આ 5 વસ્તુ ખાવાથી લોહીમાં જલ્દી ભળી જાય છે કોલેસ્ટ્રોલ, આજથી જ ખાવાનું કરી દો બંધ… નહિ તો વહેલા આવશે હાર્ટએટેક…

મિત્રો આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. જેમાંથી સારું કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે જરૂરી છે જયારે ખરાબ કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં અનેક બીમારીઓને જન્મ આપે છે. ખાસ કરીને હાર્ટ એટેકની સમસ્યા, સ્ટોકની સમસ્યા વધી શકે છે. આથી ઝડપથી ખરાબ કોલેસ્ટ્રોલને આપણા શરીરમાંથી બહાર કાઢવું જરૂરી છે. 

ભારતમાં દર વર્ષે લાખો લોકોના કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે. જેના કારણે તેને મોટી બીમારી, જેમે કે હૃદયની બીમારી, હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. કોલેસ્ટ્રોલ એક મીણ જેવો પદાર્થ હોય છે. જેની જરૂરત શરીરમાં હાર્મોન, વિટામીન અને નવી કોશિકાઓ ના ઉત્પાદન માટે હોય છે.કોલેસ્ટ્રોલ વધવાથી થતા નુકશાન:- શરીરમાં વધુ પ્રમાણમાં કોલેસ્ટ્રોલનું હોવું નુકશાનદાયક થઇ શકે છે. કારણ કે તેના કારણે રક્ત વાહિકાઓમાં વસા જામી જાય છે. અને નસમાં પર્યાપ્ત લોહીનું પહોંચવું મુશ્કેલ થઇ જાય છે. જામેલ વસા અચાનક ગઠ્ઠો બની જાય છે જે હૃદય સુધી પહોંચતા હાર્ટ એટેક આવી શકે છે. 

કોલેસ્ટ્રોલ કેવી રીતે ઓછુ કરવું:- ડોક્ટર અનુસાર ખાનપાનમાં એવી હેલ્દી અને પોષણયુક્ત વસ્તુઓનો સમાવેશ કરો જે લોડેસીટી લાઈપોપ્રોટીન, કોલેસ્ટ્રોલનું સ્તર પ્રાકૃતિક રૂપે ઘટાડી દે. વધુ પ્રમાંનામ સેચુંરેટેડ ફેટથી બચવું તેનાથી લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે.તીખી તળેલી વસ્તુઓ:- વધુ તીખી અને તળેલી વસ્તુઓથી ખાદ્ય પદાર્થમાં ઉર્જાના ઘનત્વ અને કેલરીનું પ્રમાણ વધી જાય છે. જે સ્વાસ્થ્ય માટે હાનીકારક થઇ શકે છે. આથી ભોજન બનાવવા માટે એક સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય તેલ, અથવા એર ફાયરનો ઉપયોગ કરો. તમારે તળેલી વસ્તુઓનું સેવન ઓછુ કરવું જોઈએ. તેમાં કેલરી પણ હોય છે અને ટ્રાન્સ ફેટ પણ હોઈ શકે છે. ટ્રાન્સ ફેટ ઘણી રીતે સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે. તીખું તળેલું ખાવાથી હૃદયની બીમારી, વજન વધારો, ડાયાબીટીસ થવાનું જોખમ પણ રહે છે. 

કેક, કુકીજ, અને આઈસ્ક્રીમ:- બ્રાઉની, કુકીજ, કેક અને આઇસક્રીમ, જેવી વસ્તુઓમાં સેચુંરેટેડ ફેટ, શુગર અને અન્ય રીફાઈન્ડ કાર્બ હોય છે. આમાંથી કોઈપણ વસ્તુ વધુ ખાવાથી શરીરમાં ટ્રાઈગ્લીસરાઈડ અને કોલેસ્ટ્રોલ વધી શકે છે. જેનાથી હૃદયની બીમારી થવાનું જોખમ વધી જાય છે. આ વસ્તુઓ અક્સર ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે. વજન વધી શકે છે. આ વસ્તુઓમાં વિટામીન, મિનરલ્સ, પ્રોટીન, અને હેલ્દી ફેટની કમી હોય છે. જે શરીરને સુચારુ રૂપે કામ કરવા માટે જરૂરી હોય છે.પ્રોસેસ્ડ મીટ:- સોસેજ, બેકન અને અન્ય પ્રોસેસ્ડ મીટમાં કોલેસ્ટ્રોલ વધુ પ્રમાણમાં હોય છે. બેકન, સોસેજ અને હોટ ડોગ બનાવવા માટે સામાન્ય રીતે વધુ ફેટ વાળા માસનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુઓ વધુ માત્રામાં ખાવાથી હૃદયની બીમારીઓ અને કોલોન કેન્સર જેવા કેન્સર થઇ શકે છે. પ્રોસેસ્ડ મીટમાં પોષણ કમ અને મીઠાનું પ્રમાણ વધુ હોય છે. આથી તેના સેવનથી બચવું જોઈએ. જો કોઈ પ્રોસેસ્ડ મીટ ખાવા માંગે છે તો લીન ટર્કી અથવા ચીક્નથી બનેલ ડેઈલી મીટ ખાઈ શકાય છે. 

બેક્ડ ફૂડ:- બેક કરવામાં આવેલ ખાદ્ય સામગ્રીમાં માખણ અને શુગર વધુ માત્રામાં હોય છે. જેમાં મોટા પ્રમાણમાં કોલેસ્ટ્રોલ હોય છે. આ વસ્તુઓમાં ખુબ જ વધુ એલડીએલ હોય છે, જે એથેરોસ્કલેરોસીસ કરી શકે છે. આ બીમારીમાં રક્ત વાહિકાઓમાં પ્લાક જામી જાય છે. જેનાથી મહત્વપૂર્ણ અંગોને લોહીનો પ્રવાહમાં રુકાવટ આવે છે. આથી આ વસ્તુઓના સેવનથી બચવું જોઈએ. 

જંક ફૂડ:- જંક ફૂડ ખાવાથી ડાયાબીટીસ, હૃદયની બીમારી અને વજન વધારો જેવા અનેક જુના રોગો થવાની સંભાવના વધી જાય છે. જે લોકો જંક ફૂડ ખાય છે તેનામાં વધુ કોલેસ્ટ્રોલ, પેટમાં વધુ ચરબી, વધુ સોજા અને લોહીમાં શુગર પર ઓછુ નિયંત્રણ જોવા મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment