ફક્ત 10 દિવસ સુધી ખાવ આ વસ્તુ, શરીરમાં થશે અણધાર્યા અને ગજબના ચમત્કાર… જાણીને ચોંકી જશો…

મિત્રો આપણી આસપાસ અનેક પ્રકારની કુદરતી સંપત્તિ નો ખજાનો છે. આવી કુદરતી સંપત્તિમાં અનેક પ્રકારના ફળ-ફળાદી, શાકભાજી, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે. આ કુદરતી સંપત્તિમાં ઔષધીય ગુણો રહેલા હોય છે. તેનું સેવન જો નિયમિત રીતે કરવામાં આવે તો તમે તમારા શરીરમાં રહેલ અનેક બીમારીને દુર કરી શકો છો. દરેક વસ્તુઓના એવા ફાયદાઓ છે કે જેના વિશે જાણીને તમે હેરાન થઇ જશો. આથી જ આપણા વડીલો આપણને બધી જ પ્રકારની વસ્તુઓનું સેવન કરવાનું કહે છે. જેમ કે કડવી, ખાટી, તીખી, મીઠી, તુરી, ખારી વગેરે. આવી વસ્તુઓનું જો યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો આપણા સ્વાસ્થ્ય ને ઘણા બધા લાભ થઇ શકે છે. 

આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશું જેના વિશે મોટાભાગના લોકો બહુ ઓછુ જાણતા હોય છે. આજે અમે તમને નારિયેળ ના ફાયદા વિશે જણાવીશું. દરેક રૂપમાં નારિયેળ અતિ ગુણકારી છે.જેમ કે, લીલું નારિયેળ, સુકું નારિયેળ, પાકેલું નારિયેળ, નારિયેળનું છીણ, વગેરે. તેમજ તમે તેને અન્ય વસ્તુઓમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો. આમ નારીયેળ એ દરેક રૂપે તમારા માટે ફાયદાકારક છે. આજે આપણે નારિયેળના ઘણા ફાયદાઓ વિશે જાણીશું.નારિયેળની અંદર કેલ્શિયમ, ફાઈબર, વિટામીન તેમજ બીજા અસંખ્ય પોષક તત્વો રહેલા છે. આથી તે અનેક બીમારી સામે લડવામાં મદદ કરે છે. આ સિવાય નારિયેળ વજન ઘટાડવામાં પણ ખુબ મદદ કરે છે. નારિયેળનું ખુબ જ ચાવીને સેવન કરવાથી મોં ની દરેક માંસપેશીઓમાં કસરત થાય છે. 

જો તમે સુકું નારિયેળ ખાવ છો તો તમારું મગજ એકદમ તેજ થવા લાગશે. મગજને શરીરના દરેક સંદેશા ખુબ જ ઝડપથી પહોંચશે અને તે ઝડપથી કાર્યશીલ બનશે. તમે જાણતા નહી હો કે આપણા મગજમાં ન્યુરોન્સ આવેલા હોય છે તેના પર એક પડ હોય છે, આ પડને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે તે માટે નારિયેળ અવશ્ય ખાવું જોઈએ.આ સિવાય લોહીની કમી પૂરી કરવા માટે તમારે સુકું નારિયેળ ખાવું જોઈએ. તેનાથી લોહીની કમી ઝડપથી પૂરી થઇ જાય છે. અને વિશેષ રૂપે મહિલાઓને જો કમજોરી રહેતી હોય, થાક લાગતો હોય તો તેના માટે મહિલાઓએ હંમેશા સુકું નારિયેળ ખાવું જોઈએ. તેનાથી ઝડપથી અને સારો ફાયદો થશે. એનેમિયાના દર્દી માટે પણ નાળિયેર ખુબજ મદદરૂપ સાબિત થાય છે. 

આ સિવાય સુકું નારિયેળ એ પાચનશક્તિ ને પણ મજબુત કરવામાં મદદ કરે છે. જો સુકું નારિયેળ દરરોજ ખાવામાં આવે તો કબીજીયત, ઝાડામાં પડતું લોહી, ઝાડા જેવી સમસ્યા દુર થાય છે. આથી જે લોકોની પાચનશક્તિ નબળી હોય તેમણે પોતાના આહારમાં નારિયેળનો સમાવેશ કરવો જોઈએ. 

એવું કહેવામાં આવે છે કે યુવતીઓ માટે નારિયેળ એ ખુબ સારું છે. તે યુવતીઓને બધી રીતે મજબુત કરે છે. માસિક ધર્મના કારણે યુવતીઓમાં શારીરિક રીતે કમજોરી આવી જાય છે આથી આ કમજોરી ને દુર કરવા માટે નારિયેળ એ સારો વિકલ્પ છે. દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ હોવાથી આ વસ્તુ એક સરખી રીતે બધા પર કામ નથી કરતી તેથી આનો ઉપયોગ કરતા પહેલા ડોકટરની સલાહ જરૂર લેવી જોઈએ.સુકું નારિયેળ એ બ્લડ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવાનું કામ કરે છે. જેના કારણે જો તમારું હૃદય બ્લોક થઇ જાય તો તેના માટે સુકું નારિયેળ ખુબ સારું છે. સુકા નારિયેળના સેવનથી હૃદયની નસો ખુબ સારી રીતે કામ કરે છે. ભવિષ્યમાં હાર્ટએટેક આવવાની સમસ્યાને દૂર કરી શકાય છે. આમ જો તમે નિયમિત રીતે તેનું સેવન કરો છો તેનાથી અનેક બીમારી તમારાથી કોસો દુર ભાગે છે. આથી નારિયેળનું સેવન એ ખુબ સારું છે.

નારિયેળ એ હાડકા ને મજબુત બનાવવાનું કામ કરે છે. આથી જો તમારા હાડકાઓ નબળા હોય તો તમારે નારિયેળ નું સેવન કરવું જોઈએ. હાડકાઓ ને મજબુત કરવા માટે મિનરલ્સ અને કેલ્શિયમની જરૂર હોય છે. જો તેની કમી હોય તો તેના કારણે આર્થરાઈટીસ, ઓસ્ટીયોપોરોસીસ જેવી બીમારી થઇ શકે છે. અને ઉંમર વધવાની સાથે હાડકાઓ પણ કમજોર થવા લાગે છે. આથી તમારે યુવાનીમાં જ સુકા, લીલા નારિયેળનું સેવન શરુ કરી દેવું જોઈએ. જેથી કરીને તમારું સ્વાસ્થ્ય ફાયદામાં રહેશે.ચામડીને લગતી કોઈ પણ બીમારીમાં જો નારિયેળનું સેવન કરવા કરવામાં આવે તો તેને જડમૂળથી દુર કરી શકાય છે. તેમજ સ્તનપાન કરવાતી મહિલાઓએ પણ સુકું નારિયેળ પાણીમાં પલાળીને ખાવું જોઈએ. તેનાથી બાળકને પૂરતા પ્રમાણમાં દૂધ મળી રહે છે. 

સૂકું નારિયેળ એ કેન્સર જેવી બીમારીને પણ દુર રાખી શકે છે. આથી જો તમારા પરિવારમાં કોઈને પણ પહેલા કેન્સર થયું હોય તો તમારે સાવધાની રાખવી. અને સુકા નારિયેળનું સેવન કરવું. પ્રોસ્ટેટ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરથી બચી શકાય છે. આ કેન્સર વિષે થોડું જાણી લઈએ.પ્રોસ્ટેટ કેન્સર જે 50 વર્ષથી મોટી ઉમરના વ્યક્તિઓને વધારે થાય છે. આ કેન્સર પેશાબના માર્ગમાં વધારે થાય છે, આ એક રિસર્ચ મુજબ જાણવામાં આવેલું છે. તે પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણોને દૂર કરવા રોજે થોડું થોડું સૂકા નાળિયેરનું  સેવન કરવું જોઈએ. 

બીજું છે, બ્રેસ્ટ કેન્સર જે વધારે મહિલાઓમા જોવા મળે છે. એક જાણકારી મુજબ, 8 કલાકમાં એક મહિલાનું મોત બ્રેસ્ટ કેન્સરના કારણે થાય છે. તેથી તમે આ કેન્સર કેટલું ખરનાક છે તે જાણી શકશો. બ્રેસ્ટ કેન્સરને આપણે સ્તન કેન્સરના નામે ઓળખીએ છીએ. તેથી મહિલાઓને પણ રોજે થોડી થોડી માત્રામાં સૂકું ટોપરું ખાવું જોઈએ. આ ટોપરું તમે કોઈ પણ સમયે ખાઈ શકો છો, પણ જો સવારે ભૂખ્યા પેટે કે બપોરે ભૂખ્યા પેટે ખાશો તો વધુ મદદગાર સાબિત થશે. જમ્યા બાદ ટોપરું ખાવાથી તેના વધારે લાભ નથી મળી શકતા. તેમજ રાત્રે પણ જો તમે મોડેથી ટોપરું ખાવ છો તો પણ  તેની વધારે અસર નહીં થાય. પણ દિવસ દરમિયાન જો થોડી ભૂખ લાગેલી હોય અને ખાવ તો તે સૌથી ઉત્તમ છે. બપોર બાદ ના સમયે પણ ખાઈ શકો છો.

જો બની શકે તો દરરોજનું 50 થી 100 ગ્રામ ટોપરું ખાવ તો પણ સારું કહેવાય. અને વધુ ખાશો તો પણ તેનું કોઈ નુકશાન નથી. પણ એક સાથે વધુ ખાવા કરતા રોજ થોડું થોડું ખાવા માં જ ફાયદા કારક છે. એવું કહેવાય છે ને કે, ‘હદથી વધુ અમૃત પણ ઝેર સમાન છે’. માટે દરરોજ ટોપરાનું સેવન થોડું થોડું અને યોગ્ય માત્રામાં જ કરવું હિતાવહ છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment