કરી લો આ શક્તિશાળી સૂકા મેવાનું સેવન, પ્રોસ્ટેટ કેન્સર, પુરુષોની સમસ્યા, ફેફસાનું કેન્સર જેવી ગંભીરથી ગંભીર બીમારીઓનો છે અક્ષીર ઈલાજ

સૂકા મેવામાં અનેક પ્રકારના પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. સૂકો મેવો સ્વાસ્થ્યવર્ધક હોવાને લીધે અનેક પ્રકારની બીમારીઓ સામે લડવામાં મદદરૂપ થાય છે. આવા સૂકા મેવામાં એક છે પિસ્તા. જે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક છે. પિસ્તા સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે અનેક પ્રકારની મીઠાઈઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આનો દેખાવ નાના અખરોટ જેવો હોય છે જેની છાલને ફોલીને અંદર રહેલા મગફળીની સિંગ જેવા દેખાતા દાણાનું સેવન કરી શકાય છે. આનો રંગ લીલો હોય છે. આ સુકો મેવો મીઠાઈનો સ્વાદ તો વધારે જ છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ અતિ લાભદાયક છે.

આમ તો ભલે પિસ્તાની ખેતી સૌથી પહેલા ઈરાક, સીરિયા અને ઈરાનમાં કરવામાં આવતી હતી, પરંતુ તેને મુખ્ય રૂપે એશિયાઈ જ ફળ કહેવાય છે. પિસ્તાનું ફળ ઉગાડવાનો સમયગાળો લગભગ 10 થી 12 વર્ષનો હોય છે. એટલે એવું કહેવાય કે, આ ફળ ઘણા વર્ષોની મહેનત માંગી લે છે. પિસ્તા આપણને અનેક પ્રકારના વાયરલ સંક્રમણોથી બચાવે છે પિસ્તા એક શક્તિશાળી અને પૌષ્ટિક ડ્રાયફ્રૂટ છે, જે સ્વાસ્થ્ય માટે અતિ ઉપયોગી છે.1 ) પિસ્તામાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર, હેલ્દી ફેટ અને એન્ટિઓક્સિડન્ટ ઉપલબ્ધ હોય છે. તેના સિવાય આ પ્રોટીનથી પણ ભરપૂર હોય છે. પેટની સમસ્યા દૂર કરવા અને મગજનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે પિસ્તા ખુબ જ અકસીર ઈલાજ માનવામાં આવે છે. પિસ્તાની તાસીર ગરમ હોવાથી પુરુષોની અનેક સમસ્યાઓમાં ફાયદાકારક છે. આ પુરુષોની યૌન શક્તિમાં વધારો કરે છે. પુરુષોના હોર્મોન પર સારી અસર કરે છે. જે પુરુષ પિતા નથી બની શકતા તેમના માટે પિસ્તા અત્યંત લાભદાયક છે. પિસ્તામાં મુખ્ય રૂપે એમિનો એસિડ, આર્જીનીન ઉપલબ્ધ હોય છે, જેથી સંતાન પ્રાપ્તિમાં મદદરૂપ થાય છે. 

2 ) પિસ્તામાં હાજર એન્ટિઓક્સિડન્ટ પ્રોસ્ટેટ કેન્સર, ફેફસાનું કેન્સર, ગોરી ત્વચાનું કેન્સર વગેરેના જોખમોને ઘટાડવાનું કામ કરે છે. પિસ્તામાં જે પૌષ્ટિક તત્વો ઉપલબ્ધ હોય છે તે આપણા શરીરના કેન્સરના કણો સામે લડવામાં મદદરૂપ થાય છે. તેમાં ઉપલબ્ધ વિટામિન B6 રક્ત કણોની સંખ્યા વધારે છે.3 ) ક્યારેક ખાટો ખોરાક અને કોઈ જગ્યાએ વાગવાના લીધે આપણા શરીરમાં સોજો આવી જાય, તો આવી સ્થિતિમાં જો પિસ્તાનું સેવન કરવામાં આવે, તો તેમાં રહેલ વિટામિન ઈ અને વિટામિન એ સોજાને ઘટાડવાનું કામ કરે છે. ક્યારેક આપણા શરીરમાં અલગ અલગ અંગોમાં કોઈ કારણથી બળતરા થઈ રહી હોય, એટલે કે પેટની બળતરા હોય કે છાતીની બળતરા હોય, તો પિસ્તાનું સેવન કરવાથી આ સમસ્યા દૂર કરી શકાય છે.

4 ) જેવી રીતે સૂકો મેવો શરીરમાં હાજર કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત રાખે છે તેવી જ રીતે પિસ્તા પણ આ કામ ખુબ જ સારી રીતે કરે છે. પિસ્તામાં હાજર ફાઈટોસ્ટેરોલ, અને એન્ટિઓક્સિડન્ટ આપણા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. હૃદય રોગથી પીડાતા લોકોને પણ પિસ્તા ખાવાની સલાહ આપવામાં આવે છે. શરીરમાં હાજર નસોમાં લોહીને જમા થવાથી રોકે છે એટલે કે બ્લડ સર્ક્યુલેશન સારી રીતે કરવામાં સહાયક થાય છે.

5 ) ચહેરાની સુંદરતા વધારવા માટે પિસ્તા આશીર્વાદથી સહેજ પણ ઓછા નથી. આ અનેક પ્રકારની સમસ્યાઓમાં ઔષધીનું કામ કરે છે. જેમ કે, એજિંગના લક્ષણો, ચહેરા પરની કરચલી વગેરે જેવી સમસ્યાઓ દૂર કરે છે. પિસ્તા ખાવાથી મગજ તેજ બને છે અને યાદ શક્તિ પાવરફુલ  થાય છે. તેથી તમારા બાળકોને દરરોજ પિસ્તાનું સેવન કરાવવું જોઈએ.6 ) આજની ખાણીપીણી અને જીવનશૈલીના લીધે મોટાભાગના લોકો સ્થૂળતાનો સામનો કરી રહ્યા છે. પિસ્તામાં અનેક પ્રકારના પ્રોટીન અને ફાઇબર ઉપલબ્ધ હોય છે તેથી પિસ્તા ખાવાથી જલ્દી ભૂખ નથી લાગતી. પરંતુ લંચ અને ડિનર દરમિયાન તેનું સેવન ટાળવું જોઈએ. નહિ તો વજન ઘટવાની જગ્યાએ વધી શકે છે.

7 ) આજના સમયમાં દર બીજો વ્યક્તિ ડાયાબિટીસની સમસ્યાથી પરેશાન રહે છે એવામાં જો નિયમિતપણે એન્ટિઓક્સિડન્ટ અને ફાઇબર યુક્ત પિસ્તાનું સેવન કરવામાં આવે તો તેને નિયંત્રિત કરી શકાય છે. તેની સાથે જ આ બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત રાખે છે.

8 ) જ્યારે માનવીની ઉંમર ઓછી હોય તો તેની દ્રષ્ટિ તેજ હોય છે, પરંતુ ઉંમર વધવાની સાથે ઝાંખપ આવવા લાગે છે અથવા તો આંખોની બીમારી પણ વધવા લાગે છે. આવી સ્થિતિમાં જો નિયમિત રૂપે પિસ્તા ખાવામાં આવે તો કોઈપણ આડઅસર વગર તમારી આંખો આજીવન તંદુરસ્ત અને નિરોગી રહેશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment