રોજ પાણી પીવા સમયે આટલું કરશો તો આજીવન નહિ થાય તાવ, કફ અને બ્લોકેજ નસોનો પ્રોબ્લેમ… શરીર રહેશે આજીવન નિરોગી….

મિત્રો એવું કહેવાય છે કે જળ એ જ જીવન છે, સ્વાસ્થ્યથી જોડાયેલી અનેક સમસ્યાઓનો ઈલાજ એકલું પાણી છે. સ્વસ્થ રહેવા માટે ડોક્ટર પણ ભરપૂર પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપે છે. સારા સ્વાસ્થ્ય માટે, દિવસમાં 4 થી 5 લિટર પાણી પીવું જોઈએ. શરીરમાં જો પાણી પર્યાપ્ત માત્રામાં હશે તો શરીરના દરેક અંગ વ્યવસ્થિત રીતે કામ કરશે. દરરોજ સવારે ગરમ પાણી પીવાથી લોહીનું પરિભ્રમણ વધે છે.

આપણા વડવાઓ પણ સવારમાં ઉઠીને પાણી પીવાની સલાહ આપે છે અને તેના સ્વાસ્થ્યથી જોડાયેલા ફાયદા પણ ગણાવે છે. એવામાં નિષ્ણાતો માને છે કે જો તમે પીવા માટે ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણી કે હૂંફાળા પાણીનો આગ્રહ રાખશો તો આ તમારા શરીર માટે અનેક ઘણુ પ્રભાવકારી બનશે. તો આવો જાણીએ કે ગરમ પાણી પીવાથી આપણા શરીરને કયા કયા ફાયદા થાય છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરવો.1) રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત બનાવે:- બદલાતી ઋતુમાં સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે દરરોજ સવારમાં ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવો. તેનાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. તેનું નિયમિત સેવન કરવાથી ઉધરસ, શરદી, કફ વગેરે પણ દૂર રહે છે. જો તમારા ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું હોય અને ખાસ કરીને ખરાશ આવી ગઈ હોય તો ગરમ પાણીનું સેવન કરવાની સલાહ ડોક્ટર પણ આપે છે. અસ્થમા, આંચકી, ગળામાં દુખાવો જેવા રોગોમાં પણ ગરમ પાણી ફાયદાકારક છે. ગરમ પાણી શરીરમાંથી ઝેરીલા તત્વો બહાર કાઢવામાં ખૂબ ઉપયોગી છે. ખાલી પેટ પર ગરમ પાણી પીવાથી પેશાબના રોગો પણ મટે છે.

2) વજન ઘટાડવામાં ફાયદા કારક:- જો તમે વજન ઘટાડવા માટે જીમ માં કલાકો સુધી પરસેવો વહાવી રહ્યા હોય અને ડાયટિંગ કરી રહ્યા હોય તો તમને જણાવી દઈએ કે જો તમે તમારા ડાયટમાં ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણીને સમાવેશ કરશો તો તમારું વજન ઝડપથી ઘટી શકે છે. તેના માટે તમે દરરોજ સવારમાં 1 થી 2 ગ્લાસ હુંફાળું પાણી પીવો અને ત્યારબાદ જ દિવસની શરૂઆત કરો. તેના સેવનથી શરીરમાં થી હાનિકારક ટોકસીન બહાર નીકળી જાય છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેના કારણે અકારણ ભૂખ પણ નથી લાગતી અને વજન ઘટવા લાગે છે.ખાલી પેટ પર દરરોજ સવારે 1/2 લીંબુ અને એક ચમચી મધ ગરમ પાણીમાં પીવાથી શરીર પાતળું થાય છે.3) સાઇનસ ની સમસ્યામાં રાહત:- જો તમને સાઇનસ ની જૂની સમસ્યા હોય અને કેટલાય દિવસો સુધી નાક બંધ અને માથાના દુખાવાથી પરેશાન હોય તો સવારમાં એક ગ્લાસ ગરમ પાણી પીવાની આદત રાખવી જોઈએ. આમ કરવાથી સાયનસ ના લક્ષણોમાં પણ ઘટાડો જોવા મળે છે અને ખૂબ જ રાહત પણ થાય છે.

4) દાંતના દુખાવામાં ફાયદાકાર:- જો તમે દાંત અને પેઢામાં દુખાવાથી પરેશાન રહેતા હોય તો દરરોજ સવારમાં ગરમ પાણી પીવાની આદત બનાવી લેવી જોઈએ. તેનાથી તમારા દાંત લાંબા સમય સુધી સ્વસ્થ રહેશે અને સોજામાં પણ આરામ મળશે. ગરમ પાણી પીતી વખતે એ વાતનું હંમેશા ધ્યાન રાખવું કે પાણી વધારે ગરમ ન હોય, આમ થવા પર આ દાતો ના દંતવલ્કને નુકસાન પહોંચાડી શકે છે.

5) પાચનતંત્રમાં ફાયદાકારક:- જો તમને દરરોજ કબજિયાત અને અપચાની સમસ્યા રહેતી હોય તો તમે તમારા ખાવા પીવામાં કેટલાક બદલાવ કરો. સૌથી પહેલા તો પીવા માટે હૂંફાળા પાણીને દિનચર્યામાં સામેલ કરો. આવું તમે એક અઠવાડિયા સુધી કરીને જુઓ. 1 એમજી પ્રમાણે ગરમ પાણી પીવાથી રક્તવાહિકાઓ પહોળી થઈ જાય છે અને દાંતોમાં રક્તનો પ્રવાહ વધી જાય છે જેનાથી પાચનતંત્ર સારી રીતે કામ કરવા લાગે છે.ગરમ પાણીના પ્રયોગથી એસીડીટીની સમસ્યા પણ નથી થતી. તાવ માટે ગરમ પાણી પીવું વધારે ફાયદાકારક છે. પાણી ઉકાળો અને ચોથા ભાગનું પાણી બળી જાય એટલે બાકીનું વધેલું ગરમ ​​પાણી લેવાથી તાવ, કફ અને શરીરના પિત્ત દૂર થાય છે. દરરોજ સવારે, રાત્રે અને જમ્યા પછી ખાલી પેટ પર ગરમ પાણી પીવાથી પેટની સમસ્યા દૂર થાય છે અને ગેસ જેવી સમસ્યા નજીક પણ આવતી નથી.

6) ડીટોક્ષની પ્રક્રિયામાં મદદરૂપ:- ગરમ પાણી પીવાથી શરીરનું તાપમાન વધી જાય છે અને શરીરમાંથી પરસેવો વધારે નીકળવા લાગે છે. પરસેવાના માધ્યમથી શરીરમાં હાજર હાનિકારક ટોક્સિન શરીરમાંથી સરળતાથી બહાર નીકળી જાય છે. જો તમે હુંફાળા પાણીમાં લીંબુ કે ગ્રીન ટી નાખીને પીવો છો તો આ શરીરની અંદર ટોક્સિનને સરળતાથી બહાર કાઢી શકે છે.

ઘણા લોકો ભૂખ ઓછી થવાની ફરિયાદ કરે છે. આ સમસ્યા મોટે ભાગે પેટની સફાઇના અભાવને કારણે થાય છે. જ્યારે તમને ભૂખ ન લાગે, ત્યારે લીંબુનો રસ અને મીઠું નાખીને ગરમ પાણી પીશો તો તે તમને ફાયદો કરશે. ગરમ પાણી પીવાથી ચહેરા પર ઝડપથી કરચલીઓ આવતી નથી અને ચહેરાનો ગ્લો પણ રહે છે. ગરમ પાણી પીવાથી તમારા હેરફોલને પણ રોકી શકાય છે.7) દુખાવો અને સોજામાં રાહત:- જો તમારા પેટમાં દુખાવો, માથામાં દુખાવો કે શરીરમાં કોઈ મસલ્સમાં દુખાવો થતો હોય તો તમે ગરમ પાણીનો પ્રયોગ કરો. તેને પીવાથી દુખાવામાં તો રાહત મળશે જ, માસ પેશીઓના સોજામાં પણ આરામ થશે. મોટી સંખ્યામાં લોકો સંધિવા અને સાંધાનો દુખાવાથી પીડાય છે. જે લોકોને સાંધાનો દુખાવો, માંસપેશીઓ, સંધિવા વગેરેની ફરિયાદ હોય છે, તેઓએ સવારે ખાલી પેટ પર એક ગ્લાસ ગરમ પાણી પીવાની આદત બનાવવી જોઈએ. તેનાથી તમને થોડા દિવસોમાં રાહત મળશે.

8) પિરિયડ્સ ના દુખાવામાં રાહત:- દર મહિને થતા પિરિયડ્સમાં તમે દુખાવાથી પરેશાન રહેતા હોય તો તમે ગરમ પાણીની મદદથી આ સમસ્યાને દૂર કરી શકો છો. તમે ગરમ પાણીને દર કેટલાક કલાકમાં ચા ની જેમ પીવો. પેટમાં શેક થશે અને કળતરમાં રાહત થશે.9) કબજિયાતમાં ફાયદાકારક:- જો તમે દરરોજ સવારમાં ખાલી પેટે ગરમ પાણી પીવાની આદત રાખશો તો તેનાથી કબજિયાતથી સરળતાથી છૂટકારો મળશે. એટલું જ નહીં મળ ત્યાગની પ્રક્રિયા પણ સરળ બની જાય છે. તેથી જો તમે સવારમાં ચા કે કોફીની જગ્યાએ એક ગ્લાસ ગરમ પાણી નું સેવન કરશો તો આ  દરેક કિસ્સામાં તમને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે.

10) ત્વચામાં ચમક ચમક આવે:- ઘણા લોકો ભૂખ ઓછી થવાની ફરિયાદ કરે છે. આ સમસ્યા મોટે ભાગે પેટની સફાઇના અભાવને કારણે થાય છે. જ્યારે તમને ભૂખ ન લાગે, ત્યારે લીંબુનો રસ અને મીઠું નાખીને ગરમ પાણી પીશો તો તે તમને ફાયદો કરશે. ગરમ પાણી પીવાથી ચહેરા પર ઝડપથી કરચલીઓ આવતી નથી અને ચહેરાનો ગ્લો પણ રહે છે. ગરમ પાણી પીવાથી તમારા હેરફોલને પણ રોકી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment