લસણ 1 કળી સાથે આ રસના સેવનથી ધમનીઓની તમામ ગંદકી નીકળી જશે બહાર, ખરાબ કોલેસ્ટ્રોલ સાફ કરી ગુડ કોલેસ્ટ્રોલમાં કરશે વધારો….

એક વ્યક્તિને સંપૂર્ણ સ્વસ્થ રહેવા માટે પોતાના ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. જો કે શરીરમાં અનેક બીમારીઓ રહેલી હોય છે. પણ જયારે તે દેખાઈ છે ત્યારે વ્યક્તિ હેરાનપરેશાન થઈ જાય છે. આવી જ એક બીમારી છે જેમાં ધમનીઓમાં ગંદકી જામી જવાથી તમને અનેક રોગોનો સામનો કરવો પડી શકે છે. આથી જો તમે પણ આ બીમારીથી પીડિત હો તો તમારે ધમનીઓને ક્લીન કરવા માટે એક ખાસ પ્રકારના જ્યુસનું સેવન કરવું જોઈએ. જે તમારા શરીરમાં જામેલ ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઝડપથી બહાર કાઢે છે. 

કોલેસ્ટ્રોલ એક પ્રકારનું ફૈટ છે. કોલેસ્ટ્રોલના કારણે શરીરમાં ઘણા હાર્મોન અને સેલ મેંબ્રેન બને છે. જો કોલેસ્ટ્રોલ શરીરમાં ન રહે તો આપણે વધારે દિવસ સુધી જીવીત રહી શકતા નથી. પરંતુ કોલેસ્ટ્રોલનું એક રૂપ એલડીએલ આપણા માટે ખુબ જ ખરાબ છે. તે લોહીની ધમનીઓમાં જમા થવા લાગે છે. જેના કારણે હાર્ટએટેક સહિત હાર્ટની ઘણી બીમારીઓ થવા લાગે છે.

ચિંતાની વાત એ છે કે, જ્યારે ધમનીઓમાં બેડ કોલેસ્ટ્રોલ પોતાનું ઘર બનાવવા લાગે છે ત્યારે કોઈને ખબર પડતી નથી. ઘણી વખત તો હાર્ટએટેક આવ્યા પછી પણ લક્ષણ દેખાતા નથી. આ જ કારણ છે કે કોલેસ્ટ્રોલ આપણાં માટે આટલું ખતરનાક હોય શકે છે. એલડીએલ એટલે કે બેડ કોલેસ્ટ્રોલ જો વધી જાય તો, તે આપણાં માટે દુશ્મન બની જાય છે. કેમ કે, કોલેસ્ટ્રોલનું વધવું લાઈફસ્ટાઇલ સંબંધિત બીમારી છે માટે જ, જો આપણે આપણી ખાણીપીણીમાં લસણનું સેવન વધારીએ તો, આ બીમારીથી દૂર રહી શકાય છે. 

બેડ કોલેસ્ટ્રોલનો હુમલો એકદમ ચૂપચાપ થાય છે. જો કે, શરીરમાં અમુક એવા સંકેતો દેખાય છે જેના આધારે તમે એ અનુમાન લગાડી શકો છો. પરંતુ સરળતાથી તેને જાણી શકાતું નથી. પરંતુ આપણે એટલું જાણીએ છીએ કે, આપણી ખરાબ લાઈફસ્ટાઈલના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ વધી જાય છે. જે ધમનીઓને જામ કરવા લાગે છે. તેનાથી હાર્ટને લોહી સરખી રીતે મળી શકતું નથી. માટે જો આપણે લાઈફસ્ટાઈલને સરખી કરી લઈએ તો, કોલેસ્ટ્રોલના જોખમથી મુક્ત રહી શકીએ છીએ. એક રિસર્ચ મુજબ, લસણ કોલેસ્ટ્રોલની નીચું લાવવામાં ખુબ જ ફાયદાકારક છે.

એલડીએલને ઓછું કરે છે લસણ : જાણવા મળતી ખબર મુજબ, ઘણા અધ્યયનોમાં એ સાબિત થઈ ગયું છે કે, લસણ બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરી દે છે. અમેરિકન નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન મુજબ, લસણનું સેવન બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરી શકે છે. રિપોર્ટ મુજબ કાચા લસણમાં એલિન જોવા મળે છે. તે એક પ્રકારે સલ્ફર કમ્પાઉન્ડ છે જેના કારણે લસણમાં સ્મેલ હોય છે. સ્ટડી મુજબ એલિન ઘણી બીમારીઓમાં ફાયદાકારક હોય છે. એલિન એલડીએલ એટલે કે, બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. તે સિવાય તે ઇમ્યુનિટી બુસ્ટ કરે છે અને બ્લડ પ્રેશરને પણ લો રાખે છે. ખબરમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, કાળું લસણ કોલેસ્ટ્રોલને ખતમ કરવામાં વધારે અસરકારક છે. 

લસણ સાથે લીંબુનો રસ ખુબ જ ફાયદાકારક : અહીં જાણવા મળતી માહિતી અનુસાર પબ મેડ સેન્ટ્રલ જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચ પેપરના હવાલા પરથી દાવો કરવામાં આવ્યો છે કે, લીંબુના રસમાં એક કે અડધી કળી લસણ મિક્સ કરવાથી તેની ક્ષમતા ઘણી વધી જાય છે. આ જ્યુસ અને લસણ બેડ કોલેસ્ટ્રોલને ખુબ જલ્દી નીચે લાવે છે. એટલું જ નહીં, જો તેને સવારે ખાલી પેટ પીવામાં આવે તો, બેડ કોલેસ્ટ્રોલની સાથે સાથે બ્લડ પ્રેશર પણ ઘટે છે. લસણ અને લીંબુમાં રહેલ તત્વો હાઇ બીપીને કંટ્રોલ કરતાં મસલ્સને મજબૂત બનાવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment