આજીવન નહિ થાય ગેસ, એસિડીટી, હરસ, મસા અને પાચનની સમસ્યા… ફક્ત 1 ગ્લાસ પિય લ્યો… જીવો ત્યાં સુધી રોગો રહેશે દુર…

આપણા ઘરમાં જ ઉપલબ્ધ એવી ઘણી વસ્તુઓ છે જે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં, અનેક બીમારીઓની સારવાર રૂપે ઉપયોગી હોય છે. પરંતુ આપણને તેની જાણ હોતી નથી. ઘરમાં જ ઉપલબ્ધ એવી વસ્તુઓમાં પાણી છે જે આપણા જીવન અને સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. પાણી એક એવી વસ્તુ છે જેના વગર જીવન શક્ય જ નથી. માત્ર પાણી પીવું જ એકલું જરૂરી નથી હોતું પરંતુ શરીરમાં તેનું સ્તર પણ અમુક માત્રા સુધી હોવું જ જોઈએ.

સામાન્ય રીતે આખા દિવસ દરમિયાન આઠ થી દસ ગ્લાસ પાણીનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે અતિ લાભદાયક બને છે. અને તેમાંય જો તાંબાના વાસણનું પાણી પીવામાં આવે તો એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. જો સવારમાં નરણા કોઠે તાંબાના વાસણનું પાણી પીવામાં આવે તો આયુર્વેદ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે તાંબાનું પાણી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ખૂબ જ મહત્વનું અને અત્યંત લાભદાયક છે. આયુર્વેદમાં તાંબાના વાસણના પાણીને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.આજની ફાસ્ટ લાઈફ સ્ટાઈલ અને અસંતુલિત ભોજન ના કારણે નાની ઉંમરમાં જ ગઠીયા વા જેવી સમસ્યાઓ હેરાન કરે છે. આ સમસ્યાને દૂર કરવા માટે તાંબાનું પાણી ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. તાંબાના પાણીમાં રહેલા ગુણો શરીરનું યુરિક એસિડ ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેના કારણે ગઠીયો વા અને સાંધાના દુખાવામાં ઘણી જ રાહતનો અહેસાસ થાય છે.

તાંબાના કોઈ પણ વાસણમાં એટલે કે જગ લોટો કે ગ્લાસમાં ઓછામાં ઓછું પાણીને આઠ કલાક સુધી ભરીને રાખવું. ત્યારબાદ આ પાણી પીવાથી સ્વાસ્થ્યમાં અનેક પ્રકારના ગજબના લાભ પ્રાપ્ત થાય છે. આ પાણી પીવાથી બેક્ટેરિયાનો નાશ થાય છે. તાંબુ એક એવી ધાતુ છે જે શરીરને અનેક રોગો સામે લડવા માટે સક્ષમ બનાવે છે.1) તાંબાનું પાણી પીવાથી શરીરમાં રહેલા અનેક પ્રકારના ઝેરીલા તત્વોને બહાર કાઢવામાં મદદ મળે છે. તાંબાના વાસણમાં આખી રાત માટે રાખવામાં આવતા પાણીને તામ્રજલ કહેવાય છે. અત્યારે માર્કેટમાં ખૂબ જ સરળતાથી તાંબાના બોટલો પણ મળે છે. જેને આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ.

2) તાંબાના લોટાનું પાણી પીવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. તણાવના કારણે શરીર પર દબાણ વધે છે અને તણાવમાં રહેતા વ્યક્તિને હૃદય રોગનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં તાંબાના લોટાનું પાણી  પીવાથી તણાવને દૂર કરવામાં મદદ મળે છે અને લોહીમાં રહેલું ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. જેથી હૃદય રોગ ની બીમારી થતી નથી. આમ તામ્રપાણી હૃદયના રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે.3) તામ્ર પાણી પીવાથી ઝાડા, કમળો, મરડો અને બીજા એવા બેક્ટેરિયા વાળા તમામ રોગો ને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. તાંબાના વાસણમાં એન્ટી ઇન્ફલેમેટ્રી ગુણ હોય છે જેનાથી દુખાવામાં રાહત થાય છે. લોહીની કમી દૂર કરવા માટે તાંબાનું પાણી અતિ ફાયદાકારક છે. મોટાભાગે મહિલાઓમાં લોહીની કમી વધુ જોવા મળે છે. તેથી આવી સ્થિતિમાં તાંબાનું પાણી મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે. કારણ કે તાંબામાં જરૂરી એવા દરેક પોષક તત્વો હાજર હોય છે. તાંબાનું પાણી  આ પોષક તત્વોને શરીરમાં અવશોષિત કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. તાંબાનું પાણી લોહીની કમી અને લોહીના દરેક વિકારોને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

4) જો ત્વચા પર કરચલીઓ પડી હોય તો તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી તેને દૂર કરવામાં મદદ મળે છે. ત્વચા લચી પડતી નથી અને ડેડ સ્કીન પણ નીકળી જાય છે. ચહેરામાં ચમક આવી જાય છે અને ચહેરો હંમેશા યુવાન દેખાય છે. તાંબામાં એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે જે ચહેરાના ડાઘ ધબ્બાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. અને ત્વચા પર રક્ષણાત્મક કવચનું કામ કરે છે. ત્વચા પર બજારમાં મળતા કેમિકલ યુક્ત પ્રોડક્ટ વાપરવાની જગ્યાએ નિયમિત રૂપે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી કોઈપણ આડ અસર થતી નથી અને ચહેરામાં નિખાર આવી જાય છે અને ત્વચા સ્વસ્થ રહે છે.5) વજન ઘટાડવા માટે પણ તાંબાનું પાણી ખૂબ જ અસરકારક છે. જો તમે કસરત કરવાની સાથે જ તાંબાના વાસણમાં રાખેલું પાણી પીશો તો તમારા શરીરમાં વધારાની ચરબી બળી જાય છે. શરીરની દરેક નબળાઈને દૂર કરે છે. ગેસની સમસ્યામાં નિયમિત રૂપે જો તાંબાના વાસણ નું પાણી પીવામાં આવે તો રાહત મળે છે. આયુર્વેદ પ્રમાણે શરીરમાં રહેલા કચરાને અને ઝેરીલા તત્વો બહાર કાઢવામાં તાંબાનું પાણી ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે તાંબાનું પાણી ખૂબ જ ફાયદાકારક છે.

6) એનિમીયાના રોગમાં તાંબાનું પાણી ખૂબ જ મદદરૂપ થાય છે. કારણ કે એનિમિયા થવાનું મુખ્ય કારણ શરીરમાં તાંબાની કમી છે. તેથી એનીમિયાનો રોગ થયો હોય તો તાંબાનું પાણી પીવું જોઈએ.

7) કેન્સરના કોષોને લડવા માટે તાંબાનું પાણી ખૂબ જ મદદરૂપ થાય છે. કારણ કે તાંબાના વાસણમાં રાખેલું પાણી કફ, વાત, પિત્ત જેવી સમસ્યાઓને દૂર કરવામાં અત્યંત અસરકારક છે. આ પાણીમાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોવાથી આ દરેક રોગ સામે લડવામાં શક્તિ પ્રદાન કરે છે. હાડકાને મજબૂતી પ્રદાન કરવામાં પણ તાંબાનું પાણી ઉપયોગી છે. અને રોગપ્રતિકારક ક્ષમતા પણ વધારવામાં મદદરૂપ થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment