અપનાવો આ ઘરેલું ઉપાય…છાતી અને ગળામાં જમા થયેલો કફ એક જ દિવસમાં કાઢી નાખશે બહાર…જામેલા કફનો 100 ટકા અસરકારક આયુર્વેદિક ઉપાય

મિત્રો હવે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. આ ઋતુની શરૂઆત થતા જ લોકોને શરદી કફ અને ઉધરસ ની સમસ્યા શરૂ થઈ જાય છે. શ્વાસ થી જોડાયેલી બીમારીઓના દર્દીઓમાં કફ થવાની ગંભીર તકલીફ થાય છે. તેના કારણે દર્દીના ગળામાં દુખાવો, સ્વાદની કમી અને માથાનો દુખાવો અને બેચેની જેવી સમસ્યાઓ ને સહન કરવી પડે છે. કફ વધવાથી તમને નિમોનીયા જેવા ગંભીર સંક્રમણનો પણ સામનો કરવો પડી શકે છે.

ગળા અને છાતીમાં જામેલા કફ ને બહાર કાઢવા માટે આયુર્વેદિક રીતોનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સદીઓથી આયુર્વેદિક ઔષધીઓનો ઉપયોગ કરીને લોકો શરીરમાથી કફની સમસ્યાને દૂર કરે છે. આ સમસ્યાને દૂર કરવા માટે કયા આયુર્વેદિક ઉપચાર નો ઉપયોગ કરી શકાય છે તે જાણવા માટે આ લેખને અંત સુધી વાંચતા રહો.કફ ના આયુર્વેદિક ઉપચાર:- છાતી કે ગળામાં કફ જામવાની પાછળ અનેક કારણો જવાબદાર છે. આ સમસ્યા એસિડ રિફ્લક્ષ, દમ કે અસ્થમા, બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને પીઓપીડી, ફાઇબ્રોસીસ જેવી સમસ્યાઓનું કારણ હોઈ શકે છે. છાતી કે ગળામાં કફને દૂર કરવા માટે આયુર્વેદિક ઔષધીઓનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. આ ઔષધીઓનો ઉપયોગ કરીને તમે કફને સરળતાથી બહાર કાઢી શકશો.

1) ખદિરા:- છાતી કે ગળામાં જામેલા કફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ખદિરા નો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. ખદિરામાં હાજર ગુણ કફ અને પીત દોષને ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે. શરદી, ઉધરસ અને કફ માં પણ આનો ઉપયોગ ઔષધીના રૂપે કરવામાં આવે છે. છાતી કે ગળામાં જામેલા કફને દૂર કરવા માટે આનાથી કોગળા કરવાથી ખૂબ જ ફાયદો થાય છે.

2) કાચી હળદર:- કાચી હળદર નો ઉપયોગ આયુર્વેદમાં ઔષધીના રૂપે કરવામાં આવે છે. આમાં હાજર એન્ટિસેપ્ટિક, એન્ટીઇમ્ફલેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણ અનેક સમસ્યાઓમાં ફાયદાકારક હોય છે. કફ દૂર કરવા માટે હળદરમાં હાજર કર્કયુમીન નામનું કમ્પાઉન્ડ ખૂબ જ ઉપયોગી હોય છે. કાચી હળદર નો રસ કાઢીને તેના કેટલાક ટીપા ગળામાં નાખો. આ સિવાય તેને નવશેકા ગરમ પાણીમાં નાખીને કોગળા કરો. આમ કરવાથી તમને કફની સમસ્યાથી છુટકારો મળશે.

3) મધ અને લીંબુ:- મધ અને લીંબુનું કોમ્બિનેશન આયુર્વેદમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ બંનેમાં હાજર ગુણોના કારણે તેનો ઉપયોગ ઔષધી રૂપે પણ કરવામાં આવે છે. એક ચમચી મધમા એક ચમચી લીંબુનો રસ મેળવીને તેને ગરમ પાણીમાં નાખીને પીવો. આમ કરવાથી કફની સમસ્યાથી છુટકારો મળશે.4) તુલસી અને આદુ:- તુલસી અને આદુ બંનેનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધી રૂપે કરવામાં આવે છે. તુલસી અને આદુ બંનેમાં હાજર ગુણ શરીર માટે ખૂબ જ લાભદાયક હોય છે. એક ચમચી તુલસીના પાનના રસમાં એક ચમચી આદુનો રસ મેળવો અને તેને ગરમ પાણી કે મધમા મેળવીને પીવો. આમ કરવાથી છાતી અને ગળામાં જામેલા કફને  સરળતાથી દૂર કરી શકાશે.

5) વચા:- ગળા અને છાતીમાં જામેલા કફને કાઢવા માટે વચા નો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક હોય છે. આયુર્વેદમાં વચા નો ઉપયોગ અત્યંત શક્તિશાળી જડીબુટ્ટી ના રૂપમાં કરવામાં આવે છે. ઉધરસ અને કફની સમસ્યામાં વચાનો ઉકાળો પીવાથી ખૂબ જ ફાયદો મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment