વજન અને ચરબીને સડસડાટ ઓગાળી દેશે આ લોટની રોટલી, વગર મહેનતે પાતળું થવું હોય તો જરૂર ખાવ… ગણતરીના દિવસોમાં મળશે પરિણામ…

આજના સમયમાં મોટાભાગના લોકો સ્થૂળતા થી પરેશાન રહે છે. સ્થૂળતા એ અનેક રોગોનું મુખ્ય કારણ હોય છે. લોકો એટલા માટે સ્થૂળતાને ઘટાડવા અને ફીટ રહેવા માટે અનેક પ્રકારના ઉપાયો અપનાવે છે. તેના માટે જીવનશૈલીમાં બદલાવની સાથે ડાયટમાં પણ બદલાવ કરવાની આવશ્યકતા છે. સ્થૂળતા ઘટાડવા માટે ઘણા વ્યક્તિ ખાવાનું જ છોડી દે છે, અને વળી, ઘણી એવી એક્સરસાઇઝને પોતાની દિનચર્યામાં સામેલ કરી લે છે.

આમ તો વજન ઉતારવા વાળા લોકોને રોટલી ઓછી ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ચણાની રોટલીઓ સ્થૂળતાને ઘટાડવામાં મદદરૂપ થાય છે. ચણામાં અનેક પૌષ્ટિક ગુનો હોય છે. તેમાં હાજર પોટેશિયમ, ફાઇબર, મેગ્નેશિયમ અને આયર્નની સાથે જ બીજા અનેક પોષક તત્વો હોય છે જે તમારી સ્થૂળતાને ઘટાડવાની સાથે જ તમને સ્વાસ્થ્યવર્ધક બનાવે છે. આગળ જાણીએ કે સ્થૂળતાને ઘટાડવા માટે તમે ચણાની રોટલી કેવી રીતે ખાઈ શકો છો.ચણાની રોટલી થી વજન રહે છે નિયંત્રિત:- જંક ફૂડ અને તળેલી-મસાલેદાર વસ્તુઓ ખાવાથી શરીરમાં બિનજરૂરી  ફેટ જમા થવા લાગે છે. ધીરે ધીરે સ્થૂળતા શરીરની દરેક કાર્યપ્રણાલીને અસર કરે છે. સ્થૂળતાના કારણે કોઈપણ કામ કરવામાં થાકનો અહેસાસ થાય છે. સાથે જ લોકોને કોઈપણ કામ કરવામાં મન નથી લાગતું. એવામાં લોકો પોતાના ડાયટમાં અનેક પ્રકારના બદલાવ કરીને વજનને નિયંત્રિત કરે છે.

વજનને નિયંત્રિત કરતી વખતે તમે ચણાને તમારા ડાયટ નો ભાગ બનાવી શકો છો. ચણાને તમે સીધા કે પલાળીને પણ ખાઈ શકો છો પરંતુ ચણામાંથી બનાવેલી રોટલી ને ખાવાથી પણ તમે ઝડપથી સ્થૂળતા દૂર કરી શકો છો. સ્થૂળતામાં ઘઉં માંથી બનેલી રોટલી ને ન ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ જો તમે ચણામાંથી બનાવેલી રોટલી નું સેવન કરશો તો તમે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી બચી જશો અને એવામાં તમને વજન વધવાનું પણ ટેન્શન નહીં રહે.ચણાની રોટલીમાં ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કોપર અને અન્ય પોષક તત્વો ઉપલબ્ધ હોય છે જે વજનને ઝડપથી ઘટાડે છે. ચણાની રોટલીમાં પાચન ક્રિયા મજબૂત થાય છે, તેનાથી તમે જો કંઈ પણ ખાવ છો તો તેનાથી તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ મળી જાય છે. ચણાની રોટલી થી તમે લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જેના કારણે તમે વારંવાર ખાવાની આદતથી બચી જાવ છો. વારંવાર ન ખાવાના કારણે તમે ઝડપથી વજનને નિયંત્રિત કરી શકો છો.

ચણાની રોટલી માંથી મળતા અન્ય ફાયદા:- ચણાની રોટલી માંથી તમને ઉચ્ચ પ્રમાણમાં ફાઇબર મળે છે. તેમાં હાજર પ્રોટીન વજનને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. વજન ઓછું થવાના કારણે શરીરનું કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે. જેથી હાર્ટ ડીસીઝ  થવાનું જોખમ ઓછું રહે છે. ફાઇબર અને પોલીઅનસેન્ચ્યુરેટેડ એસિડ શરીરના ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં મદદ કરે છે. તેથી ચણા ખાવાની સલાહ આપવામાં આવે છે.

ચણાના લોટમાંથી શું બનાવવું?:- ઘઉંની રોટલી ની જેમ જ તમે ચણાની રોટલીને શાક સાથે ખાઈ શકો છો. તેના સિવાય તમે ચણાના લોટમાંથી ચીલ્લા પણ બનાવી શકો છો. તેના માટે તમારે ચણાના લોટને લિક્વિડ પેસ્ટ બનાવી લેવાની છે. ત્યારબાદ તેમાં ડુંગળી, લસણ, મીઠું અને સ્વાદ પ્રમાણે મરચું નાખીને તેને સરસ રીતે મિક્સ કરી લો. હવે તવા પર શેકી લો. આ ચીલ્લા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment