લાંબુ જીવવું હોય તો આજથી જ ખાવા લાગો આ ઔષધી સમાન આ સુપરફૂડ… આયુષ્ય વધારી શરીરને રાખશે એકદમ ફીટ…

મિત્રો લગભગ લોકો એવો પ્રયત્ન કરે છે કે તેઓ પોતાના ડાયટમાં દરેક પ્રકારના પોષક તત્વોને સામેલ કરે. પરંતુ ઘણીવાર આવું સંભવ નથી થઈ શકતું. ઘણા બધા ફુડ્સ એવા હોય છે જેમાં ફાઇબર કે પ્રોટીનનું પ્રમાણ તો ઘણું વધારે હોય છે પરંતુ તેમાં વિટામીન બિલકુલ પણ નથી હોતું. તેમજ કેટલીક વસ્તુઓમાં એન્ટિઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે, પરંતુ શરીરને જે મિનરલની જરૂર હોય છે તે નથી હોતા. એવામાં આજે અમે તમને કેટલાક એવા સુપર ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેથી તમે તમારા શરીરને જરૂરી દરેક પોષકતત્વો ની પૂર્તી કરી શકશો.

શું હોય છે સુપર ફુડ્સ:- સુપર ફુટ્સ તેને કહેવાય છે જેમાં પોષક તત્વો વધારે પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે તેનો મતલબ એ કે સુપર ફુડ્સ માં એવી શક્તિ ઉપલબ્ધ હોય છે જે તમારા શરીરમાં ઓછી કેલેરીની સાથે પોષક તત્વોનું પ્રમાણ પૂરું કરી શકે. સુપર ફુડ્સ માં ઉચ્ચ પ્રમાણમાં મિનરલ, વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ હોય છે. એન્ટિઓક્સિડન્ટ નેચરલ મોલેક્યુલ્સ (અણુ ) હોય છે જે ખાસ વસ્તુઓમાં ઉપલબ્ધ હોય છે. આ ફ્રી રેડીકલ્સથી આપણા શરીરને બચાવવામાં મદદ કરે છે.

દરરોજ કરો આ સુપર ફુટ્સનું સેવન:-

1) બ્લુબેરી:- બ્લુબેરીમાં ફાઇબર,મેગ્નેશિયમ, વિટામીન કે અને એન્ટિઓક્સિડન્ટ ઉપલબ્ધ હોય છે. આ આપણા બ્લડ પ્રેશરને ઘટાડવામાં અને હૃદય સંબંધિત બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.

2) ગોજી બેરી:- આમાં વિટામીન, ખનીજ, ફાઇબર, આયર્ન, કોપર, એમિનો એસિડ અને પ્રોટીન જેવા તત્વો ઉપલબ્ધ હોય છે. ગોજી બેરીમાં એન્ટિઓક્સિડન્ટ ગુણ પણ હાજર હોય છે. આ આપણી કિડની, લીવર અને આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.3) લીલા પાંદડા વાળા શાકભાજી:- પાલક અને કેળ જેવા લીલા પાંદડા વાળા શાકભાજીને પણ સુપરફુડ માનવામાં આવે છે તેમાં વિટામિન એ,સી,ઈ અને કે ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. તેની સાથે જ તેમાં આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ પણ હોય છે.

4) સૅલ્મોન માછલી:- સૅલ્મોન અને બાકી ફેટી ફિશ માં ઓમેગા 3 ફેટી એસિડ ઉચ્ચ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું થાય છે અને અસામાન્ય હૃદયના ધબકારા નું જોખમ પણ ઓછું રહે છે.5) નટ્સ:- અખરોટ અને બદામ જેવા નટ્સ પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીન નો સારો સોર્સ છે. તેમાં મોનોઅનસેન્ચ્યુરેટ ફેટ પણ હોય છે, જે હૃદય રોગના જોખમને દૂર કરવામાં મદદ કરે છે.

6) સિડ્સ:- સૂરજમુખી, કોળું,ચીયા સિડ્સ અને અળસીના બીજ ને એક સ્વસ્થ વિકલ્પ માનવામાં આવે છે. આને તમે સ્નેક્સની જેમ પણ ખાઈ શકો છો. આ બીજનું સેવન કરવાથી હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ની સમસ્યાથી છુટકારો મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment