છે. જો તમે પણ ડાયાબિટીસ ના દર્દી છો તો કાચી કેરીને પોતાની ડાયટ માં જરૂર સામેલ કરો. તમે તેને સમારીને, કાચી કેરીની ચટણી બનાવીને, અને બીજી ઘણી રીતે પોતાની ડાયટમાં સામેલ કરી શકો છો.

એનર્જી વધારવામાં મદદ કરે છે:- કાચી કેરીનું સેવન કરવાથી તમારા શરીરની એનર્જી વધે છે. કાચી કેરીમાં રહેલ આયરન, વિટામીન અને કેલ્શિયમ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. તેમાં રહેલ આયરનનું લેવલ તમારા શરીરમાં એનર્જી સ્તરને વધારવાનું કામ કરે છે. શરીરમાં હિમોગ્લોબીન ની કમી થવા પર કાચી કેરીનું સેવન ફાયદાકારક સાબિત થઇ શકે છે.હાડકાઓ માટે ફાયદાકારક છે:- હાડકાઓ ને મજબુત બનાવી રાખવા માટે કાચી કેરી ખુબ જ ઉપયોગી છે. કાચી કેરી ખાવાથી હાડકા મજબુત બને છે. તેમાં પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબુત બનાવવા માટે ખુબ જ જરૂરી છે. તેમાં રહેલ વિટામીન શરીરમાં કેલ્શિયમ ના અવશોષણ માં ખુબજ જરૂરી હોય છે. કાચી કેરી ખાવાથી હાડકાને લગતી સમસ્યા ઓછી થાય છે. લૂ થી બચવામાં ઉપયોગી છે:- ઉનાળાની ઋતુમાં લૂ એક મોટી સમસ્યા છે. વધતા તાપમાન અને ભીષણ ગરમીને કારણે લૂ ઘણા લોકોને પ્રભાવિત કરે છે. ઉનાળામાં લૂ થી બચવા માટે કાચી કેરી ખાવી ખુબ જ ફાયદાકારક છે. તેમાં રહેલ ગુણ શરીરને ગરમીથી બચાવવામાં મદદ કરે છે. ઉનાળામાં તમે કાચી કેરીની ચટણી ખાઈ શકો છો. તેનું સેવન શરીરને ઠંડુ રાખવા અને હાઈડ્રેટ રાખવાનું કામ કરે છે. 

પરસેવાને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે:- કાચી કેરીમાં રહેલ ગુણ ઉનાળાની ઋતુમાં પરસેવાને નિયંત્રિત કરવામાં ખુબ જ ઉપયોગી થાય છે. ઉનાળાની ઋતુમાં પરસેવાની સમસ્યા ખુબ જ વધી જાય છે. એવામાં કાચી કેરીની ચટણી, કાચી કેરીના ટુકડા વગેરેનું સેવન ખુબ ફાયદાકારક સાબિત થાય છે. 

જો તમે ડાયાબિટીસ ના દર્દી છો તો તમે પોતાની ડાયટ માં કાચી કેરી જરૂર સામેલ કરી શકો છો. કાચી કેરી પેટની સમસ્યા દુર કરવામાં ખુબ જ ફાયદાકારક છે. પેટમાં ગેસ બનવાની સમસ્યા, કબજિયાત અને અપચાની સમસ્યા દુર કરવામાં પણ કાચી કેરી નું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. પણ તેનું સેવન ડોક્ટરની સલાહ અનુસાર જ કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

Leave a Comment