ખાવા લાગો આ સસ્તી વસ્તુ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓ આજીવન નહિ થાય… જીવો ત્યાં સુધી દવાઓથી રહેશો દુર…

આજના ખાન પાન અને જીવનશૈલીના કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. આપણી ભાગદોડ ભરેલી જિંદગીને કારણે આપણા સ્વાસ્થ્યની જાળવણી થઈ શકતી નથી. પરંતુ આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન તો અચૂક પણે રાખવું જ પડે. આવી સ્થિતિમાં પ્લાન્ટ બેઝ્ડ ડાયટ એટલે કે છોડ પર આધારિત ખાદ્ય પદાર્થોમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન, એન્ટિઓક્સિડન્ટ પ્રાપ્ત થાય છે જેનાથી સરવાળે સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે. એક અભ્યાસ પ્રમાણે પ્લાન્ટ બેઝ્ડ ડાયટના કયા ફાયદા છે તે આપણે આ લેખમાં જાણીશું.

છોડ આધારિત ખાદ્ય પદાર્થથી હંમેશાથી શરીર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. છોડ આધારિત ખાદ્ય પદાર્થોમાં ફળ, શાકભાજી, કઠોળ, બીન્સ અને આખા અનાજ માં વિટામીન, ખનીજ, એન્ટી ઓક્સિડેન્ટ, ફાઈટોનોટ્રીયંટ્સ અને ફાઇબર વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અને તે સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.ડાયટિશિયન પ્રમાણે અનેક અભ્યાસો એ દાવો કર્યો છે કે છોડ આધારિત ખાદ્ય પદાર્થોનું વધુ સેવન જૂની બીમારીઓના જોખમને ઘટાડી શકે છે. સાથે જ ટાઈપ 2 ડાયાબિટીસ, લીવર સંબંધિત બીમારીઓ, કાર્ડીઓવેસ્ક્યુલર રોગ, પાચન સંબંધિત સમસ્યાઓ, આંખોની બીમારીઓ અને ત્યાં સુધી કે ડિપ્રેશન અને એગ્ઝાઇટી થી બચવામાં પણ મદદ કરે છે.

તાજેતરમાં જ પાંચ નવા અભ્યાસથી જાણવા મળે છે કે છોડ આધારિત ડાયટ લેવાથી ડાયાબિટીસ અને હૃદય રોગના જોખમો ને ઘટાડી શકાય છે. તો આવો જાણીએ આ પ્રકારના ડાયટ લેવાથી કયા ફાયદા થાય છે અને કઈ બીમારીઓથી બચી શકાય છે.1) એવોકાડો કોલેસ્ટ્રોલ ને ઘટાડી શકે છે:- એવોકાડો માં કેલેરી ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે કારણ કે આમાં હેલ્ધી ફેટ વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. જે લોકો પોતાનું વજન ઘટાડવા ઈચ્છતા હોય તેઓએ આનુ સેવન કરવાથી બચવું જોઈએ,પરંતુ એક અભ્યાસ પ્રમાણે દિવસમાં એક એવોકાડો ખાવાથી વજન વધતું નથી પરંતુ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે. સંશોધનકાર પ્રમાણે એવોકાડો ખાવાથી પેટની ચરબી નું વજન વધવાની સંભાવના નથી હોતી તેથી કહી શકાય કે એવોકાડો ને સંતુલિત આહાર નો ભાગ બનાવી શકાય છે.

2) ફળ ખાવાથી સારું રહે છે મગજનું સ્વાસ્થ્ય:- જ્યારે હેલ્ધી નાસ્તાની વાત કરવામાં આવે તો દરેક વ્યક્તિ ફળ ખાવાનું પસંદ કરે છે. એક અભ્યાસ પ્રમાણે મગજના સ્વાસ્થ્યની સમસ્યા વાળા લોકોએ ફળ, શાકભાજી ખાવાથી ખૂબ જ ફાયદો મળે છે. અભ્યાસ પ્રમાણે જે લોકો નાસ્તામાં નમકીન સ્નેક્સનું સેવન કરે છે તેમની મગજની સ્થિતિ કમજોર બને છે, ત્યાં જ જે લોકો ફળ અને શાકભાજીનું સેવન કરે છે તેમની સ્થિતિ ખૂબ જ સારી રહે છે.સાથે જ એવા લોકોમાં એગ્ઝાઇટી, ડિપ્રેશન, ના લક્ષણો પણ ઓછા જોવા મળે  છે. રિસર્ચ પ્રમાણે ફળ અને શાકભાજી એન્ટિઓક્સિડેન્ટ, ફાઇબર અને આવશ્યક પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે મગજના કાર્યોને વધારો કરે છે. ફળને કાચા ખાઈ શકાય છે તેથી તેના ફાયદા વધુ મળે છે. 

3) કઠોળ થી પૂરી થાય છે પ્રોટીનની કમી:- સમય સાથે સાથે કમજોરી આવવી સામાન્ય વાત છે. આ કારણે સ્નાયુઓનું નુકશાન, નબળાઇ, થાક, અજાણતા વજનમાં ઘટાડો વગેરેનો સમાવેશ થાય છે. એક અભ્યાસ પ્રમાણે છોડ આધારિત પ્રોટીન વધુ ખાવાથી પ્રોટીનની કમી પૂરી થાય છે અને કમજોરી પણ નથી આવતી.આ શોધમાં 60 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના 85 હજારથી વધુ મહિલાઓના ડેટા જોવામાં આવ્યા હતા. તેમાં જાણવા મળ્યું કે એનિમલ પ્રોટીનને પ્લાન્ટ પ્રોટીન માં બદલવાથી શારીરિક કમજોરી દૂર કરી શકાય છે. તેના માટે બ્રેડ, અનાજ, પાસ્તા, બદામ, બિન્સ અને કઠોળનું સેવન કરી શકાય છે.

4) શાકભાજી ડાયાબિટીસના જોખમને દૂર કરે:- અભ્યાસ પ્રમાણે જે લોકો છોડ આધારિત વસ્તુઓ જેવી કે ફળ, શાકભાજી, સૂકા મેવા, કઠોળ, આખું અનાજ અને ચા કોફીનું વધુ સેવન કરે છે તે લોકોમાં ટાઈપ બે ડાયાબિટીસના જોખમને તે લોકોની અપેક્ષાએ ખૂબ જ ઓછું હોય છે જે પ્રોસેસ્ડ ફૂડ અને માસ, માછલીનું સેવન કરે છે.5) તરબૂચથી હૃદયના રોગ અને મેટાબોલીક સ્વાસ્થ્યને વધારો મળે છે:- તરબૂચ મા ઘણા બધા મહત્વપૂર્ણ પોષક તત્વો ઉપલબ્ધ હોય છે જે શરીર માટે ખૂબ જ સારા હોય છે. એક શોધમાં સંશોધનકર્તાઓ એ નિષ્કર્ષ કર્યો છે કે સાઇટ્રલાઈન અને આર્જિનિન હૃદયના સ્વાસ્થ્ય અને મેટાબોલિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

તરબૂચ માંથી પ્રાપ્ત થતાં આ એમિનો એસિડ નાઈટ્રિક ઓક્સાઇડ બનાવવામાં મદદ કરે છે, જે એક કુદરતી યૌગિક છે અને બ્લડ વેસિલ્સને રિલેક્સ રાખવામાં મદદ કરે છે. વળી આમાં લાયકોપીન, પોલીફેનોલ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા એન્ટિઓક્સિડન્ટ અને મિનરલ પણ પ્રાપ્ત થાય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારા હોય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment