જીંદગીમાં આ 10 નાના નિયમો અપનાવી લો, હાર્ટએટેક અને હૃદયની બીમારીઓ આજીવન રહેશે દુર..

મિત્રો આપણે જાણીએ છીએ કે ઘણા લોકોને અચાનક હાર્ટ ફેઈલ થવાની ઘટના સામે આવે છે. તે સમયે આપણે ગભરાહટ અનુભવીએ છીએ કે શું કરવું? પણ જો તમે પહેલા તો તો હાર્ટ ફેઈલ થવા પાછળનાં કારણો વિશે જાણી લો તો તમે કદાચ હાર્ટ ફેઈલ થવાથી રોકી પણ શકો છો. આજે અમે તમને આ લેખમાં હાર્ટ ફેઈલ થવા પાછળનાં કારણો તેમજ તેના કેટલાક ઉપાયો વિશે જણાવીશું. 

ખરાબ ખાનપાન, શારીરિક ગતિવિધિની કમી અને જીવનશૈલીની ખરાબ આદત છે. ઘણી સ્વાસ્થ્યને લગતી પરેશાની છે. જેમાંથી હૃદય સંબંધી બીમારી પણ સામેલ છે. વર્તમાન સમયમાં લોકો હૃદયને લગતી બીમારીથી લડી રહ્યા છે. અથવા એવી સ્વાસ્થ્ય સમસ્યાઓથી ગ્રસિત છે જે હૃદય રોગના પ્રમુખ કારકોમાં સામેલ છે. આ જ કારણ છે કે હૃદય રોગને કારણે હાલ વધુ મૃત્યુ થઇ રહ્યા છે. હાર્ટ ફેઈલર, હાર્ટ એટેક, અને સ્ટ્રોક જેવી સમસ્યાઓ ખુબ જ સામાન્ય થઇ ગઈ છે. આ સ્થિતિ એવી છે જેમાં વ્યક્તિની ઘટના સ્થળે જ મૃત્યુ થઇ જાય છે. તેના જોખમને ઓછુ કરવા માટે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. હવે સવાલ એ છે કે હૃદયને સ્વસ્થ રાખવા માટે, અને હાર્ટ ફેઇલર અથવા એટેકથી બચવા માટે તમે શું કરી શકો છો. ચાલો તો આ વિષય પર વધુ જાણકારી મેળવી લઈએ. 

હૃદય રોગ થવા પાછળનાં કારણો:- હૃદય રોગ માટે તમારું ખાનપાન, જીવનશૈલીની આદતો અને ગતિહીન જીવનશૈલી જવાબદાર માનવામાં આવે છે. જેના કારણે તમે ઘણા એવા રોગોના શિકાર બની જાવ છો જે હૃદય રોગના જોખમને વધારે છે. અને હૃદયને નુકશાન પહોચાડે છે. કોરોનરી ધમની રોગ હૃદયની માંસપેશીઓ અને ટીશ્યુમાં ડેમેજ, સોજાની સમસ્યા, અનિયમિત હાર્ટ બીટ, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બીપી, ડાયાબિટીસ, હૃદય વાલ્વ રોગ, નસમાં બ્લોકેજ, ફેફસામાં બ્લડ કલોટીંગ, વાયરલ સંક્રમણ અને એલર્જી વગેરે. સાથે જ ઘણી સ્થિતિઓમાં દવાઓ નું વધુ પડતી સેવન પણ હૃદયને નુકશાન પહોચાડે છે.હાર્ટ ફેઇલર થી બચવાના ઉપાયો:- મૌસમી ફળોને શાકભાજીનું વધુ સેવન કરો. ખાસ કરીને લીલોતરી શાકભાજી વધુ ખાવી. એવા ફૂડસ ખાવા જેમાં ભરપુર માત્રામાં પોષક તત્વો રહેલા હોય. વધુ પડતા તીખા, તળેલા, મસાલેદાર અથવા પેકેટ બંધ ભોજન કરવાથી બચવું જોઈએ. 

પ્રોસેસ્ડ ફૂડસનું વધુ પડતું સેવન ન કરવું. શ્વાસ સંબંધી વ્યાયામ અને યોગ ને દૈનિક જીવન નો એક ભાગ બનાવો.  દરરોજ ઓછામાં ઓછી 30 મિનીટ કસરત કરો. એવું જરૂરી નથી કે જીમમાં જઈને જ કસરત કરી શકાય. તમે ચાલવું, દોડવું, સ્વીમીંગ, સાઈકલીંગ, વગેરે પણ ઘરે કરી શકો છો.માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. મેડીટેશન નો અભ્યાસ કરો. અને ચિંતા, તણાવ, અવસાદ જેવી સ્થિતિઓની વ્યવસ્થા કરો. પર્યાપ્ત અને સારી નીંદર લેવી ખુબ જ જરૂરી છે. કોશિશ કરો કે તમે 7-8 કલાક ની નીંદર જરૂર લો. 

સ્મોકિંગ અને શરાબનું વધુ સેવન હૃદય રોગના જોખમનું કારણ છે. આથી તેનાથી દુર રહો. થોડા થોડા સમયના અંતરાલમાં હૃદયની તપાસ કરો. જેનાથી હૃદય સ્વાસ્થ્ય વિશે જાણકારી મળી શકે. 

આમ જીવનશૈલીની આ સરળ બદલાવની સાથે તમે હૃદય રોગના જોખમને સરળતાથી ઓછુ કરી શકો છો. આ તમારા હૃદયને જ સ્વસ્થ નથી રાખતું પણ તેની સાથે અન્ય રોગો ના જોખમને પણ ઓછુ કરે છે. આ તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. આમ હૃદયના સ્વસ્થ સ્વાસ્થ્ય માટે તમારે અમુક વાતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. તેનાથી તમારું હૃદય તંદુરસ્ત રહે છે. તમને હૃદયની અનેક બીમારીઓ સામે રક્ષણ મેળવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment