ખાવા લાગો આ ફળના ટુકડા, વગર દવાએ લોહીની કમી થશે દુર… કબજિયાત, ડાયાબિટીસ અને પાચનના રોગોથી મળશે કાયમી છુટકારો… મહિલાઓ માટે છે રામબાણ…

મિત્રો દરેક ફળ ગુણો અને પોષક તત્વોનો ભંડાર હોય છે. આવા જ ફળોમાં એક કીવી છે જેમાં શરીર માટે ફાયદાકારક બધા જ પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. વાત જો શરીરની ઇમ્યુનિટી વધારવાની હોય કે ડેન્ગ્યુ મેલેરિયાની સમસ્યામાં જલ્દી રિકવરીની, આવી દરેક સમસ્યામાં કીવીનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કીવી શરીર માટે ફાયદાકારક એન્ટિઓક્સિડેન્ટ, વિટામીન સી, વિટામીન બી, કેલ્શિયમ, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, ફોસ્ફરસ, કોપર, ઝીંક, નીયાસીન, પોટેશિયમ, રાયબોફલેવીન, બીટા કેરોટીન જેવા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે.

મિત્રો કીવી સ્વાદમાં થોડું ખાટું હોય છે, પરંતુ સ્વાસ્થ્ય માટે તેના ફાયદા તેટલા જ વધારે છે. કેટલીક બીમારીઓમાં કીવી ખાવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેટલાક લોકોનો પ્રશ્ન છે કે શું કીવી ખાવાથી લોહી વધે છે? તો આવો આ લેખમાં જાણીએ કે કીવી ખાવાથી શું ફાયદા મળે છે અને તેના નુકસાન કયા થઈ શકે છે?

કીવી ખાવાથી લોહી વધે છે?:- કીવીમાં આયર્નની પૂર્તિ માત્રા ઉપલબ્ધ હોય છે તેમાં હાજર વિટામિન સી નું પ્રમાણ સંતરા થી પણ વધારે હોય છે. એનીમિયા એટલે કે શરીરમાં લોહીની કમી થવા પર ડોક્ટર કીવી ખાવાની સલાહ આપે છે. આમાં હાજર આયર્નનું પ્રમાણ અને વિટામીન સી શરીરમાં લોહી વધારવાનું કામ કરે છે.લોહીની કમી થવા પર કીવીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. ડેન્ગ્યુ, મેલેરીયા અને ટાઈફોઈડની સમસ્યામાં પણ કીવી ખાવાથી તમને લોહીમાં પ્લેટલેટ્સનું પ્રમાણ નિયંત્રિત થાય છે. ડિલિવરી બાદ મહિલાઓ માટે કીવી ખાવું ખૂબ જ ફાયદાકારક છે, તેનું સેવન કરવાથી મહિલાઓમાં કમજોરી અને લોહીની કમી દૂર કરવામાં મદદ મળે છે.

કીવી ખાવાના ફાયદા:- શરીરમાં ઇમ્યુનિટી વધારવાથી લઈને માનસિક તણાવ અને હૃદયથી જોડાયેલી બીમારીઓમાં કીવીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ દરેક માટે ફાયદાકારક માનવામાં આવે છે. કીવી ખાવાથી તમારા સ્વાસ્થ્ય ને આ પ્રકારના ફાયદા મળે છે. 

1) ઇમ્યુનિટી:- ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે કીવીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. કીવીમાં પૂરતા પ્રમાણમાં વિટામીન સી ઉપલબ્ધ હોય છે જે શરીરની ઇમ્યુનિટી બુસ્ટ કરવા અને શરીરને બાહ્ય સંક્રમણ અને બીમારીઓથી લડવા માટે મજબૂત બનાવે છે, તથા બીમારીઓથી લડવા માટે પણ મજબૂત બનાવે છે. બાળકોને કીવી ખવડાવવાથી તેમના શરીરના વિકાસમાં ફાયદો થાય છે અને સંક્રમણથી બચાવ થાય છે.2) ડાયાબિટીસ:- ડાયાબિટીસના દર્દીઓ માટે કીવીનું સેવન અત્યંત ફાયદાકારક છે. કીવી માં હાજર ગુણ ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં ફાયદાકારક માનવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ ડોક્ટરની સલાહ લઈને દરરોજ કીવીનું સેવન કરી શકે છે. તેનાથી તેમનું પાચનતંત્ર પણ તંદુરસ્ત રહેશે.

3) ગર્ભવતી મહિલા:- ગર્ભવતી મહિલાઓ માટે કીવી ખૂબ જ ફાયદાકારક ફળ છે. કીવી માં ફોલેટનું પૂરતું પ્રમાણ હોય છે, જે ગર્ભમાં ઉછરતા બાળકના મગજના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે. ગર્ભાવસ્થા દરમિયાન કીવી ખાવાથી બાળકમાં ન્યુરલ ખામી નું જોખમ ઓછું રહે છે. તેના સિવાય ગર્ભવતી મહિલાઓ ને ડીલેવરી બાદ પણ કીવીનું સેવન જરૂર કરવું જોઈએ. આમ કરવાથી તેમને ડિલિવરી બાદ કમજોરી અને લોહીની કમી દૂર કરવામાં મદદ મળશે.

4) પાચન અને કબજિયાત:– કીવી ખાવાથી પાચનતંત્ર થી જોડાયેલી સમસ્યાઓમાં ઘણો જ ફાયદો મળે છે. કીવીમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે, ફાઇબર પાચન તંત્રને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે. એવા લોકો જે કબજિયાતની સમસ્યાથી લડી કરી રહ્યા હોય તેમના માટે કીવી ખાવું ફાયદાકારક છે.

5) આંખો:- કીવી ફળનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે અને આંખથી જોડાયેલી સમસ્યાઓનું જોખમ દૂર થાય છે. કોમ્પ્યુટર, લેપટોપ વગેરે પર કામ કરવાવાળા લોકો માટે કીવી ખાવું ખૂબ જ ફાયદાકારક છે, આવા લોકોની આંખોની રોશની કમજોર થવાનું જોખમ ઓછું કરવા માટે કીવી ખૂબ જ ઉપયોગી છે. કીવી માં વિટામીન એ પૂરતા પ્રમાણમાં હોય છે.6) હૃદય:- કીવી હૃદયના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કીવી માં મેગ્નેશિયમ અને પોટેશિયમ પૂરતા પ્રમાણમાં હોય છે તેનું સેવન હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યાને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. કીવી ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ સંતુલિત રહે છે.

કીવી ખાવા ના નુકસાન:- કીવી ફળનું પણ જરૂર કરતાં વધારે સેવન કરવાથી નુકસાનદાયક બની શકે છે. આમ તો કીવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ વધુ પડતું સેવન કરવાથી તમને અનેક પ્રકારના નુકસાન પણ થઈ શકે છે. કીવી નું વધુ પડતું સેવન કરવાથી તમને આ પ્રકારના નુકસાન થઈ શકે છે… સ્કીન રેસીસ ની સમસ્યા. અસ્થમા ના દર્દીઓમાં એલર્જી. મોઢું, જીભ અને હોઠ પર સોજો. કિડનીના દર્દીઓ માટે નુકસાનકારક. સ્વાદુપિંડમાં સોજો. ડાયરિયા, ઉલટી ની સમસ્યા.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment