પાણીના માટલામાં આ 3 ચમત્કારિક વસ્તુ નાખી દો, શરીરને થશે આવા ચોંકાવનારા ફાયદા… જાણીને રહી જશો દંગ…

માટલું આપણા પાણીયારાની શોભા હોય છે. દરેક વ્યક્તિના ઘરમાં માટલું તો જરૂર જોવા મળે જ છે. મોટાભાગના લોકો માટલાનું પાણી જ પીતા હોય છે. વડીલો પણ કહે છે કે ભલે ગમે તે ઋતુ હોય પરંતુ માટલાનું પાણી પીવું જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આજે આપણે માટલાના પાણીને વધારે ગુણવત્તા વાળું બનાવવાનું છે. તેથી આ લેખના માધ્યમથી જાણીશું કે એવી કઈ ત્રણ વસ્તુઓ છે જેને માટલામાં નાખવાથી આપણે હંમેશા માટે બીમારીઓને દૂર કરી શકીએ તે જાણીશું.

આ ત્રણ વસ્તુ ક્યારે નાખવી:- અમુક મહિલાઓ રાત્રિમાં માટલાને ભરી લેતી હોય છે. તો જ્યારે રાત્રે માટલું ભરો ત્યારે આ ત્રણ વસ્તુઓ ભરેલા પાણીમાં નાખી દેવાની છે અને જ્યારે તમે સવારમાં પાણીનું માટલું ભરો ત્યારે આ ત્રણ વસ્તુઓ સવારે નાખવાની છે.

પરંતુ રાત્રે ભરેલા પાણીમાં આ ત્રણ વસ્તુ નાખવાથી વધારે ફાયદો થાય છે, કારણ કે આ ત્રણ વસ્તુઓ પાણીમાં આખી રાત રહેવાથી પાણીની ગુણવત્તા વધારે વધી જાય છે. તો જોઈશું કે આ કઈ ત્રણ વસ્તુઓ છે.

1) તાંબાના સિક્કા:- માટલામાં તાંબાના સિક્કા નાખવાથી માટલામાં રહેલું પાણી શુદ્ધ થઈ જાય છે અને તાંબાના ગુણ આપણા શરીરમાં આવી જાય છે. તેથી તાંબાના સિક્કા પાણીમાં નાખવાથી ચહેરા ઉપર ખીલ અને ફોલ્લીઓ પણ થતી નથી અને આપણા શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે તથા ત્વચા પર નિખાર આવે છે.આમ પણ તાંબાને કુદરતી ફિલ્ટર કહેવામાં આવ્યું છે. આયુર્વેદમાં પણ તાંબાના વાસણના અનેક ફાયદા જણાવ્યા છે. તેથી આપણે જ્યારે પાણી ભરેલા માટલામાં તાંબાના સિક્કા નાખીએ તો તાંબાના ગુણ પાણીમાં ભળી જાય છે અને શરીરને અનેક રીતે ફાયદા પ્રાપ્ત થાય છે.

2) ચાંદીના સિક્કા:- પાણી ભરેલા માટલામાં એક થી બે ચાંદીના સિક્કા નાખવાથી શરીરમાં અનેક પ્રકારના ગજબ ના ફાયદા થાય છે. ચાંદીની તાસીર ઠંડી હોવાથી પાણીમાં તેનો ઉપયોગ કરવાથી જીવજંતુઓ દૂર થઈ જાય છે અને આપણા શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળે છે. ચાંદીના સિક્કા વાળું પાણી પીવાથી વ્યક્તિનો શારીરિક અને માનસિક વિકાસ પણ થાય છે.તમે એવું પણ જોયું હશે કે નાના બાળકોને ચાંદીની ચમચીથી ખવડાવવામાં આવે છે તેથી બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને જીવજંતુઓ ચાંદીના સંપર્કમાં આવ્યા બાદ નાશ પામે છે. માટે ચાંદી શરીર માટે શ્રેષ્ઠ છે.

3) રુદ્રાક્ષ:- પાણીથી ભરેલા માટલામાં તમે બે રુદ્રાક્ષ નાંખી શકો છો તેનાથી અદભુત ફાયદા થાય છે. રુદ્રાક્ષ આપણા શરીરમાં ઓક્સિજન લેવલને પૂરું પાડવાનું કામ કરે છે. જેનાથી અસ્થમા જેવી બીમારીઓને દૂર કરવામાં મદદ મળે છે અને જેને શરીરમાં ઓક્સિજનની માત્રા ઓછી હોય તેઓએ રુદ્રાક્ષ વાળા પાણીનું સેવન કરવું જોઈએ.

થોડા દિવસ બાદ આ પ્રમાણે કરવું:- થોડા દિવસ થાય એટલે પાણીના સંપર્કમાં આવવાથી સિક્કાઓ થોડા ઝાંખા અને મેલા થવા લાગે છે. આમ થાય ત્યારે સિક્કાઓને બહાર કાઢીને છાશ અથવા લીંબુ થી ધોઈ નાખવા અને ચોખ્ખા કરી લેવા. ત્યારબાદ ફરી માટલામાં સિક્કાને નાખી દેવા.

રુદ્રાક્ષને પણ થોડો સમય થાય એટલે બદલી લેવા જોઈએ અથવા તો તેના તે પણ ચાલી શકે છે. પરંતુ અમુક સ્થળનું પાણી અત્યંત ખરાબ હોવાથી રુદ્રાક્ષ પણ ખરાબ થઈ શકે છે. તો તેવા લોકોએ રુદ્રાક્ષને બદલાવી લેવો જોઈએ અને  તમને યોગ્ય લાગે કે રુદ્રાક્ષ સારો જ છે તો ન બદલાવો તો પણ ચાલે.

Leave a Comment