મફતમાં મળતા આ પાનનો ઉકાળો પિય લ્યો જીવો ત્યાં સુધી નહિ થાય કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદયના રોગો… આજીવન દવા ખાવાની નોબત નહિ આવે…

કોરોનાના પ્રકોપના લીધે લોકો સ્વાસ્થ્ય અને જીવનશૈલીને લઈને ગંભીર થઈ ગયા છે. અને એકવાર ફરીથી આયુર્વેદિક ઔષધિઓ તરફ વળાંક લીધો છે. અને આ ઔષધિઓ પર વિશ્વાસ કરીને તેને અપનાવી રહ્યા છે. શરીરને સ્વસ્થ રાખવા માટે અને બીમારીઓથી મુક્ત રાખવા માટે ખાનપાન અને જીવનશૈલીને યોગ્ય હોવું જરૂરી છે. એવામાં સરગવાના ગુણ તમને અનેક બીમારીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

સરગવાને લોકો મોરિંગાના નામથી પણ જાણે છે. સરગવો શરીરની અનેક સમસ્યાઓમાં આયુર્વેદિક ઔષધી ની રીતે કામ કરે છે. સ્વાસ્થ્ય માટે લાભદાયક અને પોષક તત્વોથી ભરપૂર છે આ શાક. આનું સેવન કરવાથી અદ્ભુત લાભ મળે છે. આપણા માંથી મોટાભાગના લોકો કરી, દાળ, સંભાર એમ વિવિધ પ્રકારે તેનું સેવન કરે છે. ઘણા બધા લોકો સરગવાના પરોઠા અને સૂપ પણ પીતા જોયા હશે, તેવી જ રીતે કેટલાક લોકો સરગવાની ચા પીવાનું પણ વધુ પસંદ કરે છે. તમે કોઈપણ રીતે આનુ સેવન કરો આ સ્વાસ્થ્ય માટે લાભદાયક જ રહેશે. પરંતુ શું તમે જાણો છો માત્ર સરગવો જ નહીં પરંતુ તેના પાન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અને જો તમે સવારમાં સરગવાના પાનને ઉકાળીને તેના પાણીનું સેવન કરો છો તો તેનાથી જબરજસ્ત ફાયદા થાય છે. જી હા આ બિલકુલ સાચી વાત છે. આજે અમે તમને આ લેખમાં સરગવાના પાનને ઉકાળીને તેનું પાણી પીવાથી સ્વાસ્થ્યને થતા અદભુત લાભ વિશે જણાવીશું.

સરગવાના પાન સ્વાસ્થ્ય માટે કેવી રીતે છે ફાયદાકારક:- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આમાં એન્ટિઓક્સિડન્ટ, એમિનો એસિડ, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, વિટામીન એ અને થાયમીન જેવા જરૂરી પોષક તત્વો હાજર હોય છે. જ્યારે તમે સરગવાના પાનનું સેવન કરો છો તો તેનાથી ન માત્ર શરીરને જરૂરી પોષણ મળે છે પરંતુ અનેક પ્રકારની બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. સરગવાના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી તેના સ્વાસ્થ્ય લાભો પ્રાપ્ત કરવાની આ સૌથી સરળ રીત છે. સરગવાના પાનને ઉકાળીને પીવાના ફાયદા:-

1) હૃદય રોગનું જોખમ દૂર કરે:- અધ્યયન દ્વારા જાણવા મળ્યું કે સરગવાના પાનના અર્ક ને હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરવા અને તેનું સારું કાર્ય કરવામાં મદદ મળે છે. આ કોલેસ્ટ્રોલ ઘટાડવા અને બીપીને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે. આ ધમનીઓમાં જામતી પરત ને પણ  રોકે છે.

2) બ્લડ શુગર નિયંત્રિત રાખે:- ડાયાબિટીસના દર્દીઓ માટે સરગવાના પાન નો અર્ક ખૂબ જ લાભદાયક છે, કારણ કે આ હાઈ બ્લડ શુગરને ઘટાડીને અને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.3) માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક:- સરગવાના પાનનું પાણી પીવાથી મગજના રસાયણો પર સકારાત્મક પ્રભાવ પડે છે. આ હોર્મોન્સના સંતુલન અને મૂડમાં સુધારો કરવામાં પણ મદદરૂપ થાય છે. ચિંતા, તણાવને પણ દૂર કરે છે.

4) કેન્સરના વિકાસના જોખમને દૂર કરે:- એન્ટિઓક્સિડન્ટ ભરપૂર હોવાના કારણે સરગવાના પાનનું પાણી ફ્રી રેડીકલ્સ અને હાનિકારક ટોક્સિન્સને નાશ કરવામાં મદદરૂપ થાય છે, કે જે કેન્સરની કોશિકાઓનું નિર્માણ કરે છે અને કેન્સરનું કારણ બને છે.5) ક્રોનિક રોગના જોખમને દૂર કરે:- પોલિફીનોલ્સ, ટેનીન, સેપોનિન અને અન્ય ઘણા સંયોજનોથી ભરપૂર સરગવાના પાનનું પાણી, હૃદય, લીવર રોગ અને ડાયાબિટીસ જેવા રોગોના જોખમને ઘટાડે છે અને સોજાથી લડે છે. સોજો અનેક પ્રકારના રોગોને જન્મ આપે છે. આ દરેક લાભ પ્રાપ્ત કરવા માટે તમારે માત્ર 10 થી 12 સરગવાના પાનને પાણીમાં ઉકાળવાના છે, ત્યારબાદ તેને ગાળી ને સવારમાં ખાલી પેટે પીવાનું છે. તેમાં તમે મધ અને લીંબુનો રસ પણ મેળવીને પી શકો.

ધ્યાન રાખવા જેવી બાબત:- જો તમે દવાઓ લઈ રહ્યા હોવ તો સરગવાના પાનનું પાણી પીવાથી બચવું સાથે જ ગર્ભવતી મહિલાઓએ પણ આનુ સેવન કરવાથી બચવું જોઈએ. જો તમને કોઈ સર્જરી કે કેમોથેરાપી થઈ હોય તો આનુ સેવન કરવાથી બચવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

1 thought on “મફતમાં મળતા આ પાનનો ઉકાળો પિય લ્યો જીવો ત્યાં સુધી નહિ થાય કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદયના રોગો… આજીવન દવા ખાવાની નોબત નહિ આવે…”

Leave a Comment