તમારા ઘરમાં રોજ ખવાતી આ વસ્તુ ગંદા કોલેસ્ટ્રોલથી છે ભરપુર, મોટાભાગના લોકો ખાય છે બે મોઢે… જાણો કોલેસ્ટ્રોલની સમસ્યામાં શું ખાવું, શું ન ખાવું…

આપણા શરીરની અંદર સારું અને ગંદુ એમ બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. આમાં સારા કોલેસ્ટ્રોલ નું પ્રમાણ જો વધુ હોય તો તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. પણ જયારે શરીરમાં ગંદુ કોલેસ્ટ્રોલ વધી જાય છે ત્યારે અનેક પ્રકારની બીમારીઓ જન્મ લે છે. આથી જયારે આપણા શરીરમાં ગંદુ કોલેસ્ટ્રોલ વધે ત્યારે હૃદયને લગતી બીમારી, સ્ટ્રોક, તેમજ બીજી અનેક આડ અસરો થાય છે. આથી શરીરમાં ગંદા કોલેસ્ટ્રોલ ને બહાર કાઢવું ખુબ જ જરૂરી છે. આ ગંદા કોલેસ્ટ્રોલને કારણે નસમાં લોહી જામવા લાગે છે અને હૃદયને લોહી મળતું બંધ થઇ જાય છે જેને કારણે હાર્ટ એટેક નું જોખમ વધે છે. 

ગંદુ કોલેસ્ટ્રોલ એક જીવલેણ પદાર્થ છે, જે નસોને બ્લોક કરી દે છે. ડોક્ટરની ભાષામાં તેને એલડીએલ કોલેસ્ટ્રોલ કહેવામા આવે છે. તેના વધવાથી બ્લડ સર્ક્યુલેશન અટકી જાય છે અને હ્રદયની બીમારી થવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે, દરેક ઘરમાં ખાવામાં આવતી વસ્તુઓમાં ગંદુ કોલેસ્ટ્રોલ ઠૂસીને ભરેલું હોય છે.શરીરમાં ગંદુ કોલેસ્ટ્રોલ શા કારણે વધે છે?:- ફૂડમાં ગંદા અને સારા ફૈટ હોય છે. તેને ખાવાથી જ ગંદુ અને સારું કોલેસ્ટ્રોલ બને છે. ઔસ્ટ્રેલિયાના રાજ્યની સરકારી હેલ્થ વેબસાઇટ મુજબ, સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફૈટ ગંદા કોલેસ્ટ્રોલનું કારણ બને છે. જેના કારણે શરીરમાં હ્રદય, મગજ અને નસોની ઘણી સમસ્યાઓ થઈ જાય છે. આપણે સૌ ઘણા એવા ફૂડસ નું સેવન કરીએ છીએ જેમાં ગંદા કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ખુબ જ વધુ હોય છે. પણ જો આ વસ્તુઓ પ્રત્યે થોડું જાગૃત રહેવાની જરૂર છે. 

ઘીમાં હોય છે ગંદુ કોલેસ્ટ્રોલ:- આપણે સૌ ઘી નું સેવન કરીએ છીએ પણ જો ઘી નું સેવન વધુ પ્રમાણમાં કરવામાં આવે તો ખરાબ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધી શકે છે. NHS ના સેચ્યુરેટેડ ફૈટની લીસ્ટમાં સૌથી પહેલું નામ ઘીનું આવે છે. કારણ કે તેમાં 50 ટકાથી વધારે સેચ્યુરેટેડ ફૈટ રહેલું હોય છે, જે ગંદુ કોલેસ્ટ્રોલ બનાવે છે. હેલ્થલાઇન મુજબ, 14 ગ્રામ ઘીમાં લગભગ 9 ગ્રામ સેચ્યુરેટેડ ફૈટ હોય છે.શું ઘી ખાવું છોડી દેવું જોઈએ?:- ઘીમાં સેચ્યુરેટેડ ફૈટ સિવાય હેલ્થી ફેટ્સ, વિટામિન એ, વિટામિન ઇ, વિટામિન કે અને પ્રોટીન જેવા પોષકતત્વો પણ હોય છે જે શરીર માટે જરૂરી છે. માટે ડાયેટમાંથી ઘીને સાવ બહાર પણ ન કરવું જોઈએ. તમે દરરોજ સીમિત માત્રામાં ઘી ખાઈને ગંદા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકો છો. આથી તમારે ઘીનું સેવન કરવાનું છોડવાનું નથી પણ સીમિત માત્રામાં સેવન કરવું. 

એક દિવસમાં કેટલું ઘી ખાવું જોઈએ?:- આમ તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તમારે અમુક પ્રમાણમાં જ ઘી નું સેવન કરવું જોઈએ. યુકેની હેલ્થ ગાઈડલાઇન મુજબ, 19 થી 64 વર્ષના સ્વસ્થ પુરુષ એક દિવસમાં 30 ગ્રામ સુધી સેચ્યુરેટેડ ફૈટનું સેવન કરી શકે છે. તેમ જ તે જ ઉંમરની મહિલાઓ એક દિવસમાં 20 ગ્રામ સેચ્યુરેટેડ ફૈટ લઈ શકે છે. તેના આધારે એક દિવસમાં ઘીની માત્રા નિર્ધારિત કરી શકાય છે. જોકે, પોતાના માટે ડોક્ટરની સલાહ લેવી બેસ્ટ રહે છે. આ ફૂડ્સથી બિલ્કુલ દૂર રહેવું:- માખણ, કેક, બિસ્કિટ, બૈકન, ચીઝ, પેસ્ટ્રીઝ, આઇસ્ક્રીમ, મિલ્કશેક, ચોકલેટ.

કોલેસ્ટ્રોલને બહાર કાઢનારા ફૂડ્સ:- જો શરીરમાં ગંદુ કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો, તમારે ડાયેટમાં લસણ, ભીંડો, રીંગણાં, બીન્સ, ડુંગળી જેવા ફાઈબર અને હેલ્થ ફૈટ વાળી વસ્તુઓ ખાવી જોઈએ. કારણ કે હેલ્થી ફૈટ શરીરમાં ગંદુ કોલેસ્ટ્રોલ નષ્ટ કરવામાં મદદ કરે છે અને ફાઈબર તેને ખેંચીને બહાર કાઢે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment