વગર દવાએ યુરિક એસિડ કરો કંટ્રોલ, ખાવા લાગો આ સસ્તું શાક… લિવર, કેન્સર અને ચામડીના રોગો જીવો ત્યાં સુધી નહિ થાય…

આપણા શરીરમાં યુરિક એસિડનું કામ અગત્યનું છે. પણ જો તેનું પ્રમાણ વધી જાય તો તમને નુકશાન થઇ શકે છે. આથી શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે શરીરમાં દરેક તત્વોનું પ્રમાણસર હોવું ખુબ જરૂરી છે. આજે અમે તમને આ લેખમાં યુરિક એસિડના પ્રમાણને ઘટાડવા માટે કારેલા કઈ રીતે ઉપયોગી છે તેના વિશે જણાવીશું. જેમાં કારેલાને સેવન કરવાની રીત વિશે જરૂરથી જાણી લો. 

ખાનપાનમાં અસંતુલન, ખરાબ જીવનશૈલી અને વધુ પડતા જંક ફૂડસ ના સેવનથી લોકોમાં યુરિક એસિડની સમસ્યા ખુબ જ ઝડપથી વધી રહી છે. શરીરમાં યુરિક એસિડની માત્રા વધવાથી તમને સાંધામાં દુખાવો, સાંધા જકડાવા, કીડનીને લગતી પરેશાનીઓ અને બીજી અનેક સમસ્યાઓ પણ થઇ શકે છે. યુરિક એસીડ વધવાને કારણે આર્થરાઈટીસ જેવી બીમારીનું જોખમ વધી જાય છે. યુરિક એસીડ શરીરમાં પ્યુરીન નામનાં પ્રોટીનના બ્રેકડાઉન ના કારણે વધે છે. યોગ્ય સમયે યુરિક એસિડને કંટ્રોલ ન કરવાથી તમારા માટે આ સ્થિતિ ખુબ જ ગંભીર થઇ શકે છે. યુરિક એસીડને કંટ્રોલ કરવા માટે અથવા ઓછુ કરવા માટે ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. યુરિક એસીડ ઓછુ કરવા માટે કારેલાનું સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ચાલો તો યુરિક એસીડ માટે કારેલા ના કેટલાક ફાયદાઓ વિશે જાણી લઈએ. 

યુરિક એસીડ ઓછુ કરવા માટે કારેલાના ફાયદાઓ:- કારેલાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. કારેલામાં રહેલા ગુણ શરીરમાં વધેલા યુરિક એસીડ ના સ્તરને ઓછુ કરવા અને શરીરને હેલ્દી રાખવામાં ખુબ જ ફાયદાકારક છે. કારેલામાં વિટામીન સી, આયરન, બીટા-કેરોટીન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો પર્યાપ્ત માત્રામાં રહેલા છે.કારેલાનું શાક અથવા કારેલાનું જ્યુસનું સેવન યુરિક એસીડને ઓછુ કરવામાં ફાયદાકારક છે. જાણવા મળતી માહિતી અનુસાર નિયમિત રૂપે કારેલાનું જ્યુસ પીવાથી યુરિક એસીડની માત્રા ઓછી કરવામાં ફાયદાકારક છે. આમ યુરિક એસિડને ઓછુ કરવાની સાથે કારેલાનું સેવન કરવાથી તમને આ ફાયદાઓ મળે છે. 

શરીરમાં વધેલા યુરિક એસીડને કંટ્રોલ કરવા સિવાય કારેલાના સેવનથી તમને ડાયાબિટીસની સમસ્યામાં પણ ફાયદો મળે છે. નિયમિત રૂપે કારેલાનું જ્યુસ સેવન કરવાથી બ્લડ શુગર ને પણ કંટ્રોલ રાખવામાં ફાયદો મળે છે. એક શોધ અનુસાર કારેલાનું સેવન કરવાથી કેન્સર જેવી ઘાતક બીમાંરનું જોખમ પણ ઓછુ થાય છે. કારેલામાં રહેલા ગુણ કેન્સરની કોશિકાઓને ઝડપથી વધતા રોકે છે. અને તેના જોખમને ઓછુ કરે છે. કારેલાનું જ્યુસ પીવાથી તમારા લીવરને પણ ફાયદો મળે છે. તેનું સેવન કરવાથી લીવરમાં રહેલા વિષાક્ત પદાર્થ  બહાર નીકળી જાય છે અને લીવરના કામકાજને સારું કરવામાં ફાયદો મળે છે. સ્કીન ને હેલ્દી રાખવા અને બીમારીઓ થી બચાવવા માટે પણ કારેલાનું સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારેલામાં રહેલા ગુણ સ્કીનને હેલ્દી અને ઇન્ફેકશન થી બચાવવાનું કામ કરે છે. ભૂખને કંટ્રોલ રાખવા અને પાચનતંત્રને મજબુત બનાવવા માટે પણ કારેલાનું જ્યુસનું સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 

યુરિક એસિડને ઓછુ કરવા માટે કારેલાનું સેવન કેવી રીતે કરવું:- યુરિક એસીડ ઓછુ કરવા અથવા કંટ્રોલમાં રાખવા માટે કારેલાનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. કારેલાનું જ્યુસ દરરોજ સેવન અથવા તેની સબ્જીનું સેવન કરવાથી તમને ફાયદો મળે છે. આ સિવાય કારેલાના સેવનનું ઘણી રીતે કરી શકાય છે. પણ ડોક્ટરની સલાહ વગર ન કરવું જોઈએ.

તેમજ ડોકટરના કહ્યા અનુસાર કારેલાનું સેવન કરવાથી તમે તેના ઔષધીય લાભ મેળવી શકો છો.  આમ કારેલાનું સેવન યુરિક એસિડની બીમારીમાં ફાયદાકારક છે સાથે સાથે તે અન્ય બીમારીઓ સામે પણ રક્ષણ પૂરું પાડે છે. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment