બ્લડ પ્રેશરના રોગીઓ ખાઈ લ્યો આ વસ્તુ, વગર દવાએ હાઈ બીપી રહેશે આજીવન કંટ્રોલમાં…

મિત્રો ડ્રાયફ્રુટ નું સેવન સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ડ્રાયફ્રુટ્સમાં હેલ્ધી ફેટની સાથે જ ઓમેગા 3 ફેટી એસિડ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ડાયટરી ફાઇબર, કેલ્શિયમ, કોપર, આયર્ન, વિટામીન A, C, E, K જેવા જરૂરી પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે. તેના સિવાય આમાં એન્ટિઓક્સિડન્ટ અને ફાઈટોન્યુટ્રીએન્ટસ પણ સારા પ્રમાણમાં હોય છે. જેનાથી આ ન માત્ર શરીરને જરૂરી પોષણ પ્રદાન કરવામાં મદદરૂપ થાય છે પરંતુ સ્વાસ્થ્યને અનેક લાભ પ્રદાન કરવાની સાથે જ અનેક ગંભીર બીમારીઓના જોખમને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે.

ન્યુટ્રીસનિસ્ટ અને ડાયટીશિયન નું માનીએ તો હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ડ્રાયફ્રુટ નું સેવન કરવું ખૂબ જ લાભદાયક છે. ડ્રાયફ્રુટ્સમાં એવા અનેક પોષક તત્વો હાજર હોય છે જે હાઈ બ્લડ પ્રેશરને ઘટાડવામાં અને બ્લડ પ્રેશરને સામાન્ય સ્તર પર જાળવી રાખવામાં મદદ કરે છે. આજે અમે આ લેખના માધ્યમથી તમને બ્લડપ્રેશરને નિયંત્રિત કરવા માટે એવા પાંચ ડ્રાયફ્રુટ વિશે જણાવીશું જેથી તમે બીપી ને નિયંત્રિત કરી શકો.હાઈ બ્લડ પ્રેશરમાં કયા ડ્રાયફ્રુટ ખાવા જોઈએ:-

1) સૂકા આલુ (Dried Prunes):- ડાયટિશીયન ના જણાવ્યા પ્રમાણે સૂકા આલુમા પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હાજર હોય છે. જેનાથી આ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં અત્યંત લાભદાયક છે. તમે આખી રાત્રે પલાળેલા સૂકા આલુ ને સવારમાં સેવન કરી શકો છો. તમે બ્રેકફાસ્ટ કે સવારે ખાલી પેટે દૂધની સાથે સૂકા આલુનું સેવન કરી શકો છો.

2) સૂકા અંજીર (Dried Figs):- સૂકા અંજીરમાં ડાયટરી ફાઇબર, મેગ્નેશિયમ, પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેનાથી આ બ્લડ પ્રેશર ના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયક છે. તમે આખી રાત માટે સૂકા અંજીરને પલાળીને સવારમાં તેનું સેવન કરી શકો છો.

3) કાજુ (Cashew):- કાજુ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલ ને વધારવામાં મદદ મળે છે. સાથે જ તેમાં સોડિયમનું સ્તર પણ ઓછું હોય છે અને પોટેશિયમનું સારું પ્રમાણ હાજર હોય છે. જેથી હાઈ બીપી નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે.

4) બદામ (Almonds):- બદામમાં આલ્ફા ટોકોફેરોલ નામનું સંયોજન હાજર હોય છે જે શરીરમાં બ્લડ પ્રેશર નું સામાન્ય સ્તર જાળવી રાખવા માટે ઓળખાય છે. તેના સિવાય આ હેલ્ધી ફેટ અને વિટામિન ઈ નો સારો સ્ત્રોત છે. તેથી હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે બદામનું સેવન ખૂબ જ લાભદાયક છે. તમે આખી રાત માટે સાત થી આઠ પલાળેલી બદામનું સવારમાં સેવન કરી શકો છો.5) પિસ્તા (Pistachio):- પીસ્તામાં એન્ટિઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં કેલેરી ઓછી હોય છે સાથે જ આ ફાઇબરથી ભરપૂર હોય છે. જો તમે દરરોજ એક મુઠ્ઠી પિસ્તા નું સેવન કરો છો તો તેનાથી ન માત્ર બ્લડપ્રેશર નિયંત્રિત રહેશે પરંતુ બીજા અનેક સ્વાસ્થ્ય લાભ પણ મળશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment