શરીરમાં આ ત્રણ જગ્યા પર સોજો આવે, તો હોય શકે છે 60% જેટલી નસોમાં બ્લોકેઝ… હાઈ કોલેસ્ટ્રોલના કારણે આવી શકે છે હાર્ટએટેક…

આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે સારો કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ. સારો કોલેસ્ટ્રોલ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે સારો હોય છે. કોલેસ્ટ્રોલ જ્યારે શરીરમાં જરૂરત કરતા વધારે વધવા લાગે છે ત્યારે શરીરમાં તેના લક્ષણો જોવા મળે છે.

આજે અમે તમને એવા ત્રણ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી ધમનીઓમાં જામેલી ચરબીને કારણે તેને લગભગ 60 ટકા સુધી સંકોચાવાનું જોખમ રહે છે. કોલેસ્ટ્રોલમાં બ્લડ વેસેલ્સ એટલે કે નસોમાં ચરબી જામવા લાગે છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન પર અસર થાય છે અને તેની સીધી અસર હૃદય પર પડે છે. તો આવો જાણીએ આ જોખમકારક લક્ષણો ક્યાં જોવા મળે છે.1) કેમ આવે છે કોલેસ્ટ્રોલ વધવા પર સોજો:- કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં એક ચરબી યુક્ત પદાર્થ હોય છે જે શરીરના હોર્મોન અને કોશિકાઓના ઉત્પાદન માટે જરૂરી હોય છે, પરંતુ બધા જ કોલેસ્ટ્રોલ લિપિડ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી હોતા. સારા કોલેસ્ટ્રોલ કરતા વધારે જ્યારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે ત્યારે જોખમ પણ વધવા લાગે છે. લોહીની ધમનીઓમાં ચરબી જામવાથી રક્તવાહિનીઓ આંશિક રૂપે અટકી જાય છે અને શરીરના અંગોને જરૂરી ઓક્સિજન મળતું નથી. આ કારણે સોજો આવે છે. ધમનીને કારણે લોહીના અવરોધથી એથરોસ્ક્લેરોસિસનું જોખમ ઉદભવે છે. 

2) ત્રણેય પ્રકારના સોજા આ જ અંગમાં આવે છે:- કોલેસ્ટ્રોલ હાય થતા જ પગમાં સોજો આવે છે અને ત્રણેય સોજા પગમાં જ જોવા મળે છે. આખા પગ, પગની ઘૂંટી અથવા તળિયામાં સોજો એ હાય કોલેસ્ટ્રોલનું જોખમકારક લક્ષણ છે. તેની પાછળ એક જ કારણ હોય છે એટલે કે, ધમનીઓ સાંકડી થવાને કારણે પગમાંથી લોહી હૃદયમાં પાછું આવવું મુશ્કેલ બને છે. રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે ન થવાના કારણે ,પગમાં પ્રવાહી એકઠું થવા લાગે છે.

3) કેવી રીતે ઓળખવો કોલેસ્ટ્રોલ જન્ય સોજો:- સોજા વાળી જગ્યામાં દબાવવાથી જો ખાડા પડે તો એ સમજવું કે આ સંકેત છે હાઈ કોલેસ્ટ્રોલ નો. ક્યારેક ક્યારેક લોકોને સોજો આવેલી જગ્યા જકડાઈ જવાનો અહેસાસ થાય છે. પગ કે ઘુટીમાં હલાવવામાં પણ તકલીફ પડવી કે ક્રેકિંગ થવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment