દૂધ, માંસ અને ઈંડા કરતા પણ શક્તિશાળી છે દાણા, શિયાળામાં દરેક લોકોએ કરવું જોઈએ સેવન… જીવો ત્યાં સુધી નહિ થાય પ્રોટીનની ઉણપ…

મિત્રો જો તમે કામ કરતી વખતે જલ્દી થાકી જતા હોય તો આ કમજોરી નો સંકેત હોઈ શકે છે. તેથી આજે અમે તમારા માટે લઈને આવ્યા છે સોયાબીન ના ફાયદા. સોયાબીનમાં મોટા પ્રમાણમાં પ્રોટીન ઉપલબ્ધ હોય છે, આ ઈંડા, દૂધ અને માસમાં ઉપલબ્ધ પ્રોટીનથી પણ વધારે હોય છે. તેમાં વિટામીન બી કોમ્પ્લેક્સ, વિટામિન ઈ, મિનરલ અને એમિનો એસિડ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે, જે શરીરની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા સિવાય બીજા પણ અનેક રોગોના ઉપચારમાં ખૂબ જ અસરકારક છે.

શાકાહારી લોકો માટે પ્રોટીનનો ભંડાર છે સોયાબીન:- પ્રોટીનની કમી પૂરી કરવા માટે માંસાહારી લોકો ઈંડા, માછલી અને મીટનું સેવન કરે છે. પરંતુ જે લોકો શાકાહારી હોય છે તેઓ પ્રોટીનથી ભરપૂર ફૂડની શોધ કરે છે. એવામાં સોયાબીન તેમના માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થાય છે કારણ કે આ ઈંડા, દૂધ અને માસમાં ઉપલબ્ધ પ્રોટીનથી પણ વધારે હોય છે.દૂધ, ઈંડુ અને સોયાબીનમાં ઉપલબ્ધ પ્રોટીન:- સોયાબીન (100 ગ્રામ) 36.5 g, એક ઈંડુ (100 ગ્રામ) 13 g, દૂધ (100 ગ્રામ) 3.4 ગ્રામ, માસ (100 ગ્રામ) 26g. ડાયટ એક્સપર્ટ અને ડોક્ટરનું કહેવું છે કે સોયાબીન નું સેવન શરીરની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા સિવાય બીજા પણ અનેક રોગોના ઉપચારમાં ખૂબ જ અસરકારક છે. શારીરિક વિકાસ, ત્વચા સંબંધી સમસ્યાઓ અને વાળની સમસ્યાઓના ઉપચારમાં સોયાબીન ફાયદાકારક છે.

દરરોજ સોયાબીન નું કેટલું સેવન કરી શકાય?:- તમે દિવસ દરમિયાન 100 ગ્રામ સોયાબીન ખાઈ શકો છો. 100 ગ્રામ સોયાબીનમાં પ્રોટીનનું પ્રમાણ લગભગ 36.5 ગ્રામ હોય છે. તેનો ઉપયોગ આખા દિવસમાં એક વાર કરવાથી આ તમારા શરીરને ઘણો લાભ પ્રદાન કરે છે.આ એવી વ્યક્તિઓ માટે સારું છે જેને પ્રોટીનની કમી હોય.સોયાબીન ખાવાના જબરજસ્ત ફાયદા:- સોયાબીન નું સેવન કોશિકાઓના વિકાસ તથા ક્ષતિગ્રસ્ત કોશિકાઓનો સુધારો કરે છે. સોયાબીનનું સેવન માનસિક સંતુલનને સારું બનાવીને મગજને તેજ કરવાનું કામ કરે છે. સોયાબીનનું સેવન હૃદયના રોગોમાં પણ ખૂબ જ ફાયદાકારક છે. સોયાબીનમાં ઉપલબ્ધ એન્ટિઓક્સિડન્ટ અનેક પ્રકારના કેન્સરને રોકવામાં મદદરૂપ થાય છે. સોયાબીનમાં ઉપલબ્ધ પોષક તત્વો હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. પ્રોટીનથી ભરપૂર સોયાબીન નું સેવન મેટાબોલિક સિસ્ટમને તંદુરસ્ત રાખે છે.   

સોયાબીન ખાવાની યોગ્ય રીત:-રાત્રે સુતા પહેલા એક વાસણમાં પાણી લો. તેમાં સો ગ્રામ સોયાબીન પલાળી દો. સવારે ઊઠીને નાસ્તામાં તમે આનું સેવન કરી શકો છો. તેના સિવાય તમે સોયાબીન નું શાક બનાવીને પણ ખાઈ શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment