આ 3 લોકો માટે ખજુરનું સેવન બની શકે છે ખતરા સમાન, ખાતા પહેલા જાણી લ્યો કોને કોને ખજુરથી રહેવું જોઈએ દુર… 90% નથી જાણતા…

પૌષ્ટિક તત્વોથી ભરપૂર દરેક ડ્રાયફ્રુટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આવું જ એક ડ્રાયફ્રુટ ખજૂર છે જે ગુણોનો ખજાનો છે. આ ખાવામાં જેટલું સ્વાદિષ્ટ હોય છે તેટલું જ સ્વાથ્ય માટે પણ લાભદાયક છે. ખજૂરમાં અનેક પ્રકારના એન્ટિઓક્સિડન્ટ્સ ઉપલબ્ધ હોય છે જે અનેક બીમારીઓથી લડવામાં આપણી મદદ કરે છે. ખજૂરમાં વધુ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેડ હોય છે જે ઇન્સ્ટન્ટ એનર્જી આપવાનું કામ કરે છે.

100 ગ્રામ ખજૂરમાં 75 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હાજર હોય છે. તેના સિવાય આમાંથી 277 કેલરી એનર્જી મળે છે. ખજૂરમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ, આયર્ન, વિટામીન b6 અને પુષ્કળ પ્રમાણમાં ફાઇબર ઉપલબ્ધ હોય છે.આટલું પૌષ્ટિક હોવા છતાં ખજૂર ની કેટલીક આડઅસર પણ હોય છે. ખજૂરનું વધારે સેવન કરવાથી એલર્જી અને પેટમાં દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે. રીસર્ચમાં ખજૂરના સેવનને લઈને એક અલગ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિસર્ચમાં દાવો પણ કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ કે ખજૂરનું સેવન કઈ પરિસ્થિતિઓ માં ન કરવું જોઈએ.

આ સ્થિતિમાં ખજૂરનું સેવન ન કરવું જોઈએ:- 

1) એલર્જી:- વેબએમડી ની ખબર પ્રમાણે વધારે ખજૂર ખાવાથી કેટલાક લોકોને એલર્જી થઈ શકે છે. કેટલાક લોકોમાં ખજૂરમાં વધુ પ્રમાણમાં ઉપલબ્ધ થતાં સલ્ફાઈડના કારણે એલર્જી થઈ શકે છે. તો કેટલાક લોકોને વધારે ખજૂર ખાધા બાદ આંખોમાં ખંજવાળ, વધારે પાણી પડવું અને લાલાશ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી જો તમને ખજૂર ખાધા બાદ એલર્જી થાય તો તુરંત જ તેનાથી દુરી બનાવી લેવી.

2) વજન ઘટાડવામાં ફાયદા કારક નથી:- વેબએમડી ના રિપોર્ટ પ્રમાણે માત્ર બે સૂકા ખજૂર થી 110 કેલેરી એનર્જી મળે છે. આ શરીરમાં ઇન્સ્ટન્ટ એનર્જી તો આપે છે પરંતુ વજન ઘટાડવા માટે આદર્શ વસ્તુ નથી. જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો ખજૂરનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ. ખજૂરના વિકલ્પમાં તમે બીજું કોઈ ડ્રાયફ્રુટનું સેવન કરી શકો છો, જેમાં આટલા જ પૌષ્ટિક તત્વો મળી શકે છે પરંતુ વધારે કેલરી ન હોવી જોઈએ.3) લો બ્લડ સુગર:- એનસીબીઆઈના એક રિસર્ચ પ્રમાણે ખજૂરનું વધુ સેવન હાયપોગ્લાઈસેમિયા (hypoglycemia) ના લક્ષણને વધારે છે. હાયપોગ્લાઈસેમિયા એટલે લોહીમાં બ્લડ સુગરનું પ્રમાણ આવશ્યકતા કરતા વધારે ઓછું થઈ જવુ. રિસર્ચ પ્રમાણે જ્યારે કેટલાક લોકો પર તેના માટે પ્રયોગ કરવામાં આવ્યો હતો ત્યારે જાણવા મળ્યું કે કેટલાક લોકોને એ વાતની ફરિયાદ રહે છે કે ખજૂર ખાધા બાદ બેચની અને અપચો થવા લાગ્યો. જ્યારે આ વાતની તપાસ કરવામાં આવી તો તેનાથી બ્લડ સુગર લેવલ ખૂબ જ ઓછું થઈ ગયું. તેની સાથે જ તેમનામાં ઊંઘ ની કમી, ધ્રુજારી પણ થવા લાગી અને પરસેવો પણ થવા લાગ્યો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment