આ સામાન્ય પાંદડા કિડનીની પથરી સહિત પેટના જંતુઓ મારી ઘટાડી તમારું વજન, સુંઘવા માત્રથી જ ભાગી જશે અનેક રોગો…

આપણી આસપાસ રહેલા ફળ, ફૂલ, ઝાડ, પાન અને બીજી અનેક પ્રકારની વનસ્પતિઓ આપણા સ્વાસ્થ્ય માટે વરદાનથી સહેજ પણ ઓછી નથી હોતી. આવી વનસ્પતિઓમાં લીંબુનો ઉપયોગ તો દરેક ઘરમાં કરવામાં આવતો જ હશે. તમે લીંબુના ફાયદા વિશે પણ ઘણું બધું સાંભળ્યું હશે. પરંતુ શું તમે જાણો છો તેના પાન પણ કોઈ ઔષધિથી સહેજ પણ ઓછા નથી.

લીંબુના પાનનો ઉપયોગ તમે અનેક પ્રકારની બીમારીઓથી બચવા માટે અને આવી બીમારીઓને નિયંત્રિત કરવા માટે કરી શકો છો. પરંતુ કેટલાક લોકોને એવું લાગે છે કે લીંબુના પાન કડવા હોય છે અને કોઈ જ કામના નથી હોતા પરંતુ તમે જાણીને હેરાન થશો કે તેના પાનને ખાવાથી કે તેનું જ્યુસ જ નહીં પરંતુ માત્ર તેને સૂંઘવાથી પણ અનેક પ્રકારના ફાયદા થાય છે.

લીંબુના પાનનું સેવન કેવી રીતે કરવું?:- લીંબુ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. પરંતુ તેને ચાવીને ખાવાથી બચવું જોઈએ તેનું સેવન તમે ચા માં મેળવીને કે જ્યુસના રૂપમાં કરી શકો છો.

લીંબુના પાનમાં કયા ઔષધીય ગુણો હોય છે?:- આમાં એન્ટિવાયરલ એન્ટિઓક્સિડેન્ટ આલ્કહોલોઇડ, ટેનીન, ફ્લેવોનોઈડ્સ અને ફિનોલિક તત્વો સામેલ હોય છે. તેની સાથે તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ફેટ જેવા પોષક તત્વો પણ હાજર હોય છે.  આ ઉપરાંત, તેમાં એન્ટિલેમિન્ટિક, એન્ટિ-ફ્લેટ્યુલન્ટ, એન્ટિમાઇક્રોબાયલ, એન્ટિ-કેન્સર, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અસર પણ ઉપલબ્ધ હોય છે.1) કિડનીમાં સ્ટોન:- એક અભ્યાસ પ્રમાણે લીંબુના પાનમાં ઉપલબ્ધ સિટ્રિક એસિડ કિડનીમાં સ્ટોનને બનતા અને વધતા રોકે છે. આમ જો તમને વારંવાર કિડનીમાં સ્ટોન થઈ જતો હોય તો તેના માટે લીંબુના પાન રામબાણથી સહેજ પણ ઓછા નથી.

2) માઈગ્રેન ના દુખાવા:- એક અધ્યયન પ્રમાણે લીંબુના પાન માઇગ્રેનથી પીડિત લોકો માટે ફાયદાકારક છે. લીંબુના પાનમાં એન્ટિઓક્સિડન્ટ ગુણ ઉપલબ્ધ હોય છે. એવું માનવામાં આવે છે કે એન્ટિઓક્સિડેન્ટ પ્રભાવ શરીરના ઓક્સિડેટીવ સ્ટ્રેસને ઘટાડીને માઈગ્રેનની સમસ્યાને સુધારવાનું કામ કરે છે. એક્સપર્ટ માઈગ્રેન અને માનસિક રોગોથી રાહત મેળવવા માટે લીંબુના પાન સૂંઘવાની સલાહ આપે છે.

3) અનિંદ્રાની સમસ્યા:- સંશોધન પ્રમાણે જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય કે અનિંદ્રાની સમસ્યાનો શિકાર હોવ તો લીંબુના પાન તમારા માટે દવા જેવું કામ કરે છે. આમાં હાજર સિટ્રીક એસિડ અને અલ્કલોઇડ ઊંઘ થી જોડાયેલી સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે.  એવામાં લીંબુના પાનથી બનાવવામાં આવેલ તેલ તમારા માટે ફાયદાકારક બની શકે છે.

4) વજન નિયંત્રિત રહે:- જો તમે વધતા વજનથી પરેશાન હોવ તો લીંબુના પાન તમારી આ સમસ્યાને દૂર કરી શકે છે. માનવામાં આવે છે કે લીંબુના પાનથી બનેલા જ્યુસમાં પેક્ટિન નામનું દ્રવ્યશીલ ફાઇબર હોય છે જે વજન ઘટાડવામાં અસરકારક સાબિત થાય છે. લીંબુના પાનને પાણીમાં ઉકાળીને તે પાણી પીવો.

5) પેટના કીડા:- મેડિકલ સંશોધન પ્રમાણે લીંબુના પાનમાં એન્થેમલિટિક ગુણ હોય છે તે પેટના કીડા થી છુટકારો અપાવવાનું કામ કરે છે. એવામાં લીંબુના પાનનો ઉપયોગ પેટના કીડાઓને નષ્ટ કરવા માટે કરી શકાય છે. તમે લીંબુના પાનનો રસ અને મધને મેળવીને સેવન કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment