રાતે સુતા પહેલા આ કામ કરીને સુવો, આખી જિંદગી બ્લડ શુગર રહેશે કાબુમાં… જાણો ડાયાબિટીસ કંટ્રોલ કરવાનો કારગર ઈલાજ…

મિત્રો આજના સમયમાં મોટાભાગના લોકો ડાયાબીટિસની સમસ્યાથી પીડિત છે. ખરાબ ખાણીપીણી,જીવનશૈલી, અને તણાવ ડાયાબિટીસના મુખ્ય કારણો માનવામાં આવે છે. ડાયાબિટીસ એ એક લાંબી બીમારી છે જેને મૂળમાંથી નાબૂદ કરી શકાતી નથી પરંતુ જીવનશૈલીમાં ફેરફાર કરીને તેને નિયંત્રણમાં રાખી શકાય છે.

મિત્રો ડાયાબિટીસની સમસ્યા ત્રણ પ્રકારની હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસ,ટાઈપ 2 ડાયાબિટીસ અને જેસ્ટેશનલ ડાયાબિટીસ. શરીરમાં બ્લડ સુગર લેવલ વધવા પર ડાયાબિટીસની સમસ્યાનો સામનો કરવો પડે છે. એવામાં બ્લડ સુગર લેવલને સતત ચેક કરતા રહેવું, સમય પર દવાઓ લેવી અને દરરોજ એક્સરસાઇઝ કરવાથી ડાયાબિટીસને મેનેજ કરી શકાય છે.મિત્રો ડાયાબિટીસની સમસ્યા થવા પર જરૂરી છે કે તમે સવારમાં ઉઠવાથી લઈને રાત્રે સુતા સુધી તમારી દરેક એક્ટિવિટી પર ધ્યાન આપો. જો તમે પણ ડાયાબિટીસની સમસ્યાથી પીડાતા હોય અને તેને નિયંત્રિત કરવા ઈચ્છતા હોવ તો અહીંયા અમે તમને કેટલાક એવા બેડટાઈમ રૂટીન વિશે જણાવીશું જેને તમારે દરરોજ ફોલો કરવું જોઈએ. તો મિત્રો આવો વિસ્તાર પૂર્વક જાણીએ બેડટાઈમ રૂટીન વિશે 

તમારા બેડરૂમને તૈયાર કરો:- ડાયાબિટીસના લગભગ 50% લોકોને વારંવાર તરસ લાગવી, પેશાબ આવવો, નસોમાં દુખાવો અને અનિયંત્રિત ભૂખ ના કારણે રાત્રિના સમયે સુવામાં ઘણી જ સમસ્યાનો સામનો કરવો પડે છે. આ બધી વસ્તુઓથી છુટકારાઓ મેળવવા માટે તમારે ડોક્ટરનો સંપર્ક જરૂર કરવો જોઈએ. પરંતુ એક બેડટાઈમ રૂટીન બનાવવાથી પણ તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.સારી ઊંઘ માટે જરૂરી છે કે ડાયાબિટીસના દર્દીઓ રાત્રે સૂતા પહેલા હુંફાળા ગરમ પાણીથી નહાય અને પુસ્તક વાંચે. રાત્રે સુતા પહેલા રૂમમાં નાની લાઈટ કરી લો અને ફોનની સ્ક્રીનને ઓછામાં ઓછો ઉપયોગ કરવો. તેની સાથે જ જરૂરી છે કે રૂમમાં બ્લુ લાઈટ નો ઉપયોગ ન કરવો. ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી નીકળવા વાળી બ્લુ લાઈટ મગજનું સંકોચન કરવા લાગે છે જેનાથી તમને લાંબા સમય સુધી ઊંઘ નથી આવતી.

જો તમને રાત્રે સુતા સમયે કોઈ સમસ્યા થતી હોય તો જરૂરી છે કે તમે રૂમના તાપમાનને પણ તમારી અનુકૂળતા પ્રમાણે મેન્ટેન કરીને રાખો. જો થોડાક જ અવાજમાં તમારી ઊંઘ ઉડી જતી હોય તો જરૂરી છે કે તમે રૂમના દરવાજાને બંધ કરીને અને ફોનને સાઇલેન્ટ કરીને સુવો.

2) બેડટાઈમ સ્નેક્સ:- ડાયાબિટીસના દર્દીઓએ બેડ ટાઈમ સ્નેક્સ લેવાથી બચવું જોઈએ કારણકે તેનાથી તમારું બ્લડ સુગર લેવલ વધી શકે છે. પરંતુ કેટલીક વાર ડાયાબિટીસના દર્દીઓને રાત્રે સુતા સમયે ખૂબ જ ભૂખ લાગતી હોય છે જેના કારણે તેમની ઊંઘ ઉડી જાય છે. રાત્રે ભૂખ લાગવા પર જરૂરી છે કે ડાયાબિટીસના દર્દીઓએ એવી વસ્તુઓનું સેવન કરવું જેથી તમારું બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહે. જો તમે બેડ ટાઈમ સ્નેક્સ માટે તમારા ડોક્ટરનો સંપર્ક કરશો તો તે વધુ સારું રહેશે.ડાયાબિટીસના દર્દીઓ રાત્રે ભૂખ લાગવા પર સીરીયલ, એવોકાડો, લો સુગર યોગર્ટ, પીનટ બટર સેન્ડવીચ વગેરે વસ્તુઓનું સેવન કરી શકે છે. તેની સાથે જ એ વાતનું ધ્યાન રાખવું કે રાત્રે ભૂખ લાગવા પર ઓછા પ્રમાણમાં જ સ્નેક્સનું સેવન કરવું. નહિતર વધારે કેલેરી લેવાના કારણે તમારું વજન વધી શકે છે. સાથે જ તમારે દરરોજ સવારમાં ઉઠ્યા બાદ તમારું બ્લડ સુગર લેવલ મોનિટર કરવું જોઈએ.

3) તમારા પગ પર ખાસ ધ્યાન આપવું:- લાંબા સમય સુધી ડાયાબિટીસની સમસ્યા થવા પર ચેતાતંતુને નુકસાન થવા લાગે છે જેના કારણે પગમાં સંવેદનશીલતા ખૂબ જ ઓછી થઈ જાય છે. જો તમને પગમાં કોઈ સંવેદના નો અહેસાસ ન થતો હોય તો ઘાવ કે ઇન્ફેક્શનની સમસ્યાનો સામનો કરવો પડે છે. ક્યારેક ઇન્ફેક્શન ગંભીર સ્વરૂપ પણ ધારણ કરી લે છે.

ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગર લેવલ વધવા અને ખરાબ બ્લડ સર્ક્યુલેશનના કારણે ઇન્ફેક્શન મટી શકતું નથી. તેથી ડાયાબિટીસના દર્દીઓએ ગંભીર ઇન્ફેક્શન થવાનું જોખમ વધારે રહે છે. જોકે સમય પર લક્ષણોની તપાસ કરીને અને ટ્રીટમેન્ટ કરાવવાથી તેનાથી બચી શકાય છે. એવામાં જરૂરી છે કે રાત્રે સુતા પહેલા તમારા પગ પર જરૂર ધ્યાન આપો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

Leave a Comment