આ લાલ દાણા ખાવાથી કિડનીની પથરી, હૃદય રોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગો રહેશે દુર, જાણો ખાવાના ફાયદા શરીર રહેશે હંમેશા નફામાં…

મિત્રો તમે જોયું હશે કે લોકો સવારમાં પોતાના દિવસની શરૂઆત ફળ ખાઈને કે તેનું જ્યુસ લઈને કરે છે. જોકે ફળના જ્યુસની તુલનામાં આખા ફળ નું સેવન સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ વધારે ફાયદાકારક છે. કારણ કે તેના પલ્પમાં ડાયટરી ફાઇબર અને અનેક જરૂરી પોષક તત્વો હાજર હોય છે, જે પાચન ક્રિયાને તંદુરસ્ત રાખવા અને સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોય છે.

કેટલાક લોકો સવારમાં ખાલી પેટે કેળા તો કેટલાક સફરજન ખાવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો જો તમે સવારમાં ખાલી પેટે માત્ર એક દાડમનું સેવન કરો છો તો તેનાથી સ્વાસ્થ્યને અદભુત ફાયદા મળી શકે છે? જી હા તમે બિલકુલ સાચું વાંચ્યું. જો કે કેટલાક લોકો માટે આ નુકસાનકારક પણ હોઈ શકે છે. ન્યુટ્રિશિયનિષ્ટ પ્રમાણે દાડમમાં વિટામીન બી, સી, કે અને પોટેશિયમ જેવા જરૂરી પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે, તેમજ તેમાં ઔષધીય ગુણો પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે જે તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક બનાવે છે. તો આવો જાણીએ દાડમ ખાવાના ફાયદા અને નુકસાન વિશે વિસ્તારપૂર્વક.

ખાલી પેટે દાડમ ખાવાના ફાયદા:- 

1) એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર:- દાડમમાં પોલીફેનોલ્સ નામનું ફાઈટોકેમિકલ્સ ઉપલબ્ધ હોય છે જે એક શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ છે. દાડમના આ ગુણ શરીરની કોશિકાઓને ફ્રી રેડીકલ્સના નુકસાન થી બચાવીને ઓક્સિડેટીવ સ્ટ્રેસને ઓછો કરવા અને ઇમ્યુનિટી બુસ્ટ કરવા  મુખ્ય ભૂમિકા ભજવે છે.

2) કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ જાળવી રાખે:- ધમનીઓમાં અવરોધ અથવા એથેરોસ્ક્લેરોસિસની સમસ્યાને સુધારવામાં દાડમ ખૂબ જ ફાયદાકારક છે.  તે પરત ના નિર્માણને રોકવા અને ઘટાડવામાં મદદ કરે છે. આ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે. જેથી હૃદય સ્વાસ્થ્ય માટે આ એક શ્રેષ્ઠ ફળ બને છે. 

3) કુદરતી એન્ટિબાયોટિક:- દાડમમાં એન્ટી માઇક્રોબિયલ ગુણ તેને એક અસરકારક એન્ટિબાયોટિક બનાવે છે, જેથી આ સંક્રમણ અને હાનિકારક બેક્ટેરિયાથી લડવામાં ખૂબ જ અસરકારક છે. આ ઇમ્યુનિટી ને મજબૂત બનાવવા અને જલ્દી રિકવરીમાં પણ મદદ કરે છે.4) સોજા સંબંધિત સ્થિતિમાં સુધારો કરે:- દાડમ શરીરના સોજા અને અનેક ક્રોનિક સ્વાસ્થ્ય સ્થિતિઓ જેમકે હૃદય રોગ, ટાઈપ 2 ડાયાબિટીસ, કેન્સર અને અલ્ઝાઈમર જેવા રોગોથી લડવામાં અત્યંત અસરકારક છે. એવું એટલા માટે કારણ કે દાડમ ક્રોનિક ઈમ્ફ્લેમેશન ને રોકવામાં મદદ કરે છે. કારણ કે તેમાં એન્ટી ઇમ્ફ્લેમેટરી અને એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે.

5) કિડની સ્વસ્થ રાખે:- દાડમમાં હાજર એન્ટી ઓક્સિડેન્ટ ગુણ કિડની ની પથરી ની રચના ને ઘટાડવામાં મદદ કરે છે અને કિડની સ્વસ્થ રાખવાની સાથે જ કિડનીના કાર્યમાં પણ સુધારો કરવામાં મદદરૂપ થાય છે.

ખાલી પેટે દાડમ ખાવાના નુકસાન:- 

1) ગેસ્ટ્રીક સમસ્યા થઈ શકે:- જે લોકોના આંતરડા અત્યંત સંવેદનશીલ હોય છે તેમને કેટલીક વાર ખાલી પેટે દાડમનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.2) ગ્લાઇસેમિક ઇન્ડેક્સ હાઈ થાય:- ડાયાબિટીસના દર્દીઓ ખાલી પેટે આનું સેવન ડોક્ટરની સલાહ પ્રમાણે જ કરવું જોઈએ. સાથે જ તેનું યોગ્ય માત્રામાં પણ સેવન કરવું જરૂરી છે. ગ્લાયસેમિક ઇન્ડેક્સ માં હાઈ થવાના કારણે આ જલ્દી ગ્લુકોઝમાં પરિવર્તિત થઈ જાય છે અને બ્લડ સુગરમાં અચાનક સ્પાઇકનું કારણ બની શકે છે.

3) એલર્જી ની પ્રતિક્રિયા થઈ શકે:- જે લોકોને દાડમથી એલર્જી હોય અને જો તેનું સેવન કરે છે તો તેનાથી ખંજવાળ, સોજો, ગળામાં બળતરા અને પેટમાં દુખાવો વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેના સિવાય ત્વચામાં શિળસ અને શ્વાસ લેવામાં મુશ્કેલીની સમસ્યા પણ થઈ શકે છે.4) દવાઓ સાથે પ્રતિક્રિયા કરી શકે છે:- કેટલીક દવાઓ સાથે જો તમે દાડમનું સેવન કરો છો તો તેનાથી શરીર પર ઘણી આડઅસર જોવા મળે છે. ખાસ કરીને, એન્ટિહાઇપરટેન્સિવ દવાઓ લેતી વ્યક્તિ અનિયંત્રિત બ્લડ પ્રેશર જેવી આડઅસરો અનુભવી શકે છે.

તેમાં કોઈ સંદેહ નથી કે સવારમાં ખાલી પેટે દાડમનું સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયક સાબિત થાય છે પરંતુ તેના નુકસાન થી બચવા માટે બહેતર છે કે તમે ડોક્ટરની સલાહ પ્રમાણે જ આનુ સેવન કરો. વિશેષ રૂપે જ્યારે તમે આવી સ્થિતિમાં થી પસાર થઈ રહ્યા હોય.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment