તમારા ઘરમાં રહેલું આ ધાન ડાયાબિટીસ અને વધતું વજન લાવી દેશે એકદમ કંટ્રોલમાં…. ત્વચા અને મસલ્સની સમસ્યાઓ દુર કરી શરીર રાખશે એકદમ મજબુત…

આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. અહીંયા અનેક પ્રકારના અનાજ પાકે છે. જેવા કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવાર વગેરે. આ અનાજ માત્ર આપણા ભોજનનો જ સ્વાદ નથી વધારતા પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. ભારતીય ભોજનની વિવિધતામાં બાજરી પણ તેનું એક ખાસ મહત્વ ધરાવે છે, જેમાં હાજર પોષક તત્વો આ અનાજને ખાસ બનાવે છે.

અલગ અલગ ઋતુ પ્રમાણે બાજરીનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. બાજરીની ખીચડીને પણ ઘણી પસંદ કરવામાં આવે છે. બાજરીમાં ઉપલબ્ધ ગુણોના કારણે હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એસસીઓ સમીટમાં મિલેટ ફૂડ્સ ફેસ્ટિવલ કરવાનો પ્રસ્તાવ આપી ચૂક્યા છે. પીએમ મોદીએ બાજરીની ખેતી અને ઉપયોગને વધારો આપવાની વાત પણ કહી.

બાજરીમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હાજર હોય છે. આ જ કારણે તે અનેક બીમારીઓમાં અત્યંત લાભદાયક છે. બ્લડ શુગરને નિયંત્રિત કરવાથી લઈને વજન ઘટાડવા સુધી અનેક સમસ્યામાં બાજરી રામબાણની જેમ કામ કરે છે .

બાજરીથી થતા સ્વાસ્થ્યને ફાયદા:-

1) બ્લડ ગ્લુકોઝ લેવલ:- ઘઉં અને મકાઈની સરખામણીએ બાજરીમાં વધારે ન્યુટ્રીયંટ્સ ઉપલબ્ધ હોય છે અને તે ગ્લુટેન ફ્રી છે. આનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 54 થી 68 છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ડાયટરી ફાઇબર, પ્રોટીન હાજર હોય છે. તેના સિવાય એમિનો એસિડ, વિટામિન અને મિનરલ હાજર હોય છે. તેના સિવાય એમિનો એસિડ વિટામીન અને મિનરલ બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.2) વજન ઘટાડે:- બાજરી વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છ. તેનું નિયમિત સેવન કરવાથી ઝડપથી વજન ઘટાડી શકાય છે. બાજરીના લોટની રોટલી રેગ્યુલર ખાવાથી વજન નિયંત્રિત કરી શકાય છે. ચોખાની જગ્યાએ બાજરીનું સેવન, વધતા વજનથી પરેશાન લોકો માટે ફાયદાકારક હોય છે. બાજરી ખાવાથી આંતરડાના સ્વાસ્થ્યને પણ સારું બનાવવામાં મદદ મળે છે.

3) ત્વચા:- બાજરીનું નિયમિત સેવન કરવાથી સ્કીનથી જોડાયેલી સમસ્યાઓથી પણ છૂટકારો મેળવી શકાય છે બાજરીમાં પ્રોટીન સિવાય હાજર માઈક્રોન્યુટ્રીયંટ્સ સ્કીનના સ્વાસ્થ્યને સારું બનાવવામાં મદદ કરે છે. આમાં હાજર આયર્ન, ઝિંક, વિટામીન b3 ત્વચા માટે ફાયદાકારક હોય છે.4) માંસપેશીઓ:- બાજરીમાં ઉચ્ચ ગુણવત્તાની વનસ્પતિ પ્રોટીન હોય છે, જે માંસપેશીઓની ઘનતા વધારવામાં પણ મદદ કરે છે. જો તમે બોડી બિલ્ડર છો કે સ્પોર્ટ્સ પર્સન છો તો તમારે બાજરી અવશ્ય ખાવી જોઈએ.

5) હૃદય માટે લાભદાયક:- બાજરીનું કોઈપણ રૂપમાં સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે તેમાં હાજર એન્ટિઓક્સિડન્ટ જેમકે બીટા-ગ્લુટેન, ફ્લેવોનોઈડ્સ વગેરે ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં મદદ કરે છે. તેની સાથે જ રક્ત ધમનિયોને હેલ્દી રાખવાની સાથે બાજરી ક્લોટિંગને પણ દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી હૃદય સંબંધિત બીમારીઓ અને સ્ટ્રોક નું જોખમ પણ ઘટે છે.6) કેન્સરના કોષો:- સંશોધનમાં એ સાબિત થઈ ચૂક્યું છે કે બાજરી કેન્સર કોશિકાઓને લડવામાં પણ સહાયક છે. બાજરીમાં હાજર તત્વ સામાન્ય કોશિકાઓને નુકસાન પહોંચાડ્યા વગર બ્રેસ્ટ, કોલોન, લીવરમાં હાજર કેન્સર કોશિકાઓ થી લડે છે 

7) ડાયજેશન:- બાજરીમાં વધુ પ્રમાણમાં ડાયટરી ફાઇબર હાજર હોય છે જે આપણા પાચનતંત્રને સારું બનાવવામાં મદદ કરે છે. બાજરીનું નિયમિત સેવન કરવાથી કબજિયાત, પેટમાં બળતરા, મરોડ સહિત પેટ સંબંધી અનેક સમસ્યાઓ દૂર થાય છે. તેના સિવાય બાજરી લીવર, કીડની અને ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment