ડાયાબિટીસ દર્દીએ દવા નો ખાવી હોય, તો ખાવા લાગો આ મીઠું ફળ, બ્લડ શુગર કંટ્રોલ કરી, પેટ અને હૃદયના રોગો રાખશે આજીવન દુર…

ફળ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. દરેક ફળના અલગ અલગ ગુણ હોય છે. આવું જ એક ફળ સીતાફળ છે જે ખૂબ જ મીઠું, સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ગુણકારી છે. સીતાફળ અનુસ નામથી પણ ઓળખાય છે. આ ફળ બહારથી જેટલું કઠણ હોય છે અંદરથી એટલું જ મીઠું અને પલ્પ થી ભરેલું હોય છે. આ ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સીતાફળના ફળ, પાન, મૂળ અને છાલનો ઉપયોગ દવાઓ રૂપે પણ કરવામાં આવે છે. એવામાં આજે અમે તમને સીતાફળના કેટલાક ફાયદા વિશે જણાવીશું. સાથે જ એ પણ જણાવીશું કે શું ડાયાબિટીસના દર્દીઓ આ ફળનું સેવન કરી શકે છે કે નહીં?

ડાયાબિટીસમાં સીતાફળ ખાવાના ફાયદા:- કસ્ટર્ડ એપલને ભારતમાં સીતાફળ અને શરીફા નામથી પણ ઓળખવામાં આવે છે. સીતાફળ નો ઉપયોગ આયુર્વેદમાં પણ લાંબા સમયથી કરવામાં આવી રહ્યો છે. ઘણા બધા સંશોધનમાં સીતાફળના અનેક ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે. સીતાફળના ઝાડનું ફળ જેટલું ફાયદાકારક હોય છે તેટલું જ ફાયદાકારક તેના પાન, મૂળ અને છાલ પણ હોય છે. તેનો અનેક પ્રકારની દવાઓમાં પણ ઉપયોગ કરી શકાય છે. આજે આપણે આ અત્યંત સ્વાદિષ્ટ ફળ ડાયાબિટીસના દર્દીઓ ને કેવી રીતે ફાયદો પહોંચાડે છે તે જોઈશું.એનર્જીનો સારો સોર્સ:- સામાન્ય સફરજનની તુલના એ સીતાફળમાં કેલરીની માત્રા ખૂબ જ વધારે હોય છે. જેથી કરીને તેને ખાવાથી તમને ઘણી બધી એનર્જી મળે છે. આમાં પોટેશિયમનું પ્રમાણ પણ વધારે ઉપલબ્ધ હોય છે. જે માંસ પેશીઓની કમજોરી અને બ્લડ સર્ક્યુલેશન માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 

હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક:- સીતાફળમાં સોડિયમ અને પોટેશિયમનો એક બેલેન્સ રેશિયો હોય છે જે શરીરમાં બ્લડ પ્રેશર ના ઉતાર ચઢાવને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એક નાના સીતાફળમાંથી તમને 10% મેગ્નેશિયમ મળી શકે છે. જે કોઈપણ વ્યક્તિ માટે મેગ્નેશિયમનો પૂરતો ખોરાક છે. આ શરીરના અનેક અંગોને ઠીક કરવાનું કામ કરવા માટે જરૂરી હોય છે. સાથે જ આ હૃદયની માંસપેશીઓને આરામ આપે છે અને સ્ટ્રોકના જોખમને ઘટાડે છે.ડાયાબિટીસના દર્દીઓ માટે:- સીતાફળ ડ્રેગન ફ્રુટની તુલનાએ ખૂબ જ મીઠું હોય છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે એક સારો વિકલ્પ પણ માનવામાં આવે છે સીતાફળમાં જીઆઈ લેવલ 54 હોય છે.પરંતુ ગ્લાયસેમિક લોડ 10.2 છે. જો ડાયાબિટીસના દર્દીઓ સીતાફળનું સેવન સીમિત માત્રામાં કરે તો આ તેમના માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે. સીતાફળ લિપોફેનોલિક એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ હોય છે. તે ઇન્સ્યુલિનના વધુ ઉત્પાદનમાં અને ગ્લુકોઝના શોષણમાં મદદ કરે છે, જેથી શુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે.

ડાયટ એક્સપર્ટ સીતાફળને નાના નાના ટુકડામાં ખાવાની સલાહ આપે છે. અને તેને સીધું ખાવાની જગ્યાએ તમે દલિયામાં, દહીં અને સ્મુધીમાં મિક્સ કરીને ખાઈ શકો છો. સો ગ્રામ સીતાફળમાં 20 મિલિગ્રામ વિટામીન સી ઉપલબ્ધ હોય છે. જેનો ઇન્સ્યુલિન ઉત્પાદન પર પ્રભાવ પડે છે અને તે બ્લડ શુગર લેવલને ઓછું રાખવામાં મદદ કરે છે.પેટની સમસ્યાઓ માટે ફાયદાકારક:- સીતાફળનું સેવન કરવાથી અલ્સર, પેટની સમસ્યાઓ અને એસિડિટી વગેરેથી બચી શકાય છે. સો ગ્રામ સીતાફળમાં 2.5 ઘણું વધારે ફાઇબર ઉપલબ્ધ હોય છે. વિટામીન c હોય છે સાથે જ તેમાં હાજર મેગ્નેશિયમની વધારે માત્રા બાઉલ મુવમેન્ટને મેન્ટેન રાખવામાં મદદ કરે છે.

ડિપ્રેશન થી લડવામાં અસરકારક:- સીતાફળમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ ઉપલબ્ધ હોય છે, જે આપણા શરીરને ફ્રી રેડીકલ્સ ના હાનિકારક પ્રભાવોથી બચાવે છે સાથે જ ઓક્સિડેટીવ સ્ટ્રેસને પણ ઘટાડે છે. આ કેન્સર અને કોરોનરી હૃદય રોગ જેવી બીમારીઓને રોકવાનું કામ કરે છે. કેટલાક અભ્યાસમાં આ વિશે જાણવા મળ્યું છે કે સીતાફળના પાનમાં એન્ટી ઇમ્ફલેમેટરી, એન્ટીટ્યુમર, મેદસ્વિતાપણુ ઘટાડે, એન્ટિઓક્સિડન્ટ, એન્ટિવાયરસ અને એન્ટી માઇક્રોબિયલ ગુણ ઉપલબ્ધ હોય છે.

સીતાફળ માંથી શરીરને બી કોમ્પ્લેક્સ વિટામીન મળે છે. આ બી કોમ્પ્લેક્સ વિટામિન મગજમાં હાજર GABA (ગામા-એમિનોબ્યુટીરિક એસિડ) ના ન્યુરોન રાસાયણિક સ્તરને નિયંત્રિત કરે છે, જે ડિપ્રેશન, સ્ટ્રેસ અને આપણી ભાવનાઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આવી રીતે વિટામીન બી તમને શાંત રાખવામાં મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment