લોહીમાં ભળી ગયેલું યુરિક એસિડ કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ વગર આવી જશે કાબુમાં… ખાવા લાગો આ વસ્તુ… આજીવન નહિ થાય યુરિક એસિડના દુખાવા…

મિત્રો તમે જાણો છો કે આજની ખાણીપીણી અને ફાસ્ટ લાઈફ સ્ટાઈલના કારણે આપણા સ્વાસ્થ્યની તંદુરસ્તી જળવાતી નથી. અને શરીરને કેટલીક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાં યુરિક એસિડ વધી જવું એ પણ એક ગંભીર સમસ્યા છે જેનાથી અનેક લોકો પરેશાન રહે છે. યુરિક એસિડ એક એવો ખરાબ પદાર્થો હોય છે જે આપણા લોહીમાં ઉપલબ્ધ હોય છે.

આ ત્યારે બને છે જ્યારે આપણું શરીર પ્યુરીન કેમિકલને તોડે છે. મોટાભાગના કિસ્સામાં યુરિક એસિડ લોહીમાં જ ભળી જાય છે અને કિડની માંથી પસાર થઈને યુરીન દ્વારા બહાર નીકળી જાય છે. ખાદ્ય પદાર્થો અને પીણા જેમાં પ્યુરીનનું પ્રમાણ વધારે હોય છે તેનું સેવન કરવાથી પણ શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી જાય છે જેમ કે – સીફૂડ એટલે કે વિશેષ રૂપે સેલ્મન, લોબસ્ટર, ઝીંગા વગેરે. લાલ માંસ, અંગ માંસ જેમ કે લીવર, ફૂડ અને ડ્રીન્કસ જેમાં ફ્રુટોઝની માત્રા વધારે હોય.જ્યારે શરીરમાં યુરિક એસિડનું લેવલ વધે છે તો તેનાથી હાયપરયુરિસિમીયા નામની બીમારીનો સામનો કરવો પડે છે. હાઈપરયુરિસીમિયાના કારણે શરીરમાં હાજર યુરિક એસિડ ક્રિસ્ટલ ના રૂપમાં બનવા લાગે છે. આ ક્રિસ્ટલ સાંધામાં જામી જાય છે. જેનાથી ગઠીયો વા, સંધિવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. જ્યારે આ ક્રિસ્ટલ કિડનીમાં સેટ થઈ જાય છે તો તેનાથી કિડનીમાં પથરી ની સમસ્યાનો સામનો કરવો પડે છે.

જો શરીરમાં યુરિક એસિડની સમસ્યાનો સમય પર ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો તેનાથી હાડકા સાંધા અને પેશીઓને નુકસાન થઈ શકે છે. સાથે જ તેના કારણે કિડનીના રોગ અને હૃદય રોગની સમસ્યાનો પણ  સામનો કરવો પડે છે. સ્વાસ્થ્યવર્ધક આહાર અને જીવન શૈલીમાં બદલાવ કરીને તમે શરીરમાંથી યુરિક એસિડના સ્તર ને ઘટાડી શકો છો. જો તમને પણ યુરિક એસિડ ની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જે તમારા લોહીમાં હાજર ગંદા યુરિક એસિડને ફિલ્ટર કરવામાં મદદ કરશે. તો આવો જાણીએ તેના વિશે વિસ્તારપૂર્વક.

1) ઓછી ફેટ વાળા ડેરી ઉત્પાદકો:- એવી ઘણી બધી વસ્તુઓ છે જેને ગઠીયા ની સમસ્યાથી સંઘર્ષ કરતા લોકો માટે ઓછી ખાવી જોઈએ કે બિલકુલ જ બંધ કરી દેવી જોઈએ. જોકે કેટલીક એવી વસ્તુઓ પણ છે જે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો ઓછી ફેટવાળા ડેરી ઉત્પાદકોનું સેવન કરે છે તેમના શરીરમાં યુરિક એસિડનુ સ્તર ઓછું હોય છે. કેલ્શિયમ યુક્ત વસ્તુઓને ડાયટમાં શામેલ કરવાથી હાડકા મજબૂત બને છે અને તેનાથી ગઠિયા વા ની સમસ્યા પણ ઓછી થાય છે.2) ઓમેગા 3 ફેટી એસિડ:- માછલીમાં ઓમેગા 3 ફેટી એસિડ ઉપલબ્ધ હોય છે જેને ડાયટમાં સામેલ કરવું એક સારો વિકલ્પ છે. પરંતુ કેટલાક સી ફૂડમાં પ્યુરીનનું પ્રમાણ વધારે હોય છે. જોકે જે લોકોને ગઠિયાવાની સમસ્યા રહેતી હોય તેમને સંપૂર્ણ રીતે સી ફૂડ થી દૂર રહેવાની જરૂરત નથી. તમે આ બધી વસ્તુઓનું સેવન ઓછા પ્રમાણમાં કરી શકો છો.

3) વિટામીન સી:- ઘણા અભ્યાસમાં એ વાત સામે આવી છે કે વિટામીન સી નું સેવન કરવાથી યુરિક એસિડ લેવલ ને ઘટાડી શકાય છે. ડાયટમાં વિટામીન સી અને સીટ્રિક ફ્રુટ્સ ને સામેલ કરવાથી ગઠીયાવા ની સમસ્યાથી છુટકારો મળી શકે છે.4) વનસ્પતિ આધારિત ખાદ્ય પદાર્થ:- વનસ્પતિ આધારિત ખોરાકને ડાયટમાં સામેલ કરવાથી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં તમે વધુથી વધુ માત્રામાં ફળ શાકભાજી કઠોળનું સેવન કરી શકો છો. તેના સિવાય આખું અનાજ પણ તમારે તમારા ડાયટમાં સામેલ કરવું જોઈએ.

5) પ્રોટીન:- લોહીમાં હાજર ગંદા યુરિક એસિડને ફિલ્ટર કરવા અને તેના લેવલને ઘટાડવું જરૂરી છે તેથી તમે ઓછા ફેટ વાળી વસ્તુઓને ડાયટમાં શામેલ કરો. વિશેષ રૂપે જરૂરી છે કે તમે ઓછા સેન્ચ્યુરેટેડ ફેટ યુક્ત વસ્તુઓને ડાયટમાં સામેલ કરો. લાલ માસમાં સેંચુરેટેડ ફેટનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે તેની જગ્યાએ ચિકન, ટર્કી, માછલી અને ટોફુ પ્રોટીનના ખૂબ જ સારા વિકલ્પ છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment