ગેસના કારણે છાતી માં દુખાવો હશે એવું સમજી ઇગ્નોર ન કરતા… હોય શકે છે સાયલેન્ટ હાર્ટએટેક જે હોય છે સૌથી ખતરનાક

જેમ કે મિત્રો તમે જાણો છો તેમ આજે વર્લ્ડ હાર્ટ-ડે છે. એટલે કે 29 સપ્ટેમ્બર એ ‘વર્લ્ડ હાર્ટ-ડે’ તરીકે ઉજવવામાં આવે છે. તેથી તમારે પોતાના હાર્ટ વિશે જાણી લેવું ખુબ જરૂરી છે. કહેવાય છે કે, જો કોઈને ધીમી ગતિએ હાર્ટએટેક આવે છે તો તે ખુબ ખતરનાક હોય શકે છે. હવે એ કંઈ રીતે તેમજ તેના લક્ષણો વિશે જાણી લઈએ. 

દર વર્ષે 29 સપ્ટેમ્બરે ‘વર્લ્ડ હાર્ટ-ડે’ ઉજવવામાં આવે છે. જ્યારે લોકો આ દિવસે દિલથી જોડાયેલ બીમારીઓ વિશે જાગૃત કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે  લોહીના કોઈ ધક્કાની વચ્ચે આવવાથી લોહી હૃદય સુધી નથી પહોચતું અને છાતીમાં સખતનો દુઃખાવો શરૂ થઈ જાય છે. પણ હંમેશા તેવું જ થાય એ જરૂરી નથી હોતું. ઘણી વખત આ ક્રિયા ખુબ ધીમી ગતિએ થતી હોવાથી લોકોને સહેલાઈથી પોતાનો શિકાર બનાવી લે છે. જેને સાયલેન્ટ હાર્ટએટેક કહે છે. આ સાયલેન્ટ હાર્ટએટેકને ખુબ ખતરનાક માનવામાં આવે છે. કારણે કે મોટાભાગના લોકોને તેની ખબર જ નથી હોતી. 

સાયલેન્ટ હાર્ટએટેકમાં ઘણી વાર મોટાભાગે છાતીમાં દર્દ થતું જ નથી અથવા તો ખુબ ઓછું દર્દ થાય છે. જેને લોકો નજરઅંદાજ કરી દે છે. લોકોને એવો અનુભવ થાય છે કે, આ દુઃખાવો માત્ર ગેસની તકલીફના કારણે થાય છે. આખી દુનિયામાં સૌથી વધુ મોત હાર્ટની બીમારીને કારણે થાય છે. તેમાં પણ સાયલેન્ટ હાર્ટએટેકના કારણે લોકો વધુ મૃત્યુ પામે છે. આ રિપોર્ટ અનુસાર હાર્ટએટેકમાં 45% જેટલા કેસ સાયલેન્ટ હાર્ટએટેકના હોય છે. આ સમયે લોકોને ખ્યાલ જ નથી હોતો કે, તેને ધીમી ગતિએ હાર્ટએટેક આવ્યો છે.આ રીતેના હાર્ટએટેકમાં જરૂરી નથી કે, છાતીમાં દુઃખાવો થાય. ઘણી વખત દર્દી મોં, ગરદન, હાથ, પેટ, અથવા પીઠમાં પણ દુઃખાવો થઈ શકે છે. શ્વાસ લેવામાં તકલીફ સાથે શરીરમાં કમજોરી પણ આવી શકે છે. આ સિવાય દર્દી સતત ઉલ્ટી પણ કરે છે, તેને ચક્કર આવે છે, પરસેવો નીકળે છે, દિલમાં બેચેની જેવું થાય છે. આમ છાતીમાં દુઃખાવો ન થવાથી લોકો એ નથી સમજી શકતા કે તેને દિલની બીમારી હોય શકે છે. 

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે શિયાળામાં શરીરનું તાપમાન બનાવી રાખવા માટે હૃદય ડબલ ગતિએ ચાલે છે. આ કારણે રક્તચાપ વધે છે. તે રક્તમાં ઘણા ફેરફાર પણ કરે છે. જેમાં રક્ત જામી શકે છે. આ સિવાય શિયાળામાં શરીરની રક્તવાહિની સંકોચાઈ છે. જેને કારણે રક્તપ્રવાહ સંકુચિત થાય છે. જે હાર્ટએટેકનું કારણ બને છે. હાર્ટમાં ઓક્સિજન વધારે માંગ, શરીરનું તાપમાન અસામાન્ય થવાથી, છાતીમાં સંક્રમણ પેદા કરતા વાયુ પ્રદુષકો વગેરેને કારણે હાર્ટએટેક આવી શકે છે. આમ હાર્ટએટેકને જોડાયેલ લોકો મોટાભાગે લોકો સાયલેન્ટ હાર્ટએટેકના જોખમને ઓળખી નથી શકતા. આ હૃદય પર ઘણી વખત એટલો બદલાવ લાવે છે કે, ઘણી વખત માણસ મદદ માટે પણ કોઈને બોલાવી નથી શકતો. જો કે મોટાભાગે લોકો છાતીમાં થયેલા દુઃખાવાને જ હાર્ટએટેકનું મુખ્ય લક્ષણ માને છે. તેથી તેઓ સાયલેન્ટ હાર્ટએટેકને ઓળખી નથી શકતા, જેના કારણે જોખમ વધી જાય છે. આમ લોકોએ દરેક લક્ષણ પર ધ્યાન આપવું જોઈએ. કંઈ પણ થતા પોતાના ડોક્ટરનો સંપર્ક જરૂર કરવો જોઈએ. 

જો કે થોડી બાબતોનું ધ્યાન રાખીને સાયલેન્ટ હાર્ટએટેકથી બચી શકાય છે. જેમ કે ઠંડીમાં ફરવાનું ટાળવું જોઈએ. કારણે કે તેનાથી બ્લડપ્રેશર વધે છે અને હૃદય પર દબાણ વધે. આ સિવાય તડકામાં ફરવાથી શરીરને ગરમી અને વિટામીન-D મળશે. તેમજ ઘરે રહેતા કસરત પણ કરવી જોઈએ, પ્રાણાયામ કરવું, તેલ તેમજ વધારે પડતા મસાલા વાળું ન ખાવું જોઈએ. બની શકે તો વાયુ પ્રદુષણથી દુર રહેવું.

Leave a Comment