શિયાળામાં આવતું આ સુપર ફળ ખાવાથી પેટ, આંતરડા સાફ કરી, વજન અને ડાયાબિટીસ થશે કંટ્રોલ… જીવો ત્યાં સુધી હાડકા અને ઇમ્યુનિટી રહેશે મજબુત…

મિત્રો આપણે સૌ ને દરેક પ્રકારના ફ્રુટ ભાવતા હોય છે. પણ દરેક ફ્રુટની પણ એક સીઝન હોય છે. જે મુજબ તમને માર્કેટમાં ફળો જોવા મળે છે. તેમજ જો સીઝન પ્રમાણે દરેક ફળ ખાવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય ફીટ રહી શકે છે. આવા જ એક ફ્રુટ છે જે શિયાળાનું ફળ કહેવાય છે. શિયાળામાં તમે જોતા હશો કે બજારમાં અનેક પ્રકારના બોર વેચતા હોય છે. તેનું સેવન કરવાથી તમને અનેક ફાયદાઓ થાય છે. 

જો તમારે સારી હેલ્થ અને ફિટનેસ મેળવવી હોય તો શિયાળાની રૂતુ સૌથી બેસ્ટ છે. કારણ કે, આ ઋતુમાં ઘણા એવા ફ્રૂટ્સ આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. બોર સ્વાદમાં ખાટામીઠા હોય છે અને સાથે જ તે પોષણથી પણ ભરપૂર હોય છે. હળવા લીલા રંગનું આ ફળ પાકી ગયા પછી લાલ ભૂખરા રંગનું થઈ જાય છે. બોરને ઘણી જગ્યાએ ચીની ખજૂરના નામથી પણ ઓળખવામાં આવે છે. ચીની બોરનો પ્રયોગ ઘણા પ્રકારની દવાઓ બનાવવામાં પણ કરવામાં આવે છે.એક ખબર મુજબ, બોરમાં કેલોરીની માત્રા ખૂબ ઓછી હોય છે પરંતુ તેમાં ઉર્જા ભરપૂર માત્રામાં મળે છે. બોરના પોષકતત્વોની જો વાત કરીએ તો, તેમાં વિટામિન, ખનીજ અને શર્કરા ભરપૂર માત્રામાં હોય છે. જો બોરનું સેવન સીમિત માત્રામાં કરવામાં આવે તો તેનાથી શરીરને ઘણા લાભ મળી શકે છે. ભારતમાં ઘણી જગ્યાએ બોરનું અથાણું અને મુરબ્બો પણ રાખવામા આવે છે. બોરમાં ઉચ્ચ માત્રામાં પોટેશિયમ, કેલ્શિયમ, રાઈબોફ્લેવિન અને થામીન જેવા તત્વો જોવા મળે છે. આવો બોર ખાવાના ફાયદાઓ વિશે જાણીએ.

1) એન્ટિઓક્સિડેંટથી ભરપૂર હોય છે:- બોરમાં ભરપૂર માત્રામાં એંટીઓક્સિડેંટ તત્વ જોવા મળે છે. તેમાં વિટામિન સી, ફ્લેવોનોઇડ્સ અને પોળી ફેનોલ્સ જેવા એન્ટિઓક્સિડેંટ ઉચ્ચ માત્રામાં જોવા મળે છે. તે શરીરને ફ્રી રેડિકલ્સથી થતાં નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. બોર ખાવાથી શરીરમાં આવતા સોજાને મટાડવામાં પણ મદદ મળે છે. સાથે જ તે હ્રદય રોગ જેવી બીમારીના જોખમને પણ મટાડે છે. 

2) ઇમ્યુનિટી બુસ્ટ કરે છે:- બોરમાં વિટામિન સી ઉચ્ચ માત્રામાં જોવા મળે છે. વિટામિન સી આપની રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. વિટામિન સી સફેદ રક્ત કેશિકાઓના ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સફેદ રક્ત કેશિકાઓ જ સંક્રમણથી લડવામાં મદદ કરે છે.3) આંતરડાની હેલ્થમાં ફાયદાકારક:- બોરમાં ફાઈબર ઉચ્ચ માત્રામાં જોવા મળે છે જે પાચનક્રિયાને મજબૂત બનાવે છે અને કબજિયાતની સમસ્યા દૂર કરે છે. હેલ્થ એક્સપર્ટનું માનો તો બોર આંતરડાઆ થતાં સોજાને મટાડવામાં મદદ કરે છે. 

4) વેઇટ મેનેજમેંટમાં ફાયદાકારક:- બોરમાં ફાઈબર તો ઉચ્ચ માત્રામાં જોવા મળે છે પરંતુ તેમાં કેલોરી ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળે છે. માટે જે લોકો વેઇટ ઘટાડવાનો પ્રયત્ન કરતાં હોય તેમના માટે આ એક રામબાણ ફળ છે. બોર ખાવાથી ભૂખ પણ ઓછી લાગે છે.

5) ડાયાબિટીસને કંટ્રોલ કરે છે:- ડાયાબિટીસના કેસ ઝડપથી વધી રહ્યા છે. અનહેલ્થી ડાયેટના કારણે સામાન્ય રીતે લોકો ટાઈપ 2 ડાયાબિટીસનો શિકાર થઈ જાય છે. જો તમે ડાયાબિટીસથી પીડિત હોય તો, બોરનું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં રહેલ ફાઈબર બ્લડ શુગર લેવલને વધતું અટકાવવામાં મદદ કરે છે અને તેનાથી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ પણ ઓછું થાય છે.6) હાડકાં માટે લાભદાયી:- સારી હેલ્થ અને ફિટનેસ માટે હાડકાંનું મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. જો તમે નિયમિત રૂપથી બોરનું સેવન કરો છો તો, તેનાથી ઓસ્ટીયોપોરોસિસ સંબંધિત સમસ્યા થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે. ઓસ્ટીયોપોરોસિસની સમસ્યામાં હાડકાં નબળા પડવા લાગે છે જેનાથી હાડકાં તૂટવાની અને ફ્રેકચર થવાની સંભાવના વધી જાય છે.   

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment