PHD ની ડિગ્રીધારી શાકભાજી વહેંચતી મહિલાએ કોર્પોરેશન વાળાને ખખડાવ્યા ENGLISH માં.

કોરોનાની મહામારીએ લોકોના સ્વાસ્થ પર તો અસર કરી છે, પરંતુ તેની સાથે અર્થતંત્રને પણ ઘણું નુકશાન પહોંચાડ્યું છે. નોકરીયાત વર્ગની નોકરીઓ છુટી રહી છે, તો ક્યાંક પગાર મળી રહ્યો નથી. જેમાં મધ્યમ વર્ગનો માણસ જે પ્રાઇવેટ નોકરી કરે છે. તેની આવી પીસામણી થતી હોય, તો નાના ધંધાવાળા એટલે કે જે રોજ કમાઈને ખાનારો વર્ગ છે તેના વિશે તો શું વાત કરવી. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જી, હાં કોરોનાની મહામારી તો છે, પરંતુ તે સાથે એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક શાકભાજી વેચનાર મહિલા ઇગ્લિંશ બોલી રહી છે. કોઈ સામાન્ય જે રોજ કમાણી કરી ગુજરાન ચલાવતું હોય તેવા વ્યક્તિ પાસે કોઈને આશા નથી હોતી કે તે ભણેલું કે પછી અંગ્રેજી ભાષા જાણતું પણ હશે. પરંતુ અહિયાં જે ઘટના બની એ જાણીને તમને પણ ખુબ જ આશ્વર્ય થશે. તો જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

ઇન્દોરની એક શાકભાજી વહેંચતી મહિલાનો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ મહિલા શાકભાજીની લારી હટાવા આવેલા કોર્પોરેશનના અધિકારો સામે અંગ્રેજી ભાષા બોલીને આકરા પ્રહારો કરી રહી હતી. એક શાકભાજી વાળી મહિલાને એટલું સારું ઇગ્લિંશ બોલતા જોઈને, ત્યાં હાજર બધા જ લોકો હેરાન થઈ ગયા હતા. તે મહિલાની ફરિયાદ એ છે કે, કોર્પોરેશનના માણસ કારણ વિના તેમને પરેશાન કરે છે. ક્યારેક કહે છે કે, જમણી બાજુ લારી કે શાક પાથરીને બેસો તો ક્યારેક કહે છે કે ડાબી બાજુ બેસો આમ કહીને હેરાન કરે છે. 

મહિલાએ પોતે PHD હોવાનો કર્યો દાવો : વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલી મહિલાનો દાવો છે કે, તેણે ઇન્દોરના અહિલ્યાબાઇ વિશ્વવિદ્યાલયમાંથી પી.એચ.ડી ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. મહિલાનું કહેવું છે કે, તેનું નામ ડો. રાયસા અંસારી છે. તે ઇન્દોરના માલવા મિલ પાસેના ચાર રસ્તા પર પાથરણા વાળા તથા લારી વાળા નાના વેપારીઓને હેરાન કરનારા કોર્પોરેશનના અધિકારીઓ પર આકરા પ્રહાર કરતી જોવા મળી રહી હતી. તેનું કહેવું છે કે, અમે લોકો શું કરીએ ? પ્રધાનમંત્રીના ઘરે જઈને મરી જઈએ ? કે પછી ક્લેકટરના ઘરે જઈને મરીએ ?

65 વર્ષથી વેચે છે શાક : ડો. રાયસા અંસારીનું કહેવું છે કે, `શાકભાજી વહેંચવાનો અમારો પરંપરાગત ધંધો છે. છેલ્લા 65 વર્ષથી અમે આ કામ કરીએ છીએ. કોર્પોરેશનના અધિકારીઓ ક્યારેક ક્યારેક આવીને કહે છે કે, ‘અહીંથી જતા રહો’ પણ અમે ક્યાં જઇએ…? આ શાકવાળાના પરિવારમાં 25-27 લોકો છે. તેમને કોણ ખવડાવશે…’ રાયસાએ વધુમાં જણાવતા કહ્યું કે, ‘અમને અમારું કામ કરવા દો, અમે લોકડાઉનમાં ફક્ત પાણી પીને રહ્યાં છીએ.’

કોણ તેમને નોકરી આપશે ? : તે મહિલાને જ્યારે પુછવામાં આવ્યું કે, ‘તમે બીજું કોઈ કામ નથી શોધી લેતા ? ત્યારે તેણે કહ્યું કે, મને કોણ કામ આપશે ? ‘મહિલાનું કહેવું છે કે, ‘મુસલમાનો દ્વારા કોરોના ફેલાવાની ઘોષણા હવે સામાન્ય બની ગઈ છે. કઈ કોલેજ કે શોધ સંસ્થા તેને હવે નોકરી પર રાખશે ?’

 

http://dhunt.in/amZPu?s=a&uu=0xed7d81d7326d26af&ss=wsp

 

Leave a Comment