આ જંગલી ફળ ખાવાથી યુરિક એસિડ, કોલેસ્ટ્રોલ, ગઠીયાના દુખાવા લોહીની કમી જેવી બીમારીઓ થશે ગાયબ… નહિ આવે ક્યારેય હાર્ટએટેક…

મિત્રો આપણે કદાચ ગોરસ આમલી ખાધી હશે. ખાસ કરીને તેના બી ફોલવાની મજા આપણે નાનપણમાં લીધી હશે. જો કે આ ગોરસ આમલી પોષક તત્વોની બાબતે પણ ખુબ સારી માનવામાં આવે છે. આજે આપણે આ લેખમાં ગોરસ આમલીના કેટલાક ફાયદાઓ વિશે જાણીશું. 

સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર ગોરસ આમલી દેખાવમાં જલેબી જેવી હોય છે અને જંગલોમાં જોવા મળે છે. તે માટે તેને જંગલી જલેબી પણ કહેવામા આવે છે. તે બીજા ઘણા નામે ઓળખાય છે જેમકે, ગોરસ આમલી, ગંગા જલેબી વગેરે. તે ફૈબેસી પ્રજાતિની હોય છે. અંગ્રેજીમાં પણ ગોરસ આમલીના ઘણા નામ છે જેમકે, મદ્રાસ થ્રોન, પીથેસેલોબીયમ ડલ્સ, ગુઆમૂચીલ.

ગોરસ આમલી અંદરથી સફેદ અને ઉપરથી લીલી અને પાક્યા પછી લાલ થાય છે. ખાવામાં તે મીઠી અને તૂરી હોય છે. આ ફળ મૂળ મેક્સિકોનું છે અને મોટાભાગે દક્ષિણ પૂર્વી એશિયામાં જોવા મળે છે. ગોરસ આમલીનું ઝાડ કાંટાળા બાવળના રૂપમાં ઊગે છે. આ ઝાડમાં એપ્રિલ અને મે મહિનામાં ફળ આવે છે.તે ઘણા પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમાં આયારણ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેડ, વિટામિન સી અને પ્રોટીન જેવા તત્વો જોવા મળે છે. સાથે જ તેમાં રાઈબોફ્લેવિન હોય છે. ગોરસ આંબલી ઘણા ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. જે ઘણી સમસ્યાઓ દૂર કરવામાં લાભદાયી સાબિત થઈ શકે છે. 

ગોરસ આમલીમાં રહેલા પોષકતત્વો:- ગોરસ આમલીના સેવનથી શરીરને ઘણા પોષકતત્વો મળી શકે છે. ચાલો જાણીએ 100 ગ્રામ ગોરસ આમલીમાં રહેલા પોષકતત્વો વિશે. કેલોરી- 78 Kcal, પાણી- 77.8%, પ્રોટીન- 3%, ફૈટ- 0.4%, કાર્બ્સ- 18.2%, ફાઈબર-1.2%, કેલ્શિયમ- 13mg, ફૉસ્ફરસ- 42mg, આયરન- 0.5mg, સોડિયમ- 19mg, પોટેશિયમ- 222mg, વિટામિન સી- 133mg.

ગોરસ આમલીના ફાયદા:-

1) ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ:- ગોરસ આમલી એંટીઓક્સિડેંટથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન સી જોવા મળે છે, જે રોગપ્રતિકાક ક્ષમતાને વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. વિટામિન સી આપણા શરીરમાં એક સારા એવા એન્ટિ-ઓક્સિડેંટની જેમ કાર્ય કરે છે. આ એન્ટિ-ઓક્સિડેંટ રોગ પ્રતિકારક ક્ષમતાને બુસ્ટ કરે છે. જેનાથી શરીરમાં હાનિકારક મુક્ત કણોથી લડવાની ક્ષમતા વધે છે. ઇમ્યુનિટી બુસ્ટ થવાથી તમે ઘણી સંક્રામક બીમારીઓથી લડી શકો છો. 

2) કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે:- ગોરસ આમલીમાં રહેલ વિટામિન સી ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં આપની મદદ કરી શકે છે. સાથે જ તે ગુડ કોલેસ્ટ્રોલ લેવલને વધારવામાં આપણી મદદ કરે છે. વિટામિન સી સિવાય ગોરસ આમલીમાં પોટેશિયમ વધારે હોય છે, જે હ્રદયના રોગીઓ માટે ફાયદાકારક હોય છે. એવામાં હ્રદય રોગીઓ ગોરસ આમલીનું સેવન કરી શકે છે. તે તેમના માટે એક સારું ફળ સાબિત થઈ શકે છે.3) સોજો મટાડે છે:- જંગલી જલેબીમાં એન્ટિ-ઇમ્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે. જે બ્લડમાં યુરિક એસિડના સ્તરને ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે. એટલું જ નહિ, ગોરસ આમલીના સેવનથી તમે સંધિવાના લક્ષણોને પણ ઓછા કરી શકો છો. 

4) એનીમિયાથી લડવામાં મદદરૂપ:- ગોરસ આમલીનું સેવન કરવાથી તમારા શરીરમાં આયરનની ઉણપ ઓછી થાય છે. વાસ્તવમાં, ગોરસ આમલીમાં આયરન સાથે વિટામિન સી રહેલું હોય છે. જે એનીમિયાની સમસ્યા દૂર કરવામાં તમારી મદદ કરી શકે છે.5) ડાયાબિટીસના રોગીઓ માટે ફાયદાકારક:- ગોરસ આમલીના પાંદડાના રસમાં એન્ટિ-ડાયાબિટીક ગુણ હોય છે. એવામાં ડાયાબિટીસના દર્દીઓ માટે ગોરસ આમલી ફાયદાકારક સાબિત થઈ શકે છે. જોકે, એક્સપર્ટની સલાહ પછી જ તેનું સેવન કરવું જોઈએ.

ગોરસ આમલીના અન્ય ફાયદાઓ:- ગોરસ આમલીમાં પોટેશિયમ રહેલું હોય છે, જે તમારી માંસપેશીઓને રિલેક્સ કરે છે. સાથે જ માંસપેશીઓની સમસ્યાઓને દૂર કરવામાં તમારી મદદ કરે છે. ગોરસ આમલીમાં સ્ટ્રેસ અને ચિંતા વિકૃતિને દૂર કરવાનો ગુણ હોય છે. તે આપણા શરીરમાં રહેલ સ્ટ્રેસ હાર્મોનને ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. ગોરસ આમલીમાં વિટામીન બી2 રહેલું હોય છે, જે શરીરમાં ઑક્સીજન સ્તરને સારું કરે છે. 

તેના સેવનથી તમારી સ્કીન ગ્લો કરી શકે છે, કારણ કે તે તમારા શરીરમાં ઑક્સીજન અને બ્લડ ફ્લો સારું કરવામાં તમારી મદદ કરે છે. તે ફ્રી-રેડિકલ્સ અને એન્ટિમાઈક્રોબિયલ ગુણોથી ભરપૂર છે. તે સિવાય ગોરસ આમલી ખાવાના અન્ય ફાયદાઓ થઈ શકે છે જેમકે, આંખો માટે હેલ્થી, બ્લડ સેલ્સ સારા કરવામાં અસરકારક, બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદરૂપ વગેરે.કઈ રીતે સેવન કરવું ગોરસ આંબલીનું:- ગોરસ આમલી અન્ય ફળોની જેમ ફોલિને ખાઈ શકાય છે, તેની અંદર આમલીની જેમ કાળો બી હોય છે, જેને ખાધા પછી ફેંકી દેવો. તે સિવાય ઘણા લોકો તેને સૂકવીને કે મુરબ્બો બનાવીને પણ ખાય છે. દાંતનો દુખાવો અને મોંમાં ચાંદા પડે ત્યારે તેના પાવડર અને મુરબ્બાનું સેવન કરવામાં આવે છે. 

ગોરસ આમલી ખાવાના નુકસાન:- ગોરસ આમલીમાં ઘણા ઔષધિય ગુણ રહેલા હોય છે, પરંતુ અમુક સ્થિતિમાં તેના ઉપયોગ કે સેવનથી બચવું જોઈએ, જેમકે- ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ તેનું સેવન ન કરવું જોઈએ. સ્તનપાન કરાવનારી મહિલાઓએ ગોરસ આમલીના સેવનથી બચવું જોઈએ. ગોરસ આમલી સ્વાસ્થ્ય માટે લાભદાયી થઈ શકે છે. તે ઘણા પોષકતત્વોથી ભરપૂર હોય છે. પરંતુ તેનું સેવન કરતા પહેલા એક વખત ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment