કરો આ ચમત્કારિક વસ્તુનું આવી રીતે સેવન, શરીરમાં થશે અઢળક ફાયદા. મોટાભાગના લોકો છે અજાણ… જાણો ઉપયોગની રીત અને ફાયદા.

મિત્રો સામાન્ય રીતે આપણે મોટાભાગની શાકભાજી હોય કે ફળ તેની છાલ કાઢીને ફેકી દેતા હોઈએ છીએ. પણ શું તમને ખબર છે કે આ છાલમાં પણ ઘણા વિટામીન, મિનરલ્સ તેમજ પોષક તત્વો રહેલા છે. આથી કોઈપણ શાકભાજી કે ફળની છાલ ફેકવા કરતા એક વખત તે છાલના પોષક તત્વો વિશે જાણી લેવું ખુબ જ જરૂરી છે. આથી જ આજે અમે તમારા માટે આ લેખમાં તુરિયાની છાલના કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું. 

તુરીયાનું શાક ઘણા પોષક તત્વથી ભરપુર હોય છે. આ ઋત્તુંમાં મોટાભાગના લોકો તુરીયનું શાક જરૂર બનાવે છે. જયારે તુરીયાનું શાક સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખુબ જ ફાયદાકારક છે. મોટાભાગના લોકો તુરિયાની છાલ કાઢે છે અને તેનું શાક બનાવે છે. જયારે તેની છાલને ફેકી દે છે. પણ જો તમે ઈચ્છો તો તેની છાલનો પણ ઉપયોગ કરી શકો છો. એકદમ સાચું તમે તુરિયાની છાલનું શાક અને ચટણી બનાવીને ખાઈ શકો છો.આથી જ આજથી જ તુરિયાની છાલ ફેકવા કરતા તેનું સેવન કરવાનું શરુ કરી દો. તુરિયાની છાલમાં ફાઈબર, પ્રોટીન, મિનરલ્સ,અને વિટામિન્સ રહેલા છે. આથી જ તમારે તુરિયાની છાલ ક્યારેક ફેકવી ન જોઈએ. પણ તેનું શાક કે ચટણી બનાવીને ખાવી જોઈએ. ચાલો તો આપણે જાણી લઈએ એક્સપર્ટ પાસેથી તુરીયાના ફાયદાઓ વિશે.

1) ઈમ્યુંનીટી વધારે છે:- તુરીયાની છાલનું શાક અને ચટણી ખાવાથી તમારી રોગ પ્રતિકારક ક્ષમતા મજબુત બને છે. તે શરીરને રોગો સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે. તુરિયાની છાલનું શાક ખાવાથી તમે ઋતુ અનુસાર બીમારીથી દુર રહી શકો છો. 2) ત્વચા માટે લાભકારી છે:- તુરીયાની સાથે તેની છાલ પણ ત્વચા માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તુરિયાની છાલનું શાક અને ચટણી ખાવાથી ત્વચાની સમસ્યાઓ દુર થાય છે. તેના સેવન તમારી ત્વચામાં નિખાર આવે છે ત્વચા ચમકદાર અને મુલાયમ બને છે. તેમજ તમારી ત્વચા સુંદર બને છે. 

3) કબજિયાતથી છુટકારો અપાવે છે:- જો તમને હંમેશા કબજિયાતની તકલીફ બનેલી રહે છે તો તમે પોતાની ડાયટમાં તુરીયાનું શાક સામેલ કરી શકો છો. તેનાથી કબજિયાતની તકલીફ દુર કરવામાં મદદ મળે છે. તુરીયાની છાલ ભોજનને પચાવવામાં તમારી મદદ કરે છે. તે મળને નરમ બનાવે છે અને કબજિયાતથી છુટકારો અપાવે છે. તુરિયાના શાકમાં પાણી વધુ હોય છે તેનાથી કબજિયાત ની તકલીફ દુર થાય છે. 4) પાચનને મજબુત બનાવે છે:- તુરીયાની છાલનું શાક ખાવાથી તમારું પાચન તંત્ર મજબુત બને છે. અને ખોરાક સરળતાથી પચી જાય છે. તેમાં રહેલ તત્વ પાચનને સારું બનાવવામાં તમારી મદદ કરી શકે છે. તેમજ ક્યારેક ક્યારેક તુરીયાની છાલનું શાક કે ચટણી ખાવાથી પાચનને લગતી સમસ્યાઓથી તમારો બચાવ થઇ શકે છે. 

5) વેટ લોસ કરવામાં તમારી મદદ કરે છે:- જો તમે વજન ઓછુ કરવા માંગતા હો તો તમે તુરિયાની છાલનું શાક ખાઈ શકો છો. તુરીયાની છાલનું શાક ખાવાથી તમને પર્યાપ્ત માત્રામાં ઉર્જા મળે છે. તમારું પેટ ભરેલું રહે છે અને તમને ભૂખ ઓછી લાગે છે. આથી તમને વજન ઓછો કરવામાં મદદ મળે છે. પણ માત્ર તુરિયાની છાલનું શાક ખાવાથી તમારો વજન ઓછો નથી થતો. 6) તુરિયાની છાલનું શાક:- તુરિયાની સાથે તમે તેની છાલનું શાક પણ બનાવી શકો છો. તે માટે તમે પહેલા તુરીયાની છાલ કાઢી લો. હવે તેને સારી રીતે ધોઈ અને પછી સમારો. એક વાસણમાં તેલ ગરમ કરો. હવે તેમાં જીરું, હિંગ નાખો. ત્યાર પછી સમારેલી ડુંગળી નાખો અને તેને શેકી લો. પછી ટમેટા, હળદર, મીઠું, મરચું, અને ધાણાજીરું નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે તમે તેમાં તુરિયાની છાલ નાખો. પછી ઢાંકીને 10 મિનીટ સુધી ચડવા દો. તુરીયાની છાલનું શાક તમે રોટલી સાથે ખાઈ શકો છો. 

7) તુરિયાની છાલની ચટણી:- તમે તુરીયાની છાલનું શાક જ નહિ પણ તેની ચટણી બનાવીને પણ ખાઈ શકો છો. તુરિયાની છાલની ચટણી બનાવવા માટે પહેલા તેની છાલ કાઢી અને ધોઈ નાખો. ત્યાર પછી તુરીયાની છાલને સમારી લો. પછી એક વાસણમાં તેલ ગરમ કરો. તેમાં મરચાનો પાવડર નાખો. ત્યાર પછી સમારેલા લીલા મરચા, હળદર અને મીઠું નાખીને મિક્સ કરો. હવે તેમાં અડદની દાળ, મેથી, કોથમીર, તલ, જીરું અને તુરીયાની છાલ નાખીને શેકી લો.આ બધા જ મસાલાને ઠંડા થવા દો અને પછી પીસી લો. હવે એક વાસણમાં નાખો, તેમાં ગોળ નાખો અને ગેસ બંધ કરી દો. પછી તેમાં આંબલીના પલ્પ નાખીને સારી રીતે મિક્સ કરી લો. છેલ્લે તેનો સ્વાદ વધારવા માટે તમે તેનો વખાર પણ કરી શકો છો. 

આમ તમે તુરીયાની છાલ ફેકવા કરતા તેનો શાક કે ચટણી રૂપે ઉપયોગ કરીને તેના પોષક તત્વોનો લાભ લઇ શકો છો. અને તમને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે. તુરિયા એ અનેક વિટામીનની સાથે મિનરલ્સ નો ખજાનો છે. તો તેની છાલ તેના આ ગુણમાં વધારો કરે છે. તમારું શરીર ફીટ અને તંદુરસ્ત રાખવા માટે તુરીયા તેમજ તેની છાલ ખુબ ગુણકારી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment