આ પાનનું પાણીમાં ઉકાળી સેવન કરવાથી પેટ, ડાયાબિટીસ, લિવર, ચામડી અને વાળના રોગો થશે 100% ગાયબ…

આપણી આસપાસ જોવા મળતી અનેક પ્રકારની વનસ્પતિઓ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેવો જ એક ઔષધીય ગુણોથી ભરપૂર લીમડો છે. જેના ગુણોનું વર્ણન આયુર્વેદે પણ કર્યું છે. આયુર્વેદમાં લીમડાના પાનનો પ્રયોગ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. માત્ર લીમડાના પાન જ નહીં, પરંતુ લીંબોળી અને લીમડાના ઝાડની છાલ પણ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આજ કારણે આયુર્વેદિક ઔષધીઓમાં આનો મોટા સ્તર પર પ્રયોગ કરવામાં આવે છે. શારીરિક, માનસિક ત્વચા અને વાળથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં આ અત્યંત લાભદાયક છે.

પરંતુ શું તમે જાણો છો જો તમે સવારમાં લીમડાના પાનને ઉકાળીને તે પાણીનું સેવન કરો છો તો તેનાથી સ્વાસ્થ્યને ચમત્કારિક ફાયદા મળે છે? જી હા તમે બિલકુલ સાચું વાંચ્યું. તમે લગભગ લોકોને સવારમાં લીમડાના પાન, લાકડી કે દાતણ અથવા નવશેકા ગરમ પાણીમાં લીમડાના પાવડરનું સેવન કરતાં જોયા હશે. આમ કરવાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓના જોખમથી છુટકારો મેળવવા અને તે જોખમોને દૂર કરવાની સાથે જ તેનાથી બચાવ કરવામાં પણ મદદ મળે છે. આજે અમે તમને લીમડાના પાનનું પાણી ઉકાળીને પીવાથી થતા પાંચ પ્રકારના ફાયદા વિશેની માહિતી જણાવીશું.લીમડાના પાન ઉકાળીને પીવાથી સ્વાસ્થ્યને થતા ફાયદા:- આયુર્વેદિક ડોક્ટરના માનવા પ્રમાણે લીમડાના પાનમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી, એન્ટિઓક્સિડન્ટ, એન્ટિફંગલ અને એન્ટી બેકટેરિયલ ગુણ હાજર હોય છે. તેના સિવાય આમાં અનેક પ્રકારના વિટામિન, મિનરલ પુષ્કળ પ્રમાણમાં હોય છે. સાથે જ ફેંટી એસિડ પણ હાજર હોય છે જેનાથી આ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

લીમડાના પાનને ઉકાળીને પીવાના ફાયદા:- 

1) ડીટોક્ષ ડ્રિન્ક ના રૂપમાં:- આ શરીરમાં જામેલી ગંદકી, હાનિકારક પદાર્થ કે ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે. આ કુદરતી રીતે લોહીને સાફ કરવામાં મદદરૂપ થાય છે. 

2) ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક:- લીમડાના પાન ઉકાળીને સેવન કરવાથી હાઈ બ્લડ સુગરને ઘટાડવામાં અને બ્લડ સુગર લેવલને નિયંત્રિત રાખવામાં મદદ મળે છે.3) પેટ માટે ફાયદાકારક:- આ પાચનમાં સુધારો કરવા અને દાંતમાં સારા બેક્ટેરિયાનો વધારો કરવામાં મદદ કરે છે. પેટમાં ગેસ, બ્લોટીંગ, કબજીયાત, અપચો, ઉલટી, ઝાડા, જેવી સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક છે. ઈરીટેબલ બાઉલ ડીસીઝ અને પેટના કીટાણુઓની સમસ્યામાં પણ ફાયદાકારક છે.

4) ત્વચા માં નિખાર લાવે:- શરીરને ડિટોક્ષ કરવા અને લોહીને શુદ્ધ કરીને આ ત્વચાની અનેક સમસ્યાઓ દૂર કરે છે. ખીલ અને ફોલ્લીઓ માટે આ એક રામબાણ ઉપાય છે. સાથે જ આ ડાઘ ધબ્બા પણ સાફ કરવામાં મદદરૂપ થાય છે. આ એજિંગના લક્ષણોને ઘટાડવામાં અસરકારક છે. આ ત્વચામાં થતી એલર્જી, ચકત્તા વગેરે સમસ્યાને પણ દૂર રાખે છે. 5) લીવર અને હૃદયને સ્વસ્થ રાખે:- આ લીવરને ડિટોક્ષ કરવામાં પણ મદદ કરે છે. સાથે જ ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડવા અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરવામાં અત્યંત અસરકારક છે. આ હાઈ બીપીને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે. જેનાથી હાર્ટ એટેક,સ્ટ્રોક અને હાર્ટ ફેલિયરના જોખમો દૂર રહે છે. 

6) ખરતા વાળ અટકાવે:- લીમડાના પાન ઉકાળીને પીવાથી વાળની અનેક સમસ્યાઓ દૂર થાય છે. વાળ ખરતા રોકે, ડેન્ડ્રફ, સફેદ વાળ અને એનર્જી વગેરેને દૂર કરવા માટે એક અસરકારક ઉપાય છે. આ તમને જાડા, મજબૂત, લાંબા અને શાઈની વાળ મેળવવામાં મદદ કરે છે.

લીમડાના પાન ઉકાળીને પાણી કેવી રીતે બનાવવું:- તેના માટે તમારે એક વાસણમાં 250 થી 300 મીલી પાણીમાં 10 થી 12 લીમડાના પાન નાખીને સરસ રીતે ઉકાળવાનું છે. જ્યારે પાણી અડધું રહી જાય તો તેને એક વાસણમાં કાઢી લો અને ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ ગાળીને એક એક ઘૂંટડો ભરીને સેવન કરો. સવારમાં ખાલી પેટે આનુ સેવન કરવાથી સૌથી વધારે ફાયદો મળશે. તમે ઈચ્છો તો આમાં મધ મેળવીને પણ પી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment