વારંવાર પેટમાં ગેસની સમસ્યા રહેતી હોય તો અજમાવો આ ટીપ્સ, માત્ર 2 મિનીટમાં પેટનો ગમે તેવો ગેસ નીકળી જશે બહાર… જાણો ગેસ માંથી છુટકારાના ઉપાય…

મિત્રો જયારે આપના પેટને લગતી કોઈ બીમારી જેવી કે ગેસ, એસીડીટી, અપચો, વાયુ વગેરે થાય છે ત્યારે ખુબ જ પીડા થાય છે. આ સમયે તમે કદાચ કોઈ દવાનું સેવન કરીને રાહત મેળવી લો. પણ જો તમે દવાનું સેવન કરવા માંગતા ન હો તો તમે પેટના ગેસથી તરત જ રાહત મેળવવા માટે અહી આપેલ કેટલાક રામબાણ ઈલાજ રૂપે ઉપાયો અપનાવી શકો છો. જે તમને કોઈ આડ અસર નથી કરતા. 

જો તમારા પેટમાં ગેસ ખૂબ જ વધારે બનતી હોય અને તમે વિચારતા હોય કે પેટમાં ગેસ શા કારણે બને છે, ગેસની સમસ્યાના લક્ષણ ક્યાં છે, પેટના ગેસની અચૂક દવા, પેટમાં ગેસ બનવાના કારણ, લક્ષણ અને તેનાથી છુટકારો મેળવવાના ઉપાય ક્યાં છે તો તમને આ લેખમાં મળશે બધી જ જાણકારી. પેટમાં ગેસની સમસ્યાનું સમાધાન કરવા માટે તમે પેટમાં ગેસ બનવાની દવા શોધતા હશો. તો ચાલો તમને જણાવી પેટના ગેસને જડમૂળ માંથી મટાડવાના ઉપાયો.આ નુસ્ખા પેટમાં ગેસ બનવાના મહત્વના કારણ અને અપચો દૂર કરવામાં કામ લાગે છે. અને ગેસથી તરત જ રાહત અપાવી શકે છે આ નુસ્ખાઓ. તો તમે પણ પેટના ગેસનો દેશી ઈલાજ શોધી રહ્યા હોય તો, તમારે ક્યાય દૂર જવાની જરૂર નથી પેટના ગેસની અચૂક દવા તમારા રસોડામાં જ રહેલી છે. પેટના ગેસનો તરત જ ઈલાજ કરવા માટે તમે તમારા આહારમાં અમુક વાતોનું ધ્યાન રાખી શકો છો. તેની સાથે જ પેટના ગેસને સૂર કરવા માટે અમે તમને જણાવીએ છીએ આ 5 ઘરેલુ ઉપાયો- 

પેટના ગેસનો તરત અને રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે આ નુસ્ખાઓ:-

1) અજમા:- બેંગલોરના ન્યુટ્રિશનિસ્ટ ડો. અંજુ સુદ જણાવે છે કે, અજમાના બીજમાં થાઈમોલ નામનું એક યૌગિક રહેલું હોય છે, જે ગેસ્ટ્રીક રસને સ્ત્રાવીત કરે છે અને પાચનમાં મદદ કરે છે. તમે સારો અનુભવ કરવા માટે દિવસમાં એક વખત પાણી સાથે લગભગ અડધી ચમચી અજમાના બીજ ખાઈ શકો છો. અજમાના ઉપયોગ થી તમારા પેટનો ગેસ તરત શાંત થઇ જાય છે.2) જીરાનુ પાણી:- જીરાનું પાણી પણ પણ  ગેસને ઓછો કરવામાં મદદ કરે છે. જીરાનું પાણી ગેસ્ટ્રીક કે ગેસની સમસ્યાનો સૌથી સારો ઘરેલુ ઈલાજ છે. ડો. સુદ જણાવે છે કે, જીરામાં આવશ્યક તેલ હોય છે. જે લાળ ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે, જે પાચનમાં મદદ કરે છે અને વધારાના ગેસના નિર્માણને અટકાવે છે. જીરાનું પાણી બનાવવા માટે સૌથી પહેલા એક ચમચી જીરું લો અને 10-15 મિનિટ માટે તેને પાણીમાં ઉકાળો. હવે તેને ઠંડુ થવા દો અને તમારા ભોજન પછી તેને પી લેવું. 

3) હિંગ:- ડોક્ટર ના મત મુજબ, અડધી ચમચી હિંગને હળવા ગરમ પાણીમાં મિક્સ કરો અને પેટના ગેસને ઘટાડવા માટે તેને પીઓ. હિંગ ગેસથી તરત જ રાહત અપાવવામાં મદદરૂપ સાબિત થાય છે.4) તાજું આદું:- આદુંને ઘણા રોગોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તાજું આદું તમારા પેટનો ગેસ દૂર કરવામાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. પેટના ગેસથી રાહત મેળવવા માટે આદું વાળી ચા પણ પી શકાય છે. આદુંની ચા મતલબ દૂધ વાળી ચા નહીં. પેટના ગેસથી રાહત મેળવવા માટે તમે એક કપ પાણીમાં તાજું આદું ઉકાળો અને નવશેકું ગરમ જ પી લેવું. ગેસથી રાહત મળે છે. 

5) બેકિંગ સોડા અને લીંબુનો રસ:- એક ખૂબ જ સરળ અને જલ્દી તૈયાર થતું ઘરેલુ નુસખો છે બેકિંગ પાવડર અને લીંબુનું જ્યુસ. એક ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી બેકિંગ સોડાને એક કપ પાણીમાં મિક્સ કરીને પીવાથી ગેસથી તરત જ રાહત મળે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment