ચોમાસામાં ખાવા લાગો આ દેશી વસ્તુ, દવાખાનું અને બીમારીઓ રહેશે કોસો દુર… આખું ચોમાસું શરીર રહેશે એકદમ તંદુરસ્ત અનર રોગ મુક્ત…

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ ચોમાસામાં દરેક લોકોનું સ્વાસ્થ્ય થોડું નબળું હોય છે. જેને કારણે લગભગ મોટાભાગના લોકોની ઈમ્યુન સીસ્ટમ નબળી હોય છે. આથી આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારે ચોમાસામાં એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબુત બની શકે. 

ચોમાસાની ઋતુ શરુ છે. અને ચોમાસું પોતાની સાથે અનેક બીમારીઓને પણ લાવે છે. આ ઋતુમાં સામાન્ય શરદી, અને ફ્લુ, તાવ, વાયરલ સંક્રમણ વગેરે નું જોખમ રહે છે. આ એ સમય હોય છે જે મૌસમી બીમારીઓથી લડીને ઈમ્યુંનીટી સીસ્ટમ કમજોર થઇ જાય છે અને તમે બીમાર થવાનું જોખમ વધી જાય છે.ઈમ્યુન સિસ્ટમને તમે મજબુત બનાવીને તમે વાયરસ, બેક્ટેરિયા, ફંગલ અને અન્ય વિષાક્ત પદાર્થોથી પોતાને બચાવી શકો છો. આ ઋતુમાં શરીરને મજબુત બનાવવા માટે અને ઈમ્યુન સીસ્ટમ વધારવા માટે પ્રોટીનની ખુબ જ મોટી જરૂરત હોય છે.

પ્રોટીન ઈજાને ભરવા, માંસપેશીઓના નિર્માણ, અને હાડકાઓના ઘનત્વ ને મજબુત બનાવવા માટે પણ મહત્વપૂર્ણ છે. આ માટે તમે પ્લાન્ટ બેસ્ડ પ્રોટીન લઇ શકો છો કારણ કે તેમાં હિફોલીક એસીડ, સેલેનીયમ, જીંક, ફાઈટોન્યુટ્રીએટસ, જેવા પોષક તત્વો હોય છે. આ સિવાય તે ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ,નો પણ ભંડાર છે. અહી અમે તમને કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ છીએ જે તમારી ઈમ્યુન સીસ્ટમ મજબુત બનાવી શકે છે.1) સોયા અને સોયા ઉત્પાદ:- અત્યધિક પોષક તત્વોથી ભરપુર સોયાબીન એક એવો છોડ છે જેમાં બધા જ જરૂરી એમીનો એસીડ હોય છે. એટલે કે તેમાં પૂર્ણ પ્રોટીન હોય છે. તેમાં 36% થી 50% સુકા વજનની સાથે પ્રોટીન સામગ્રી રહેલ છે. આ સિવાય આ ફોલેટ, કેલ્શિયમ, ફાઈબર, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, અને પોટેશિયમ, પણ ભરપુર પ્રમાણમાં રહેલ છે. 

2) તલના બીજ:- તલના બીજમાં પ્રોટીનનું પ્રમાણ ભરપુર માત્રામાં રહેલ છે. તલનો માત્ર એક મોટો ચમચો લગભગ 3 ગ્રામ પ્રોટીન પ્રદાન કરે છે. પલાળેલા તલના સેવનથી પ્રોટીન ને વધારવામાં મદદ મળે છે. રિપોર્ટથી જાણવા મળતી માહિતી મુજબ નિયમિત રૂપે તલનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લીસરાઇડ્સને ઓછુ કરવામાં મદદ મળે છે. 3) અંકુરિત મગની દાળ:- અંકુરિત દાળ પ્રોટીન નો એક ખુબ જ મોટો સ્ત્રોત છે. તેમાં લગભગ 343 કેલરી હોય છે જેમાંથી 23 ગ્રામ પ્રોટીન હોય છે. તેનાથી પાચન શક્તિમાં સુધાર કરવામાં મદદ મળે છે. તે ફાઈબર, વિટામીન સી, બી, વિટામીન અને શરીર દ્વારા કેલ્શિયમ ના અવશોષણ માં પણ સુધાર કરે છે. 

4) મગ દાળની વડી:- ખુબ જ લોકપ્રિય આ સામગ્રી મગ દાળ માંથી જ બને છે. મગ દાળમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાના કારણે આ શરીર માટે સારું છે. એક કપ બાફેલી મગ દાળ ના બી વિટામીન અને મેગ્નેશિયમ સિવાય લગભગ 10-12 ગ્રામ પ્રોટીન પ્રદાન કરી શકે છે.5) લાલ ભાજી:- આ એકમાત્ર પાનવાળી સબ્જી જે પ્રોટીનથી ભરપુર માનવામાં આવે છે. એક કપ બાફેલી લાલ ભાજી માં 8-10 ગ્રામ પ્રોટીન રહેલ છે. આ સિવાય આ પાનમાં આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સેલેનીયમ, અને વિટામીન કે નું પ્રમાણ પણ વધુ હોય છે. સાથે જ તેમાં એન્થોસાયનીન અને આહાર ફાઈબર પણ હોય છે. 

આમ આપણા શરીરમાં પ્રોટીનનું પ્રમાણ ખુબ જ જરૂરી છે. આ માટે તમારે પ્રોટીન યુક્ત ખોરાકનું સેવન કરવું જોઈએ. જે તમારા શારીરિક વિકાસ માટે ખુબ જ જરૂરી હોય છે. પ્રોટીન આપણા શરીરને મજબુત રાખવાની સાથે તેને રોગો સામે લડવામાં પણ મદદ કરે છે. આમ પ્રોટીન આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અને આવશ્યક તત્વ છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment