દહીં સાથે ભૂલથી પણ ન ખાવી જોઈએ આ 5 વસ્તુઓ…નહિ તો શરીરમાં થશે આવી ગંભીર બીમારીઓ…જાણીલો દહીં સાથે શું ન ખાવું જોઈએ…

મિત્રો આપણે જાણીએ છીએ કે દહીં એ હેલ્દી ખોરાક છે. પણ આ દહીને પણ અમુક વસ્તુઓ સાથે સેવન ન કરવું જોઈએ. કારણ કે તેમ કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે. તમે દહીનું સેવન જરૂર કરો પણ અમુક વસ્તુ સાથે તેની કોમ્બીનેશન ખતરનાક સાબિત થઇ શકે છે. જેના કારણે તમને સ્કીનની સમસ્યા અને પેટને લગતી સમસ્યા પણ થઇ શકે છે. ચાલો તો આપણે જાણી લઈએ દહીને કઈ વસ્તુઓ સાથે સેવન ન કરવું જોઈએ. 

દહીં પોષકતત્વોથી ભરપૂર ખાદ્ય પદાર્થ છે. દહીંમાં કેલ્શિયમ, પ્રોટીન, આયોડિન, પોટેશિયમ, ફૉસ્ફરસ વગેરે રહેલા હોય છે. દહીં દૂધમાંથી ફર્મેંટેશન થઈને બને છે. માટે તેમાં ગુડ બેક્ટેરિયા અરબોમા હોય છે. આ ગુડ બેક્ટેરિયા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ દહીંને અમુક વસ્તુઓ સાથે ખાવાથી નુકસાન થઈ શકે છે. આમતો આપણે આપણા દાદી-નાનીની વાતો સાંભળતા જ આવ્યા છીએ કે, માછલી સાથે દૂધ ન ખાવું જોઈએ. પરંતુ વિજ્ઞાનમાં તેને લઈને શું કહેવામા આવ્યું છે તે જાણવું જરૂરી છે. જોકે, દહીં સાથે માછલી સિવાય અમુક અન્ય વસ્તુઓનું સેવન કરવાની ના પાડવામાં આવે છે.આમતો, માછલીમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ઘણા પ્રકારના વિટામીન્સ, ઓમેગા 3 ફૈટી એસિડ વગેરે જોવા મળે છે. કારણ કે, બંને પ્રોટીનનો મોટો સ્ત્રોત છે. આયુર્વેદમાં દહીં અને માછલીનું એક સાથે સેવન વર્જિત ગણવામાં આવે છે. કારણ કે દહીં અને માછલીને વિરુદ્ધ આહાર કહેવામા આવે છે. માટે બંનેને એક સાથે ખાવાથી ઘણા પ્રકારના નુકસાના થઈ શકે છે. 

દહીં સાથે શું ન ખાવું જોઈએ:- 

1) દૂધ:- દહીં અને દૂધને એક સાથે મિક્સ કરવાથી એસિડિટી, હાર્ટબર્ન અને પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. 

2) ઓઇલી ફૂડ:- દહીં સાથે ઓઇલી ફૂડ જેમકે, પરોઠા, ભટુરા, પૂરી આગેરેનું સેવન ન કરવું જોઈએ. તેનાથી ડાઇઝેશનની સમસ્યા થઈ શકે છે. અને આખો દિવસ લેઝીનેસ ફિલ થાય છે. આ જ કારણ છે કે, આ જ કારણ છે કે, જેમાં દહીં સાથે ઓઇલી ફૂડ ખાવાની ના પાડવામાં આવે છે. આથી તમારે ભરપુર ઓઈલી ફૂડ વાળી વસ્તુ સાથે દહીનુ સેવન ન કરવું જોઈએ. 3) ડુંગળી:- કેરીની જેમ ડુંગળીની તાસીર પણ ગરમ હોય છે. તેમજ દહીં કુલેંટનું કામ કરે છે. બંનેને એક સાથે ખાવાથી એલર્જી, એક્ઝિમા, સોરીએસીસ અને રેશિઝ પણ નીકળવા લાગે છે. ડુંગળી સાથે દહીનું સેવન નુકશાનકારક છે. 

4) કેરી:- દહીં સાથે કેરી પણ ખાવાની સલાહ આપવામાં આવતી નથી. તેને એક સાથે ખાવાથી પેટ ફૂલી જાય છે અને ખૂબ વધારે ગેસ બનવા લાગે છે. કેમકે, કેરીની તાસીર ગરમ હોય છે અને દહીંની ઠંડી. માટે જ્યારે બંનેને એક સાથે ખાઈએ છીએ તો, ડાયઝેશનની સમસ્યા થાય છે. તેનાથી સ્કીન પર રેશિઝ આવી શકે છે. બંનેને એક સાથે મિક્સ કરીને ખાવાથી ટોક્સિન પણ બની શકે છે. આમ તમારે દહીં અને કેરીનું પણ એકસાથે સેવન ન કરવું જોઈએ. 5) માછલી:- એક ખબર મુજબ, દહીં સાથે માછલીને ન ખાવી જોઈએ. દહીં અને માછલીમાં પ્રચુર માત્રામાં પ્રોટીન જોવા મળે છે. પરંતુ બંને પ્રોટીનમાં અંતર છે. બંનેમાં અલગ-અલગ પ્રકારના પ્રોટીન હોય છે. બંને પ્રકારના પ્રોટીનને એક સાથે ખાવાથી ડાઇઝેશનની સમસ્યા થઈ જાય છે. તેનાથી એસિડિટી બને છે અને ગેસની સમસ્યા થઈ શકે છે. ડાઇઝેશન સરખી રીતે ન થવાને કારણે અગ્નિબંધ થઈ શકે છે. જેના કારણે પછી સ્કીન પર રેશિઝ નીકળી શકે છે. આથી જો તમે દહીંની સાથે માછલીનું સેવન કરો છો તો તમને નુકશાન થઇ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment