માત્ર એક ગ્લાસથી લોહીની કમી અને કોલેસ્ટ્રોલ બંને આવી જશે કંટ્રોલમાં, જાણો 5 મિનીટમાં બનાવવાની રીત… થશે અઢળક ફાયદા…

મિત્રો બીટ સલાડના રૂપમાં ખાવામાં જેટલું ફાયદાકારક હોય છે તેનાથી વધારે ફાયદો તેનું જ્યુસ બનાવીને પીવામાં મળે છે. બીટમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે કે જે શરીરને અનેક બીમારીઓથી લડવામાં મદદ કરે છે. તેની સાથે જો તમે તેનું નિયમિત સેવન કરશો તો બીટ તમને સ્વસ્થ અને ફિટ રાખવામાં ખૂબ જ મદદ કરી શકે છે. બીટ લોહી વધારવાની સાથે જ શુગર, બીપીને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. તેની સાથે બીટનું જ્યુસનું સેવન કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.

જો તમે દિવસની સ્વસ્થ શરૂઆત કરવા ઈચ્છતા હોવ તો બીટના જ્યુસ થી શ્રેષ્ઠ વિકલ્પ બીજો કોઈ ન હોઈ શકે. બીટનું જ્યુસ બનાવવા માટે બીટ સિવાય સફરજન, ગાજર, ટામેટાનો પણ ઉપયોગ કરી શકાય છે. આ ફળ જ્યુસની પૌષ્ટિકતા વધારવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. તો આવો ઝટપટ પાંચ મિનિટમાં જ બની જતું બીટના જ્યુસની એકદમ સરળ રીત જાણી લઈએ.બીટનું જ્યુસ બનાવવા માટેની સામગ્રી:- બીટ – 1, સફરજન – 1/2, ટામેટું – 1, ગાજર -1, આદુનો ટુકડો – ½ ઇંચ, શેકેલું જીરું – ¼ ટી સ્પુન, ચાટ મસાલો – ½ ટી સ્પુન, સંચળ – ¼ ટી સ્પુન, સાદુ મીઠુ – સ્વાદ પ્રમાણે

બીટનું જ્યુસ બનાવવાની રીત:- દિવસની સ્વસ્થ શરૂઆત કરવા માટે બીટનું જ્યુસ બનાવવા ઇચ્છતા હોય તો સૌથી પહેલા બીટ સહિત દરેક ફળ અને શાકભાજીને ધોઈ લો. ત્યારબાદ બીટ લો અને તેને છોલીને નાના નાના ટુકડામાં કાપી લો. ત્યારબાદ ના પણ ટુકડા કરી લો. હવે મિક્સર જાર લો અને તેમાં બીટ સહીત દરેક કાપેલા ફળ અને શાકભાજી નાખી દો. ત્યારબાદ શેકેલું જીરું, સંચળ, સ્વાદ પ્રમાણે સફેદ મીઠું અને દોઢ ગ્લાસ પાણી નાખી દો.ત્યારબાદ મિક્સર જારના ઢાંકણને બંધ કરી દો અને તેને ત્રણ થી ચાર વાર ગ્રાઇન્ડ કરતા દરેક સામગ્રીને પીસી લો. જ્યારે બધી વસ્તુઓ સરસ રીતે બ્લેન્ડ થઈ જાય તો એક વાસણમાં ગરણી મૂકીને તેમાં બીટનું જ્યુસ રેડી ને ગાળી લો. ગરણી ને દબાવતા બધું જ જ્યુસ કાઢી લો અને તેનો પલ્પ અલગ કરી દો. ત્યારબાદ બીટના જ્યુસ ને સર્વિંગ ગ્લાસમાં નાખી દો અને ઉપર થોડો ચાટ મસાલો છાંટી દો. ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક બીટનું જ્યુસ બનીને તૈયાર થઈ ચૂક્યું છે. તેને પીને દિવસની સ્વસ્થ શરૂઆત કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment