અપનાવો આ 1 ઘરેલું ઉપચાર છાતીમાં ભરાય ગયેલા ગેસનો સફાયો કરી શરીરને કરી દેશે એકદમ રીલેક્સ. પેટ અને છાતીની તમામ સમસ્યા મળશે છુટકારો.

આજની ખાણીપીણી અને લાઈફ સ્ટાઈલના કારણે આપણે અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલા રહીએ છીએ. આવી સમસ્યાઓમાં એક ગેસની સમસ્યા છે. આ ગેસ શરીરના વિવિધ અંગોમાં અસર કરે છે. આમાંથી એક છાતીમાં ગેસ ભરાવાની સમસ્યા વધુ કષ્ટદાયક હોય છે. તેના કારણે દુખાવો અને બળતરા થાય છે. તો છાતીમાં ગેસની સમસ્યાને દૂર કરવા માટે તમે કેટલાક ઉપાય અજમાવી શકો છો.

ગેસ, અપચો અને કબજિયાતની સમસ્યા આજકાલ અત્યંત સામાન્ય બની ગઈ છે. મોટાભાગના લોકો ગેસની સમસ્યાથી પરેશાન રહે છે. ગેસ થવાથી પેટમાં દુખાવો, પેટમાં બળતરા અને પેટમાં કળતર વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ કેટલીક વાર ગેસ માથા પર કે છાતી સુધી પહોંચી જાય છે અને ફસાઈ જાય છે. એવામાં તમને છાતી કે માથામાં પણ દુખાવાનો અહેસાસ થાય છે તો આ લેખ દ્વારા આપણે  છાતીમાં થતા ગેસ ને કાઢવા માટે કેટલાક ઉપાયો જાણીશું.1) અજમો:- અજમો પાચન માટે એક શ્રેષ્ઠ ઘરેલુ ઉપચાર છે.જો તમને છાતીમાં ગેસના કારણે બળતરા કે દુખાવો થઈ રહ્યો હોય તો આવી સ્થિતિમાં તમે અજમાનું સેવન કરી શકો છો. અજમાનું ચૂરણ, ચા કે ઉકાળો ગેસને કાઢવામાં અસરકારક સાબિત થાય છે.

2) વરીયાળી:- અજમાની જેમ વરીયાળી પણ પાચનને શ્રેષ્ઠ બનાવી રાખવામાં મદદ કરે છે. જો તમને છાતીમાં બળતરા કે દુખાવો થઈ રહ્યો હોય કે ગેસ પણ નીકળતો હોય તો તમે વરિયાળીનું સેવન કરી શકો છો. વરીયાળી ખાવાથી છાતી અને પેટનો ગેસ સરળતાથી નીકળી જાય છે. તમે વરીયાળી નું પાણી, ચા કે ઉકાળો બનાવીને પી શકો છો. તેની સાથે જ વરીયાળીને ચાવીને પણ ખાઈ શકો છો.3) આદુ:- છાતીમાં ફસાયેલા ગેસને કાઢવા માટે આદુનું સેવન પણ કરી શકાય છે. આદુ છાતીના ગેસને કાઢવામાં અસરકારક સાબિત થાય છે. વળી આદુથી પાચન માં સુધારો થાય છે. તમે આદુનું સેવન ચા, ઉકાળો વગેરેના રૂપમાં કરી શકો છો. તમે ઈચ્છો તો આદુને શાક કે દાળમાં મેળવીને પણ ખાઈ શકો છો.

4) લીંબુ પાણી:- લીંબુ પાણી ડાયજેશન માટે પણ ખૂબ જ સારું છે. જો તમારી છાતીમાં ગેસ ફસાઈ ગયો હોય તો લીંબુ પાણીનું સેવન કરી શકો છો. તેના માટે તમે એક ગ્લાસ નવશેકા ગરમ પાણીમાં  એક લીંબુ નીચવી લો અને તેમાં સંચળ નાખીને પી લો. ગરમ પાણીમાં લીંબુ પીવાથી ગેસથી છુટકારો મળશે. સાથે જો છાતીમાં બળતરા થતી હશે તો તે પણ શાંત થઈ જશે.

5) ઈલાયચી:- મોટાભાગના લોકો પોતાના ખાવામાં ઈલાયચીનો ઉપયોગ જરૂરથી કરે છે. જો તમને છાતી કે પેટમાં ગેસ થતો હોય તો અને તેના કારણે તમને દુખાવો અને બળતરા નો અહેસાસ થતો હોય તો તમે ઈલાયચીનું સેવન કરી શકો છો. તેના માટે તમે ઈલાયચીને પાણીમાં પીય શકો છો. તમે એક ગ્લાસ પાણીમાં ઈલાયચી ઉકાળી લો અને આ પાણીને ગાળીને પી લો. તેનાથી તમારી છાતી અને પેટમાં હાજર ગેસ સરળતાથી નીકળી જશે અને તમને ખૂબ જ રાહત મળશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment