આશક્તિશાળી પીણું શરીરના અનેક રોગો થશે ગાયબ, એકવાર અજમાવી જુઓ શરીર થઇ જશે દરેક રોગો મુક્ત…

મીત્રો તમેં કદાચ તમારી રસોઈમાં દરેક શાકભાજી બનાવવામાં હિંગનો ઉપયોગ કરતા હશો. જો કે રસોઈમાં હિંગનો ઉપયોગ કરવાથી તમને અનેક ફાયદાઓ થાય છે. તેનાથી તમારા પેટના રોગો દુર રહે છે. તેમજ બીજી અનેક રીતે હિંગ ખુબ જ લાભકારી ગણવામાં આવે છે. અહી આપણે હિંગના પાણીના સેવનથી થતા કેટલાક ફાયદાઓ વિશે જાણીશું. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે.  

હિંગના ફાયદાઓને જોતાં તેનો ઉપયોગ મોટાભાગના ખાદ્ય પદાર્થોમાં કરવામાં આવે છે. તે જ રીતે હિંગનું પાણી પણ લાભદાયી હોય છે. પ્રાચીન કાળથી જ લોકો ઘણી સમસ્યાઓથી બચવા માટે હિંગના પાણીનો ઉપયોગ કરતાં આવ્યા છે. આખરે હિંગના પાણીમાં એવા ક્યાં ગુણ હોય છે જે તેને આટલી ફાયદાકારક બનાવે છે. જાણવા માટે આ લેખને વાંચો. અહીં હિંગનું પાણી પીવાના ફાયદાઓ જ નહીં તેને બનાવવાની રીત અને તેનાથી થતાં નુકસાનની જાણકારી પણ આપવામાં આવી છે. સૌથી પહેલા જાણીએ હિંગનુ પાણી પીવાથી ક્યાં ક્યાં ફાયદાઓ થાય છે. 

1) પાચન માટે:- પાચનથી જોડાયેલી કોઈ પ્રકારની સમસ્યા હોય તો, તેનાથી રાહત મેળવવા માટે હિંગના પાણીનો ઉપયોગ કરી શકાય છે. એનસીબીઆઇની વેબસાઇટમાં પ્રકાશિત એક રિસર્ચમાં આ વાત પ્રમાણિત થઈ હતી. શોધ મુજબ, હિંગમાં ડાયઝેસ્ટિવ સ્ટીમૂલેન્ટ પ્રભાવ હોય છે. જે લાળ સ્ત્રાવ અને એંઝાઇમની ગતિવિધિ વધારી શકે છે. 

સાથે જ તે પિત્તના પ્રવાહને ઉત્તેજિત કરીને લિપિડમાં પાચન કરવામાં મદદ કરે છે. એટલું જ નહીં, બોઈલ એસિડનું સિક્રિશન પણ હિંગના પાણીથી વધી શકે છે, જે ભોજન પચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બસ તેના માટે હિંગને ગરમ પાણીમાં સરખી રીતે મિક્સ કરીને ઉપયોગ કરવાનો રહે છે.2) ચયાપચયમાં સુધારો:- હિંગનું પાણી પીવાના ફાયદામાં ચયાપચયને સારું બનાવવું પણ સમાવિષ્ટ છે. એક વૈજ્ઞાનિક રિસર્ચની વાત માનો તો, હિંગમાં મેટાબોલિક ગતિવિધિ હોય છે. આ ગતિવિધિ ચયાપચયને સારું કરવામાં મદદ કરી શકે છે. તે માટે પણ હિંગને નવશેકા પાણીમાં મિક્સ કરીને પીવાની રહે છે. શોધમાં જાણવા મળ્યું છે કે, નવશેકું પાણી પીવાથી મેટાબોલિક ગતિવિધિ સારી બની શકે છે. 

3) વજન ઘટાડવા માટે:- વજન ઘટાડવા માટે પણ હિંગનું પાણી પીવાના ફાયદાઓ જોવા મળે છે. આ સંબંધમાં પ્રકાશિત એક વૈજ્ઞાનિક અધ્યયન મુજબ, હિંગમાં એન્ટિ ઓબેસિટી અને ફૈટ લોવરિંગ અસર જોવા મળે છે. તેની મદદથી શરીરના વજનની સાથે જ ફૈટને પણ ઘટાડી શકાય છે. તેનાથી વજન કંટ્રોલ કરવામાં પણ મદદ મળી શકે છે. 

4) બ્લડ શુગરના સ્તરનું નિર્માણ:- હિંગનું પાણી બ્લડ શુગરને સંતુલિત કરી શકે છે. એક વૈજ્ઞાનિક રિસર્ચ મુજબ, હિંગને પાણીમાં મિક્સ કરીને સેવન કરવાથી રક્ત શુગરનું સ્તર ઓછું થાય છે. વાસ્તવમાં તેમાં હાઇપોગ્લાઇસેમિક અસર હોય છે, જેને બ્લડ શુગર ઘટાડવા માટે ઓળખવામાં આવે છે. તેનાથી ડાયાબિટીસના રોગીઓને ફાયદો પહોંચી શકે છે.5) કેન્સરથી બચાવ:- કેન્સરથી બચાવ કરવામાં હિંગનું પાણી અમુક હદે મદદરૂપ થઈ શકે છે. આ સંબંધમાં કરવામાં આવેલ વૈજ્ઞાનિક અધ્યયનમાં જોવામાં આવ્યું છે કે, હિંગ એક પ્રકારે એન્ટિ કેન્સરનું કામ કરી શકે છે. તેની મદદથી પેટ સંબંધી કેન્સરથી બચી શકાય છે. સાથે જ હિંગમાં કિમોપ્રિવેંટિવ એજન્ટ હોય છે. તેનાથી કેન્સરને વધતું અટકાવી શકાય છે. તે માટે હિંગને પાણીમાં ઓગાળીને પી શકાય છે. 

6) શરદીમાં રાહત:- હિંગનું પાણી પીવાથી શરદીમાં રાહત મેળવી શકાય છે. એક વૈજ્ઞાનિક શોધ મુજબ હિંગને શરદીના પારંપારિક ઈલાજ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તવમાં એન્ટિ-ઇમ્ફ્લુએંઝા અને એન્ટિ-વાઇરલ અસર હોય છે. જે વાઇરલ ઇન્ફેક્શનને અટકાવવાનું કામ કરે છે. શરદી પણ એક પ્રકારનું વાઇરલ ઇન્ફેક્શન જ હોય છે. આ જ કારણે હિંગના પાણીને શરદીમાં લાભદાયી ગણવામાં આવે છે.7) માથાનો દુખાવો મટાડવા માટે:- હિંગનું પાણી પીવાના ફાયદાઓમાં માથાના દુખાવાને પણ ગણવામાં આવે છે. તેનાથી જોડાયેલ એક મેડિકલ રિસર્ચમાં કહેવામા આવ્યું છે કે. હિંગને ઉત્તેજિત માત્રામાં પાણીમાં મિક્સ કરીને સેવન કરવાથી માઈગ્રેન અને માથાના દુખાવાથી રાહત મળે છે. ધ્યાન રહે કે, તેનું વધારે સેવન કરવાથી માથાનો દુખાવો થઈ શકે છે. માટે હિંગની માત્રા પર જરૂર ધ્યાન રાખવું. 

8) માસિક ધર્મમાં દુખાવાથી છુટકારો:- માસિક ધર્મમાં જો વધારે દુખાવો થાય તો હિંગના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. એક વૈજ્ઞાનિક અધ્યયનમાં કહેવામા આવ્યું છે કે, હિંગ ડીસામેનોરીયા એટલે કે, માસિક ધર્મમાં થતાં દુખાવાથી છુટકારો મેળવવામાં અસરકારક સાબિત થઈ શકે છે. 

હિંગનું પાણી બનાવવાની રીત અને સામગ્રી:- ચપટી જેટલો હિંગ પાવડર, અડધો ગ્લાસ પાણી. સૌથી પહેલા પાણીને થોડું ગરમ કરી લો. પછી આ પાણીમાં હિંગ પાવડર મિક્સ કરીને સરખી રીતે મિક્સ કરી લો. હવે થોડું ઠંડુ થાય એટલે તેનું સેવન કરી શકો છો.

હિંગનો ઉપયોગ ઘણી સમસ્યાઓમાં કરવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાની સૌથી સરળ અને અસરકારક રીત હિંગના પાણીનું સેવન કરવું છે. માત્ર તેને પાણીમાં સરખી માત્રમાં સેવન કરવું જોઈએ ત્યારે જ તેના ફાયદા જોવા મળે છે. તેને વધારે લેવાથી તેનાથી નુકસાન થઈ શકે છે. જો કે કોઈપણ વસ્તુનો સીમિત માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. નહી તો નુકશાન પણ થઇ શકે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment