દુધમાં માત્ર આ 1 વસ્તુ ઉમેરી કરો સેવન, ગમે તેવું હાઈ યુરિક એસિડ ચપટીમાં થઇ જશે કંટ્રોલ… મોંઘી મોંઘી દવાઓ કરતા પણ 100 ગણું અસરકારક…

આપણા શરીરની અંદર અનેક એસીડ હોય છે જે આપણા શરીર માટે કોઈને કોઈ રૂપે જરૂરી પણ હોય છે. પણ અમુક એસિડનું પ્રમાણ જો વધી જાય તો તમને નુકશાન થઇ શકે છે. આવો જ એક એસીડ છે યુરિક એસીડ. જો આ એસિડનું પ્રમાણ શરીરમાં વધી જાય તો તમને અનેક ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે. પણ તમે યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે અમુક વસ્તુનું સેવન કરી શકો છો. જેમ કે હળદર. હળદર એ યુરિક એસિડને કંટ્રોલ કરવા માટેનું અસરકારક વસ્તુ છે. ચાલો તો તેના થોડાક ફાયદાઓ અને ઉપયોગ કરવાની રીત વિશે જાણી લઈએ. 

યુરિક એસિડ બોડીમાં બનતું ટોક્સિન છે જે બધાની બોડિમાં બને છે. જેને કિડની ફિલ્ટર કરીને સરળતાથી યુરિન દ્વારા બોડી માંથી બહાર કાઢે છે. જ્યારે કિડની યુરિક એસિડને બહાર કાઢવામાં અસમર્થ રહે છે ત્યારે, તે સાંધામાં જમા થવા લાગે છે. યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે ડાયેટ ખૂબ જ અસરકારક સાબિત થાય છે.ડાયેટમાં અમુક ખાસ મસાલાઓનું સેવન કરવાથી યુરિક એસિડને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. હળદર એક એવો મસાલો છે જે યુરિક એસિડને કંટ્રોલ કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આવો એક્સપર્ટ પાસેથી જાણીએ કેવી રીતે હળદરનું સેવન યુરિક એસિડને કંટ્રોલ કરે છે. 

હળદર કેવી રીતે યુરિક એસિડને કંટ્રોલ કરે છે:- હેલ્થલાઇન મુજબ, હળદર શરીરમાં યુરિક એસિડના સ્તરને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. હળદરમાં આયુર્વેદિક ગુણ જોવા મળે છે જે બીમારીઓથી લડવામાં ખૂબ જ ફાયદાકારક હોય છે. હળદર એક એવો મસાલો છે જે હાઇ યુરિક એસિડને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.  હળદર કિડનીને હેલ્થી રાખે છે. હળદરનો પાવડર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એક્સપર્ટ મુજબ, એક દિવસમાં 8 ગ્રામ હળદર ખૂબ જ જરૂરી છે. હળદરના એંટીઓક્સિડેંટ ગુણ યુરિક એસિડ હાઇ થવાને કારણે થતાં હાડકાં અને સાંધાના દુખાવાથી રાહત અપાવે છે.હાઇ યુરિક એસિડમાં હળદરનું સેવન કેવી રીતે કરવું:- હળદર એક એવો મસાલો છે જેમાં કરક્યુમીન નામનો ગુણ રહેલો હોય છે. જે સોજાથી લડે છે. તેમાં એન્ટિ-ઇમ્ફ્લેમેટરી અને એન્ટિબાયોટિક ગુણ પણ હોય છે જે સાંધાના દુખાવાથી રાહત પહોંચાડે છે. હળદર વાળું દૂધ પીવાથી હાઇ યુરિક એસિડને કંટ્રોલ કરવામાં અને બ્લડ પ્રેશરને મેંટેન કરવામાં ઘણી મદદ મળે છે. તે બેક્ટેરિયાને દૂર રાખીને પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે.

દૂધમાં હળદર નાખવાથી હાઇપરયુરિસીમિયાના કારણે પગમાં થતાં સોજા મટે છે. તમે હળદર વાળા દૂધમાં એક ચપટી મરી પાવડર મિક્સ કરીને પણ તેનું સેવન કરી શકો છો. આમ હળદરનું સેવન તમારા યુરિક એસિડને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ સિવાય હળદરનું સેવન બીજી અનેક રીતે ફાયદો પહોંચાડે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment