ગમે તેવી એસિડીટીથી વગર ગોળીએ મેળવો છુટકારો, અજમાવો આમાંથી કોઈ 1 ઉપાય… 5 થી 7 જ મિનીટ મળશે એકદમ ઠંડક…

મિત્રો જો તમે ભોજન કર્યા બાદ અપચો, ખાટા ઓળકાર અને ઉલટી જેવી સમસ્યાઓથી પરેશાન રહેતા હોય તો આ બધા લક્ષણો એસીડીટી ના હોઈ શકે છે. પેટમાં એસીડીટી ની સમસ્યાના અનેક કારણ હોઈ શકે છે. પરંતુ એસીડીટીની સાથે સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે આ ક્યાંય પણ અને ક્યારેય પણ તમને પરેશાન કરી શકે છે. તો મિત્રો આજે અમે તમને ખૂબ જ સરળ ઘરે રહીને જ એસીડીટી ને દૂર કરવાના કેટલાક ઘરેલુ નુસખા જણાવીશું તેના માટે આ લેખને આગળ વાંચતા રહો.

એસીડીટી દૂર કરવાના સૌથી સરળ અને અસરકારક ઉપાય:- 

1) ઠંડુ દૂધ:- એસીડીટી ને શાંત કરવાની સૌથી સરળ અને અસરકારક રીત છે ઠંડુ દૂધ. તમે એક ગ્લાસ ઠંડુ અને સાદુ દૂધ પી લો. એટલે કે દૂધમાં ખાંડ ન મેળવો અને તેને પીયલો તમને તુરંત જ રાહત મળશે.2) થોડા ગોળ નું સેવન:- પેટમાં ગરમી થવાના કારણે તમે ગોળ ખાઈ શકો છો. ગોળ ખાતા જ તમને રાહતનો અહેસાસ થવા લાગશે. ગોળ ખાધા બાદ એક ગ્લાસ તાજું પાણી પી લો. ધ્યાન રાખવું કે ગોળ ખાધા બાદ જો તમે એક સામાન્ય ગ્લાસથી ઓછું પાણી પીશો તો ઉધરસ થઈ શકે છે તેથી ગોળ ખાઈને એક ગ્લાસ પાણી પીવો. પેટને તુરંત જ ઠંડક મળશે અને એસિડિટી દૂર થઈ જશે.

3) જીરુ અને અજમો:- અજમાની તાસીર ગરમ હોય છે.અજમાનું સેવન કરવાથી એસિડિટી અને પેટ ફુલવાની સમસ્યા દૂર થાય છે આ એન્ટી એસિડ એજન્ટ હોવાની સાથે પાચન માટે પણ ખૂબ સારો માનવામાં આવે છે.પરંતુ જીરું ઠંડી તાસીર નું હોય છે. એટલે કે શરીર અને રોગની પ્રકૃતિ જોઈને પ્રતિક્રિયા કરવાવાળો ખોરાક.એસીડીટી કે પેટમાં બળતરા થવા પર એક એક ચમચી જીરૂ અને અજમાને લઈને તેને તવા પર શેકી લો. જ્યારે આ બંને ઠંડુ થઈ જાય તો તેની અડધી માત્રા લઈને ખાંડ સાથે ખાઈ લો.અડધા વધેલા તૈયાર મિશ્રણને બીજા સમયે ભોજન  લીધા બાદ લઈ લો. તમને એસિડિટીથી એક જ ડોઝમાં આરામ થશે. પરંતુ બીજા સમયે ભોજનને યોગ્ય રીતે પચાવવા માટે બાકી બચેલા મિશ્રણને આ રીતે સેવન કરો.

શેકેલું જીરું અને અજમાને ખાંડની સાથે ખાધા બાદ તમે જરૂર હોય તો તાજુ પાણી પી શકો છો. પરંતુ તાજુ પાણી દસ મિનિટ બાદ જ પીવું. જો તમને તુરંત પાણી પીવું હોય તો માત્ર એક ઘૂંટ હુંફાળું પાણી પી શકો છો. તેનાથી તમને લાભ થશે.

4) આમળા:- જો ઘરમાં આમળા હોય તો તમે સંચળ લગાવીને આમળાનું સેવન કરી શકો છો તમને તુરંત જ રાહત થશે. જો આમળા ન હોય અને આમળાની કેન્ડી હોય તો તમે તેનું પણ સેવન કરી શકો છો. આ રીતથી તમને બે થી ત્રણ મિનિટની અંદર રાહત મળશે.5) વરીયાળીનું પાણી:- લાંબા સમયથી એસીડીટી થી પરેશાન હોવ તો વરીયાળીનું પાણી પીવો. વરિયાળીનું પાણી પીવાથી એસિડિટીની સમસ્યા ઓછી થાય છે. આ પાણીને તૈયાર કરવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરીયાળી નાખીને રહેવા દો. લગભગ ત્રણ મિનિટ બાદ તેને ફ્રિજમાં રાખો, જ્યારે પાણી ઠંડુ થઈ જાય એટલે તેને પીવો.

6) ફુદીનાના પાન:- એસીડીટી, ગેસ, અપચો જેવી ફરિયાદ કરવાવાળા લોકો માટે ફુદીનાના પાન રામબાણ માનવામાં આવે છે. જો તમે એસિડિટીથી પરેશાન હોવ તો ફુદીનાના પાનને ચાવો.

7) છાશ પીવો:- છાશમાં લેકટીન એસિડ હાજર હોય છે. જે પાચન ક્રિયાને સારી બનાવી રાખવાનું કામ કરે છે. છાશનું સેવન કરવાથી પેટની ગરમી શાંત થાય છે. એસીડીટી દૂર કરવા માટે છાશમાં કાળા મરી અને ધાણાના પાન નાખીને પીવાથી ખૂબ જ રાહત મળે છે.8) કેળા:- કેળા ખાવાથી એસિડિટી ની સમસ્યાને દૂર કરવાની સાથે પેટની બળતરામાં પણ રાહત મળે છે. લાંબા સમયથી એસિડિટી હોય તો ઠંડા દૂધની સાથે કેળાનું સેવન કરો.

9) પપૈયુ:- પપૈયું ગેસ્ટ્રીક એસિડ સ્ત્રાવને ઘટાડે છે અને એસિડિટીમાં રાહત અપાવવામાં અસરકારક છે. પપૈયામાં એન્જાઈમ પપૈન હોય છે, જે લાંબા સમયથી થતી એસિડિટી ની સમસ્યાને દૂર કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

Leave a Comment