બદલતી મૌસમમાં ખાવું જોઈએ આ શક્તિશાળી ફળ, કોલેસ્ટ્રોલ, બીપી, ગેસ અને કબજિયાત જેવા રોગો રહેશે દુર… એકવાર જાણો વારંવાર આવશે કામ…

મિત્રો ફળ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. તેમાં હાજર પોષક તત્વો શરીરને અનેક બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. અને શરીરને સારી રીતે કાર્ય કરવા માટે સ્વસ્થ બનાવી રાખે છે. આ સમયે ઋતુ બદલાઈ રહી છે અને આવી ઋતુમાં ઇમ્યુનિટી મજબૂત કરવાવાળા ફળોનું સેવન સૌથી વધારે લાભદાયક માનવામાં આવે છે. તેમાંથી એક ફળ કીવી છે. કીવી વિટામિન સી અને ફાઇબર થી ભરપૂર હોય છે અને શરીરને અનેક લાભ પ્રદાન કરે છે. કીવી ફ્રુટ હૃદયના સ્વાસ્થ્ય, પાચન સાસ્થ્ય અને ઇમ્યુનિટી સિસ્ટમ માટે વરદાન સાબિત થઈ શકે છે. કીવી ફળ વિટામીન અને એન્ટિઓક્સિડન્ટથી સમૃદ્ધ હોય છે.

વેબ એમડી ના એક રિપોર્ટ પ્રમાણે કીવી માં હાજર વિટામીન, ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ શરીરને અનેક લાભ પ્રદાન કરે છે કીવી માં ઉપલબ્ધ દ્રવ્યશીલ ફાઇબર નિયમિત અને સ્વસ્થ પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. કીવી ફ્રુટમાં ઉપલબ્ધ એન્ટિઓક્સિડન્ટ, વિટામિન અને કેરોટીનોઈડનું પ્રમાણ આંખના રોગોને રોકવા અને આંખના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. કીવી એક સ્વાદિષ્ટ ફળ છે, પરંતુ બીજા અન્ય ફળો ની જેમ તેમાં પણ કુદરતી સુગરનું પ્રમાણ વધારે હોય છે. આ કારણે કીવી ફ્રુટ નું સેવન એક દિવસમાં 140 ગ્રામ કે તેનાથી ઓછું જ કરવું જોઈએ.

કીવી ફળ ખાવાના ત્રણ મોટા ફાયદા:-

1) કીવી ફળમાં હાઈ બ્લડ પ્રેશર ઘટાડવાના  ગુણ હોય છે. આ બ્લડ પ્રેશરને જાળવી રાખે છે અને વિટામીન સી ને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. તેનાથી સ્ટ્રોક અને હૃદયના રોગોનું જોખમ ઓછું કરી શકાય છે. કીવીમાં ઉચ્ચ પ્રમાણમાં ડાયટરી ફાઇબર પણ ઉપલબ્ધ હોય છે. આ ફાઇબર એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ નો ઘટાડો કરીને હૃદયને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે.

2) કીવી ફળ માં ઉચ્ચ પ્રમાણમાં ફાઇબર ઉપલબ્ધ હોય છે, આ ફાઇબર કબજિયાત અને અન્ય ગેસ્ટ્રોઇન્ડેસ્ટાઈનલ સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. જો તમે ગેસ કે કબજિયાતની સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યા હોય તો કીવી ફળને ડાયટમાં અવશ્ય સામેલ કરી શકો છો. એવું માનવામાં આવે છે કે કીવી ફળનું સેવન અસ્થમા ની બીમારી થી લડતા લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક  સાબિત થાય છે.3) કીવી ફળમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન સી ઉપલબ્ધ હોય છે, જે શરીરની ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે. તેને ખાવાથી કમજોર ઇમ્યુનિટી વાળા લોકોને ઇમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ થઈ શકે છે. આ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. એન્ટિઓક્સિડન્ટ શરીરની અંદરથી ફ્રી રેડીકલ્સ ને નષ્ટ કરીને અને ઓક્સિડેટીવ સ્ટ્રેસને ઘટાડવામાં મદદ કરે છે. આ શરીરને ઈમ્પ્લેમેશન એટલે કે બળતરા અને તેનાથી થતી બીમારીઓથી બચાવી શકે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment