આ 4 વસ્તુ ક્યારેય ખાલી પેટ ન ખાતા, નહિ તો આંતરડાની હાલત થઇ જશે ખરાબ… જાણીને ચોંકી જશો…

મિત્રો આપણે શું ખાવું જોઈએ અને શું નહીં, તે આપણી પસંદ પર નિર્ભર કરે છે. પરંતુ પસંદ આપણી નહીં પરંતુ આપણા આંતરડા નક્કી કરે છે. દરેક વ્યક્તિના આંતરડાની ક્ષમતા અલગ અલગ હોય છે. તેથી કોઈ વ્યક્તિને કંઈક પસંદ હોઈ શકે છે તો કોઈ વ્યક્તિને ન પણ હોઈ શકે. આતરડા જે વસ્તુને સરળતાથી પચાવી દે તે વસ્તુઓ વધારે પસંદ હોય છે. પરંતુ કેટલાક વ્યક્તિઓના આંતરડા બધી વસ્તુઓને પચાવવામાં અસમર્થ હોય છે.

કેટલાક ખાદ્ય પદાર્થો એવા હોય છે જેથી વધારે એસિડ બને છે જેના કારણે આંતરડા સરળતાથી ગ્રહણ નથી કરી શકતા. તેથી એવા ખાદ્ય પદાર્થને ખાવાથી પેટમાં અલગ પ્રકારની પ્રક્રિયાઓ થાય છે જેના કારણે પેટમાં દુખાવો થઈ શકે છે. જ્યારે કેટલાક લોકોને પેટમાં દુખાવો થાય છે ત્યારે ખબર નથી રહેતી કે તેમને દુખાવો કેમ થઈ રહ્યો છે. સ્વસ્થ ભોજન આપણા માટે જરૂરી છે પરંતુ કેટલાક હેલ્થી ફૂડ પણ આપણને નુકસાન પહોંચાડી શકે છે.ન્યુટ્રિશિયનિસ્ટ નું જણાવવું છે કે હેલ્થ આપણા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આંતરડામાં જ ભોજનને તોડવામાં આવે છે અને તેનાથી આવશ્યક પોષક તત્વોને કાઢવામાં આવે છે. જો આંતરડામાં સારા બેક્ટેરિયાની કમી હોય તો પેટમાં ગેસ બ્લોટીંગ અને અન્ય સમસ્યાઓ થવા લાગે છે. કેટલાક ફૂડમાં એટલું વધારે ફાઇબર હોય છે કે તે પેટમાં દુખાવાનું કારણ બની જાય છે.

આ ફૂડને ખાવાથી થશે પેટમાં દુખાવો:-

1) ઇનુલિન પાઉડર:- ફાઇબર ના નામ પર આજે બજારમાં ઘણી બધી વસ્તુઓ વેચાવા લાગી છે. તેમાંથી જ એક  ઇનુલીન પાવડર છે. તેમાં વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે જેથી પેટમાં પચવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે. ઇનુલીન એક પ્રકારનું  ફ્રુક્ટોલિગોસેકરાઇડ છે જે આંતરડા સહન કરી શકતું નથી.  એટલા માટે તેને ખાધા પછી પેટમાં દુખાવો થવા લાગે છે.2) કાચા શાકભાજી:- કેટલાક લોકો સવાર સવારમાં કાચા શાકભાજી જેમકે ટામેટા, કાકડી વગેરે ખાવા લાગે છે પરંતુ તમારે સમજવું જોઈએ કે કાચા શાકભાજીમાં સેલ્યુલોઝ હોય છે જેને પચાવવા માટે આપણા આંતરડામાં એન્જાઈમ નથી હોતું. આવી સ્થિતિમાં આપણા આંતરડામાં સારા બેક્ટેરિયા તેને પચાવે છે. પરંતુ જો સારા બેક્ટેરિયા ઓછા હોય તો આ વસ્તુઓને પચાવવામાં મુશ્કેલી થાય છે. તેનાથી ગેસ અને બ્લોટીંગ ની સાથે પેટમાં દુખાવો પણ થઈ શકે છે. 

3) સફરજન:- સફરજન માં ખૂબ જ વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે. જોકે દરરોજ એક સફરજન ખાવાથી ડોક્ટર પાસે જવાથી બચી શકાય છે, પરંતુ કેટલાક લોકોને સફરજન ખાધા બાદ પણ પેટ ફૂલી જાય છે. કારણકે આતરડા વધારે ફાઇબરને સહન નથી કરી શકતા. આ ફ્રુકટોજ મેલાએબ્જૉબ્સન એટલે કે સહનશક્તિની બહારની વસ્તુ છે. એવામાં પેટનો દુખાવો થવા લાગે છે. જો પેટમાં સારા બેક્ટેરિયા વધારે હોય તો ધીરે ધીરે આ રીતના ફુડ લેવા જોઈએ.4) સ્વીટનર:- અનેક અધ્યયનોમાં એ સાબિત થઈ ચૂક્યું છે કે ડાયાબિટીસના દર્દીઓને સ્વીટનર ફાયદા ની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. વધારે સ્વીટનર નો ઉપયોગ કરવાથી પેટ ફુલવાની સમસ્યા થઈ શકે છે. અને પેટમાં દુખાવો પણ થઈ શકે છે. ઘણા બધા લોકોના આંતરડા સ્વીટનરમાં હાજર પોલીઓલ્સ રસાયણને સહન નથી કરી શકતા. તેથી પેટમાં દુખાવો થવા લાગે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment