છાતીની બળતરા અને પેટની એસિડીટી 2 મિનીટમાં મટાડી, પેટ પાચનના રોગો કરી દેશે ગાયબ… જાણી સેવનની રીત થશે 5 અદ્દભુત ફાયદા…

આજના સમયમાં જેવી તેવી ખાણીપીણીને કારણે લગભગ મોટાભાગના લોકોને ગેસ, એસીડીટી, અપચો જેવી સમસ્યા થતી હોય છે. એ સમયે તમે કોઈ દવાનું સેવન કરીને એસીડીટી દુર કરો છો. પણ તમે કેટલાક એવા ઉપાયો છે જેનાથી પેટની એસીડીટી ને તરત જ દુર કરી શકો છો. આજે અમે તમને એક એવા સુકા ફળ વિશે વાત કરીશું જેનું દરરોજ સેવન કરવાથી તમે હંમેશ માટે એસીડીટી થી છુટકારો મેળવી શકો છો. 

કોકમ એક ઔષધિય ફળ છે. જોવામાં આ ફળ સફરજનની જેવુ લાગે છે. તેને લાંબા સમયથી આયુર્વેદમાં સૂકવીને મસાલા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ફળ ગોવા અને ગુજરાતમાં ઉગાડવામાં આવે છે. કોકમની તાસીર ઠંડી હોય છે, માટે તેને પિત્ત દોષથી સંબંધિત બીમારીઓમાં વધારે ફાયદાકારક ગણવામાં આવે છે. એવામાં પેટમાં ગેસ, બળતરા, એસિડિટી મુખ્ય રૂપથી સમાવિષ્ટ છે.કોકમ જરૂરી વિટામિન જેવાકે વિટામિન એ, વિટામિન બી3, વિટામિન સી અને ખણીજો જેવાકે કેલ્શિયમ, આયરન, મેંગેનીઝ, પોટેશિયમ અને ઝીંકથી ભરપૂર હોય છે. તેમાં સારી માત્રામાં ફોલિક એસિડ, એસ્કાર્બિક એસિડ, એસિડિક એસિડ, હાઈડ્રોક્સી સાઈટ્રિક એસિડ અને ફાઈબર પણ હોય છે. જેના કારણે ન્યુટ્રિશનિસ્ટ આ ફળને વેઇટ લોસ, હાર્ટ ડીસીઝ જેવી હેલ્થ પ્રોબ્લેમથી બચાવ માટે પણ ખાવાની સલાહ આપે છે. 

કોકમ ખાવાથી મળે છે આ સ્વસ્થ ફાયદાઓ:- 

1) પાચનમાં સુધારો કરે છે:- જે લોકોને પાચન બરાબર નથી થતું તે લોકોને એસીડીટી ની સમસ્યા કાયમ માટે રહેતી હોય છે. આથી આવા લોકોએ જરૂરથી કોકમનું સેવન કરવું જોઈએ. સૂકું કોકમ એસિડ રિફ્લક્સ અને તેના અમુક લક્ષણો જેવાકે, હાર્ટબર્નને શાંત કરીને પાચનમાં સુધારો કરવા માટે પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન આયુર્વેદિક ચીકીત્સામાં સૂકા મેવાનો ઉપયોગ યુગોથી પાચનમાં મદદ કરવા અને એસિડિટીના કારણે પેટમાં થતી બળતરાને ઘટાડવા માટે કરવામાં આવે છે. એસિડિટીને અટકાવવાની સાથે સાથે ઈલાજ કરવા માટે આ સૂકા ફળનું જ્યુસ ભોજન બાદ લેવાની સલાહ આપવામાં આવે છે. 

2) વેઇટ લોસમાં મદદરૂપ:- કોકમના સેવનથી તમે વજન પણ ઓછો કરી શકો છો. કોકમમાં એચસીએ નામનું યૌગિક હોય છે. તે ભૂખને ઘટાડવાનું કામ કરે છે, જે વેઇટ લોસ જર્નીને સરળ બનાવી શકે છે. તેની સાથે જ તે કાર્બોહાઈડ્રેડને વસામાં બદલવાની પ્રક્રિયાને પણ નિયંત્રણમાં રાખે છે. તેનાથી બોડીમાં એકસ્ટ્રા ફૈટ બનવાનું જોખમ ઓછું થાય છે.

3) હાર્ટ ડીસીઝથી બચાવ:- કેલોરીમાં ઓછું અને ફાઈબરથી ભરપૂર હોવાને કારણે કોકમ હાર્ટ માટે ફાયદાકારક હોય છે. તે એક શક્તિશાળી એંટીઓક્સિડેંટ છે. સાથે જ તેમાં રહેલ મેગ્નેશિયમ, પોટેશિયમ અને મેંગેનીઝ જેવા ખનીજોની ઉપસ્થિતિના કારણે તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે, જે મોટાભાગે હાર્ટ ડીસીઝનું કારણ બને છે. 

4) કેન્સરમાં ફાયદાકારક:- કોકમનું સેવન કેન્સરના કોષોને પણ વિકસવા નથી દેતા. આ ફળનું સેવન કરવાથી કેન્સર થવાનું જોખમ ઓછું થાય છે. તેમાં એંટીઓક્સિડેંટની સાથે એન્ટિકાર્સિનોજેનિક ગુણ હોય છે, જે ફ્રી રેડિકલ્સને સાફ કરીને બોડીમાં સેલ્સના અસામાન્ય વિકાસને અટકાવે છે. 

5) ડાયાબિટીસ કંટ્રોલમાં રાખે છે:- કોકમમાં એન્ટિડાયાબિટીક ગુણ હોય છે. તે બોડીમાં ઇન્સુલિનના સ્તરને વધારીને લોહીમાં રહેલ વધારાની શુગરને ઘટાડવાનું કામ કરે છે. એવામાં ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે તેનું સેવન ફાયદાકારક છે. ડાયાબીટીસના દર્દી માટે પણ કોકમનું સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.  

6) અવસાદ અને તણાવ ઘટાડે છે:- કોકમમાં ફ્લેવોનોઈડ, હાઈડ્રોક્સીસિટ્રિક એસિડ, ગાર્સીનોલ અને એંથોસાયનીન હોય છે. તે બધા જ મસ્તીશ્ક્માં સેરોટોનીનના સ્તરને વધારવામાં યોગદાન આપે છે. આ ચિંતા અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે. કોકમના સેવનથી તમારો અવસાદ અને તણાવ પણ દુર થાય છે. અને મગજને શાંતિ મળે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment