ખાટા ઓડકાર, પેટ અને છાતીમાં થતી બળતરાને ઈન્સ્ટન્ટ મટાડવા પીવો આ પીણું, ગણતરીની મિનીટમાં મળશે રાહત… પેટને મળશે તરત જ ઠંડક…

મિત્રો આપણે જાણીએ છીએ કે જયારે પેટમાં એસીડીટી થાય છે ત્યારે છાતીમાં બળતરા થાય છે. ખાટા ઓડકાર આવે છે. પણ તમે તેના ઈલાજ રૂપે કેટલાક દેશી આયુર્વેદિક ઉપાયો અપનાવી શકો છો. જે તમને એસીડીટી થી તરત જ આરામ આપે છે. ચાલો તો આયુર્વેદના આ સરળ ઉપાયો વિશે વિસ્તારથી જાણી લઈએ. 

ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લક્સ ડીસીઝ પાચનથી જોડાયેલો એક ગંભીર રોગ છે. જેને ગર્ડ કે એસિડના નામથી પણ ઓળખવામાં આવે છે. આ રોગ ત્યારે થાય છે જ્યારે, પેટનું એસિડ સતત એસોફેગસમાં પાછું આવે છે. એસોફેગસ એ ટ્યુબ છે જે તમારા મોંને પેટથી જોડે છે. સરળ ભાષામાં તેને પેટમાં એસિડ બનવું પણ કહેવામા આવે છે. 

તે એક સામાન્ય સમસ્યા છે અને ઘણા લોકો તેનો વારંવાર સામનો કરતાં હોય છે. જ્યારે પેટનું એસિડ પાછું એસોફોગસ તરફ આવે છે, તો તમને ખાટા ઓડકાર, છાતીમાં બળતરા, ઉલ્ટી, મોંમાં ગંદુ પાણી આવવું જેવા લક્ષણો અનુભવાઈ શકે છે. વાસ્તવમાં, ભોજનને પચાવવા માટે એસિડની જરૂરિયાત હોય છેપરંતુ જ્યારે તેની માત્રા વધી જાય છે, તો તે ભોજન સાથે આંતરડામાં જવાને બદલે ઉપરની તરફ વધવા લાગે છે.એસિડ રિફ્લક્સનો ઈલાજ શું છે? તેનો ઈલાજ જરૂરી છે, નહીંતો તમારે પાચનથી જોડાયેલા વિકારોનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ, તેના શું લક્ષણ છે અને તેનાથી કેવી રીતે રાહત મેળવી શકાય છે. આયુર્વેદ ડોક્ટરએ એસિડ રિફ્લક્સના અમુક સરળ ઉપાયો પણ જણાવ્યા છે. 

હિટબર્ન કે પેટમાં બળતરા:- પેટમાં બળતરા એસિડ રિફ્લક્સનું સૌથી સામાન્ય લક્ષણ છે. તેમાં તમારા છાતીના હાડકાની એકદમ પાછળ બળતરા થાય છે. આ બળતરા નીચેના ભાગથી ગળા સુધી જઇ શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે પેટનું એસિડ પાછી અન્નનળી તરફ આવે છે. આવું ઘણી મિનિટોથી લઈને કલાકો સુધી રહી શકે છે. 

એસિડ રિફ્લક્સની સમસ્યા:- જો તમને એસિડ રિફ્લક્સની સમસ્યા હોય તો તમને આ સમસ્યા પણ થઈ શકે છે. આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે, પેટના એસિડ સાથે કાચું ભોજન પેટથી અન્નનળી તરફ પાછું આવે છે. તેનાથી તમને ઓડકાર આવી શકે છે અને તમારા મોંમાં ખાટુ પાણી આવી શકે છે. વધારે ભોજન કરવું, ભોજન પછી તરત વ્યાયામ કરવો કે, જમ્યા પછી વાંકું વળવું આ લક્ષણના કારણો બની શકે છે.ડિસ્પેગિયા કે ગળવામાં સમસ્યા:- ડિસ્પેગિયાનો મતલબ છે ગળવામાં સમસ્યા થવી. એવો અનુભવ થાય છે જેમકે તમારું ભોજન ગળામાં કે છાતીમાં ફસાઈ ગયું છે. આવું એસિડ રિફ્લક્સને કારણે થાય છે.

ગળામાં ખરાશ અને ભારે અવાજ:- એસિડ રિફ્લક્સ પેટના એસિડના એસોફેગસમાં પાછું જવાથી થાય છે તેનાથી ગળું સૌથી વધારે પ્રભાવિત થાય છે, જેનાથી ગળામાં ખરાશ, સૂકી ઉધરસ અને ઘરઘરાહટ થઈ શકે છે. તેનાથી તમારો અવાજ કર્કશ થઈ શકે છે.જૂની ઉધરસ:- એસિડ રિફ્લક્સના કારણે તમને ઉધરસ થઈ શકે છે. અને લાંબી ચાલી શકે છે. વાસ્તવમાં, ઉધરસને અન્નનળીમાં પેટના એસિડના વધવાથી થતી ક્રિયાના રૂપમાં જોવામાં આવે છે. આ પ્રકારના લક્ષણ અનુભવાય તો તમારે ડોક્ટરને મળવું જોઈએ કે અમુક ઘરેલુ ઉપાયો અજમાવવા જોઈએ.

પેટમાં એસિડ બનવાના ઈલાજ આયુર્વેદિક ઉપચાર:- પેટમાં એસિડથી થતી સમસ્યાઓથી નીપજવા માટે આયુર્વેદિક ડોક્ટરએ અમુક ઘરેલુ ઉપાયો જણાવ્યા છે. પહેલો ઉપાય એ છે કે, તમે 1 ગ્લાસ પાણી લો, તેમાં 1 ચમચી ધાણા, 5 ફુદીનાના પાંદડા, 15 મીઠા લીમડાના પાન નાખો અને 5 મિનિટ સુધી ઉકાળો. પછી સવારે તેને ગળીને પી લો. બીજો ઉપાય એ છે કે, હંમેશા ભોજન પછી 1 ચમચી વરિયાળી ખાવી. ત્રીજો ઉપાય એ છે કે, 1 કપ પાણી લો અને 3 મિનિટ સુધી ઉકાળો. પછી તેમાં સૂકી ગુલાબની પાંદડીઓ નાખો અને 5 મિનિટ સુધી પકાવો. તેને રાત્રે સૂતા પહેલા અડધા કલાક પહેલા ગાળીને પીવું.  

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment