ઉનાળામાં પીવો આ પાણી, આખું વર્ષ નહિ વધે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને પથરી જેવા રોગ…

મિત્રો આજના સમયમાં દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે પોતે નિરોગી જીવન જીવે. પરંતુ આ પ્રકારના જીવન માટે પોતાના ખાનપાન અને જીવનશૈલીમાં સુધારો કરવાની જરૂરિયાત બની રહે છે. જો તમે તમારા શરીરને સ્વસ્થ રાખવા ઈચ્છતા હોય તો નાળિયેર પાણીને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. આમ પણ ઉનાળાની ઋતુમાં શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે આપણે અનેક પ્રકારની વસ્તુઓને આપણા ડાયટમાં સામેલ કરીએ છીએ. શરીરને ઠંડક પ્રદાન કરતી વસ્તુઓમાં સર્વ શ્રેષ્ઠ નાળિયેર પાણી છે.

સડકના કિનારે લાગેલી નાળિયેર પાણીની લારીઓ પર તમે પણ તેનો આનંદ લુટીયો હશે. નાળિયેર પાણી માત્ર શરીરમાં ઠંડક નથી લાવતું પરંતુ આ એક શ્રેષ્ઠ એનર્જી બુસ્ટર પણ છે. તેની સાથે જ આ બ્લડ સુગરને નિયંત્રિત કરવા સહિત કિડની સ્ટોન ના જોખમને પણ ઘટાડવામા નાળિયેર પાણી અસરકારક સાબિત થાય છે. નાળિયેર પાણી પીવાથી ત્વચામાં પણ નિખાર આવે છે.નાળિયેર પાણી ઇલેક્ટ્રોલાઇટ અને ન્યુટ્રીયંટ્સ નો નેચરલ સોર્સ છે અને બોડીને હાઇડ્રેટ રાખવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. એક રિપોર્ટ પ્રમાણે નાળિયેર પાણીમાં પોષક તત્વોનો ભંડાર છે. તો આવો જાણીએ ઉનાળામાં નાળિયેર પાણી પીવાથી સ્વાસ્થ્યને થતા ફાયદા.

નાળિયેર પાણી પીવાના પાંચ મોટા ફાયદા:-

1) બ્લડ સુગર:- ડાયાબિટીસના દર્દીઓ માટે ઉનાળાની ઋતુમાં શુગરવાળી વસ્તુઓની જગ્યાએ નાળિયેર પાણી પીવું ફાયદાકારક છે. નાળિયેર પાણી પીવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત કરીને ડાયાબિટીસમાં રાહત મેળવી શકાય છે. જોકે નાળિયેર પાણીમાં કુદરતી સુગર હોય છે. એવામાં વધુ પડતું નાળિયેરનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનદાયક પણ થઈ શકે છે.

2) કિડની સ્ટોન:- નાળિયેર પાણીનું નિયમિત સેવન કરવાથી તમારી કિડનીના સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળે છે. એક અભ્યાસ પ્રમાણે જે લોકોને કિડની સ્ટોન નથી તેમને નાળિયેર પાણી પીવડાવવામાં આવ્યું તો તેમને પેશાબ દરમિયાન વધુ સાઇટ્રેટ, પોટેશિયમ અને ક્લોરાઇડ નીકળતું હતું .આ વાત સૂચવે છે કે નાળિયેર પાણી પથરીને બહાર કાઢવામાં અથવા તેને બનતા અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે.

3) હૃદય સ્વાસ્થ્ય:- નાળિયેર પાણી હૃદયના સ્વાસ્થ્યને પણ પ્રોત્સાહન આપે છે. તેમાં હાજર પોટેશિયમ બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે. જુના અભ્યાસમાં જાણવા મળ્યું કે નાળિયેર પાણી હૃદય સંબંધી બીમારીઓ થવાના જોખમને પણ દૂર કરે છે.4) ત્વચાનું સ્વાસ્થ્ય:- નાળિયેર પાણી સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે આ શરીરને ડીટોક્ષ કરવામાં મદદ કરીને સાથે જ ત્વચામાં નિખાર લાવવામાં પણ મદદરૂપ થાય છે. નાળિયેર પાણી પીવાથી કે ત્વચા પર લગાવવાથી આ મોસ્ચ્યુરાઈઝર જેવી અસર કરે છે. નિયમિત નાળિયેર પાણી પીવાથી ત્વચાને ખૂબ જ ફાયદો થાય છે.

5) તણાવ મુક્ત રેડિકલ:- નાળિયેર પાણીમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો ઉપલબ્ધ હોય છે તેમાં ન્યુટ્રીયંટ્સ સાથે એન્ટિઓક્સિડન્ટ ગુણધર્મો પણ હાજર હોય છે જે ઓક્સિડેટીવ તણાવ અને ફ્રી રેડીકલ્સને દૂર કરવામાં મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment