હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય તો સુઈ જાવ ફક્ત આ એક પોઝિશનમાં, ગમે તેવું જુનું બ્લડ પ્રેશર થઈ જશે કાયમી માટે કંટ્રોલ… જાણો સુતા સુતા બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાની ટીપ્સ…

આજની ગતિહીન જીવનશૈલી અને ખાણીપીણીના કારણે હાઈ બ્લડ પ્રેશર એક સામાન્ય બીમારી બની ગઈ છે. 40 વર્ષની ઉંમર પછી મોટાભાગના લોકો આ બીમારીનો શિકાર બને છે. સામાન્ય રીતે આપણા શરીરમાં બ્લડ પ્રેશર અલગ-અલગ ગતિવિધિઓના કારણે દિવસભર બદલાતું રહે છે, પરંતુ સામાન્ય વ્યક્તિને તેનાથી મુશ્કેલી નથી થતી. કારણ કે આ નોર્મલ રેન્જની અંદર જ વધે કે ઘટે છે. જ્યારે કોઈ વ્યક્તિનું બ્લડપ્રેશર 140/90 mm/Hg થી ઉપર જાય છે તો તેને હાઈપર ટેન્શન કહે છે.

શું તમે કે જાણો છો કે, ઊંઘની કમી અને હાઇ બ્લડ પ્રેશર બંને એકબીજા સાથે જોડાયેલા છે. વિશેષજ્ઞો પ્રમાણે જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તેઓએ પોતાની ઊંઘની ગુણવત્તા પર ધ્યાન આપવું જોઈએ. હાઈ બીપી વાળા લોકોએ તેનાથી બચવા માટે ઊંઘવાની સ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ.

હાઈ બ્લડ પ્રેશર હૃદય રોગનું મુખ્ય કારણ : વારંવાર થતી આ સમસ્યા ગંભીર સ્થિતિમાં સ્ટ્રોક અને હાર્ટએટેકનું કારણ બની શકે છે. તેથી તેને નિયંત્રિત રાખવા માટે ખોરાક અને જીવનશૈલી બંને પર ધ્યાન આપવું જરૂરી છે. વિશેષજ્ઞો પ્રમાણે હાઈપર ટેન્શનને જડથી દૂર નથી કરી શકાતું તેને માત્ર કેટલાક ઉપાયો કરીને કંટ્રોલ કરી શકાય છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે ઊંઘની કમી અને હાઇ બ્લડપ્રેશર વચ્ચે સંબંધ છે. હાઈપર ટેન્શનની સ્થિતિને કંટ્રોલ કરવામાં તમારી સુવાની રીત મહત્વપૂર્ણ ભૂમિકા બની શકે છે. તો આવો જાણીએ હાઇપર ટેન્શનના લોકોએ  કેવી સ્થિતિમાં સૂવું યોગ્ય રહેશે.

ઊંઘ અને હાઈ બ્લડપ્રેશર વચ્ચે સંબંધ : હાઈ બ્લડપ્રેશર અને ઊંઘની વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. મોટાભાગના લોકો એ વાતથી અજાણ્યા છે કે, ઊંઘની કમી હાઈ બ્લડપ્રેશરને વધારે ખરાબ કરી શકે છે. જો વ્યક્તિ પહેલાથી જ હાઈ બ્લડપ્રેશર ગ્રસ્ત છે તો ઊંઘવાની ખરાબ ગુણવત્તા તેને વધારી શકે છે. જણાવીએ કે શરીરમાંથી ઊંઘ દ્વારા સ્ટ્રેસ હોર્મોનથી છુટકારો મેળવવાની કુદરતી રીત છે. પરંતુ જ્યારે તમે સારી ગુણવત્તાવાળી પર્યાપ્ત ઊંઘ નથી લઈ શકતા તો તમારા હોર્મોનનું સ્તર વધી જાય છે, જે સોજાનું કારણ બને છે. તેનાથી તમારી રક્તવાહિનીઓ સંકોચાઇ જાય છે અને બ્લડપ્રેશર પણ વધે છે.

હાઈપર ટેન્શનમાં ઊંઘવાની આ રીત છે ફાયદાકારક : જે લોકોને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા છે તેમણે ડાબા પડખે સૂવું જોઈએ. તેમના માટે સૂવાની સૌથી સારી સ્થિતિ છે. રક્તવાહિની પર પડતા દબાવને ઓછો કરવા માટે આ રીતે સૂવાથી સારો ફાયદો થાય છે.

સ્લીપ એપનિયા વાળા લોકો માટે પણ ફાયદાકારક : સ્લીપ એપનિયા જેવી સ્થિતિથી રાહત મેળવવા માટે પેટના બળે સૂવું સારું માનવામાં આવે છે આ રીતે સૂવાની આદતથી ઘણો લાભ થાય છે.

ગર્ભવતી મહિલાઓએ ડાબા પડખે સુવાની આદત પાડવી : વિશેષજ્ઞ હાઈ બ્લડપ્રેશરથી સંઘર્ષ કરતી ગર્ભવતી મહિલાઓ માટે ડાબા પડખે સૂવાનું યોગ્ય માને છે. જેથી ગર્ભમાં વિકસિત બાળક આંતરિક અંગો પર દબાવ નાખી શકે છે અને સર્ક્યુલેશનની સમસ્યા ઊભી કરી શકે છે. તેવામાં ડાબી તરફ સૂવાથી ન કેવળ સર્ક્યુલેશન સારું થશે, પરંતુ હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને પણ ઘટાડવામાં મદદ મળશે.  

હાઈ બ્લડપ્રેશરથી રાહત મેળવવા માટે ઊંઘ એક અત્યંત મહત્વપૂર્ણ કારક છે. લગભગ સાતથી આઠ કલાકની સારી ઊંઘ લેવાથી તમારા બ્લડપ્રેશરના લેવલને સકારાત્મક પ્રભાવ પડે છે. સાથે જ તમારી ઊંઘની સ્થિતિ પણ તમારા બ્લડપ્રેશર લેવલમાં એક મોટું અંતર લાવવા અને સમગ્ર સ્વાસ્થ્યમાં સુધાર લાવવાનું એક મહત્વપૂર્ણ કારક છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

Leave a Comment