આ શાકની છાલમાં રહેલો છે વાળની તમામ સમસ્યાનો અકસીર ઈલાજ, જાણી લ્યો ઉપયોગ કરવાની રીત… વાળ થઇ જશે એકદમ ઘાટા, કાળા અને મજબુત…

મિત્રો આજના પ્રદૂષણયુક્ત વાતાવરણમાં લોકોને અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. તેની સાથે જ ખરાબ લાઈફ સ્ટાઈલ પણ લોકોના સ્વાસ્થ્યને બગાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. પ્રદૂષિત વાતાવરણ અને પૂરતું પોષણ ન મળવાના કારણે લોકોને ત્વચા અને વાળ સંબંધિત અનેક સમસ્યાઓ થવા લાગે છે.

આમાંથી જ એક મુખ્ય છે વાળનું સમયથી પહેલા સફેદ થવું અને ઝડપથી ખરવું. આ બંને સમસ્યાઓ આજના યુવાનોને પરેશાન કરી રહી છે. મુખ્ય રૂપે શહેરી યુવાનોને વાળ નાની ઉંમરમાં જ ખરવા લાગે છે. જ્યારે મોટાભાગના લોકોને સફેદ વાળ થવા લાગે છે. પરંતુ તમને જણાવી દઈએ કે ઘરમાં તમે જે શાકભાજીની છાલને નકામી સમજીને બહાર ફેંકી દો છો તે તમારા વાળની અનેક સમસ્યાઓને દૂર કરવાનો રામબાણ ઉપાય બની શકે છે. આમાંથી જ એક છે બટાકા ની છાલ. બટાકા લગભગ દરેકના ઘરમાં ઉપયોગ કરવામાં આવે છે તેનો ઉપયોગ કરવાથી તમે તમારા વાળને સમયથી પહેલા સફેદ થતા બચાવી શકો છો. સાથે જ તેને ઝડપથી ખરવાની સમસ્યાને પણ દૂર કરી શકો છો. આ લેખમાં આજે અમે તમને બટાકાની છાલથી વાળને કાળા, ઘેરા, મુલાયમ અને ચમકદાર બનાવવા વિશે જણાવીશું.

બટાકાની છાલ માંથી વાળને મળતા ફાયદા:- બટાકાની છાલ તમારા વાળને કુદરતી રીતે લાંબા અને જાડા બનાવે છે. સાથે જ તેનાથી તમે વાળને પૂરતું પોષણ પણ પ્રદાન કરી શકો છો. બટાકામાં અનેક પ્રકારના એન્ટિઓક્સિડન્ટ હોય છે જે વાળની જડો ને મજબૂત અને રોગમુક્ત બનાવવાનું કામ કરે છે. આગળ જાણીશું બટાકાની છાલથી વાળને મળતા ફાયદા વિશે.વાળને સફેદ થતા બચાવે:- બટાકાની છાલ માં સ્ટાર્ચ હોય છે.આ સ્ટાર્ચ વાળની સ્કેલ્પ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તમને જણાવી દઈએ કે બટાકાની અંદર વિટામીન એ, બી, સી હોય છે,જે માથાની ત્વચા પર જામેલા એક્સ્ટ્રા ઓઇલને સાફ કરવાનું કામ કરે છે. તમે બટાકાની છાલ નું માસ્ક બનાવીને તેને તમારા માથાની ત્વચા પર લગાવી શકો છો. આ માસ્ક નવા વાળ ઉગાડવામાં પણ મદદ કરે છે. સાથે જ સમયથી પહેલા સફેદ થયેલા વાળને કાળા કરવામાં મદદરૂપ થાય છે.

વાળને જાડા બનાવવામાં ફાયદાકારક:- બટાકાની છાલમાં હાજર વિટામીન માથાની ત્વચાની ગંદકીને સાફ કરવાનું કામ કરે છે. તમને જણાવી દઈએ કે માથાની ત્વચામાં ગંદકી જામી જવાના કારણે વાળ સમય કરતા પહેલા ખરવા લાગે છે. સાથે તેની જડ પણ કમજોર બની જાય છે. પરંતુ બટાકાની છાલ નો ઉપયોગ કરવાથી વાળની જડ મજબૂત બને છે અને તમારા વાળ ઝડપથી વધવા લાગે છે અને જાડા થવા લાગે છે. તેનો અઠવાડિયામાં બે વાર ઉપયોગ કરવાથી વાળ ઝડપથી ખરતા અટકી જાય છે અને ધીરે ધીરે નવા વાળ માથા પર ઉગવા લાગે છે.વાળની જાડાઈ વધારે:- વાળનું સ્વસ્થ થવું ખૂબ જ જરૂરી છે. તેનાથી તમારી પર્સનાલિટી સારી પડે છે. તમને જણાવી દઈએ કે બટાકાની છાલમાં હાજર તત્વ તમારા વાળની સમસ્યાને દૂર કરે છે સાથે જ વાળની જાડાઈને સારી બનાવે છે. જ્યારે બટાકાની છાલ નો ઉપયોગ નિયમિત રૂપે કરવામાં આવે તો વાળની ડેન્સિટી ની સાથે જ તેની જાડાઈ વધે છે. જેનાથી તે કમજોર થઈને તૂટતા અને ખરતા નથી. 

બટાકાની છાલ નો ઉપયોગ કરવાની રીત:- વાળ પર બટાકાની છાલ નો ઉપયોગ કરવા માટે તમારી પાસે લગભગ 5 થી 10 બટાકાની છાલ હોવી જરૂરી છે. સૌપ્રથમ બટાકાની છાલને ધોઈ લો. ત્યારબાદ બટાકાની છાલને એક પેનમાં પાણી નાખીને ઉકાળી લો અને તેમાં મીઠાં લીમડાના પાન અને મેથીના દાણા નાખી દો.

જ્યારે પાણી અડધું રહી જાય તો ગેસ બંધ કરીને પેનને નીચે ઉતારી લો. પાણી ઠંડુ થયા બાદ આ પાણીને માથા પર લગાવો. સૌપ્રથમ વાળની જડ પર આ પાણીને લગાવો. ત્યારબાદ તમે વધેલા પાણીને આખા વાળમાં લગાવી લો. અને વાળમાં લગભગ 20 થી 30 મિનિટ સુધી લગાવીને રહેવા દો. ત્યારબાદ વાળને સ્વચ્છ પાણી વડે ધોઈ લો.  થોડાક જ દિવસોમાં તમારા વાળ કુદરતી રીતે કાળા, જાડા, મજબૂત અને ચમકદાર બની જશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment