અપનાવો આ દેશી ઉપાય… કમરના દુખાવાથી મળશે કાયમી છુટકારો…જાણીલો ઉપાયની રીત…

મિત્રો કામનું વધુ પ્રેશર હોય, વધતી ઉંમર હોય કે અન્ય કોઈપણ કારણસર આવી સ્થિતિમાં શરીરના અનેક ભાગમાં દુખાવો થતો હોય છે. તેવો જ એક કમરનો દુખાવો છે જે મહિલા હોય કે પુરુષ હોય બંનેમાં સામાન્ય સમસ્યા બની ગઈ છે. હવે આ બીમારી યુવાનોને પણ પોતાની ઝપટમાં લઈ રહી છે. કમરના દુખાવાના અનેક કારણો માનવામાં આવે છે, પરંતુ તેના મૂળ કારણોમાં લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસીને કામ કરવું કે શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ની કમી હોય છે. એક રિપોર્ટ પ્રમાણે 30 વર્ષ પછી મોટાભાગના લોકોને કમરના દુખાવાની ફરિયાદ રહે છે. તેમજ મહિલાઓને આ સમસ્યા ગર્ભમાં સોજો અને માસિક ધર્મના કારણે થાય છે.

એક રિસર્ચ પ્રમાણે તેનું મુખ્ય કારણ શરીરમાં થતી પોષક તત્વોની કમી છે. તેના સિવાય કલાકો સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવું, એકદમ વજનદાર સામાન ઉઠાવીને શરીર પર દબાણ નાખવું, કઈક વાગવાના કારણે કે પછી ઉંમર વધવાની સાથે કમરનો દુખાવો પરેશાન કરી શકે છે.ડોક્ટર સલાહ આપે છે કે જો તમને કમરનો દુખાવો હોય તો સૌથી પહેલા તમારી સ્થિતિમાં બદલાવ કરો. લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં ન બેસો. અને કામ દરમિયાન ચેર યોગ જરૂર કરો. તેથી તેનાથી શરીરમાં ખેંચાણ પેદા થશે અને સાથે જ રક્ત સંચાર આખા શરીરમાં થશે. તેના સિવાય કમરના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે અહીંયા અમે કેટલાક ઘરેલુ દેશી નુસખા જણાવીએ છીએ જેની મદદથી તમે સરળતાથી રાહત મેળવી શકશો.

1) ગ્રીન ટી:- ગ્રીન ટી થી અનેક પ્રકારના હેલ્થ બેનિફિટ્સ મળે છે. આ ઉપાય વરદાનથી સહેજ પણ ઓછો નથી. તેના સેવનથી સ્થૂળતા, ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓમાં ફાયદો થાય છે. તેના સિવાય આ કમરના દુખાવામાંથી પણ રાહત પ્રદાન કરે છે. જો તમે દરરોજ ગ્રીન ટીનું સેવન કરી રહ્યા હોય તો તમને કમરના દુખાવાની સમસ્યાથી રાહત મળશે.2) સિંધવ મીઠું:- સિંધવ મીઠું પણ કમરના દુખાવાની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. જો તમે કમરના દુખાવાથી પરેશાન હોવ તો એક ડોલ પાણીમાં એક ચમચી સિંધવ મીઠું મેળવીને તેનાથી સ્નાન કરો. આ ઉપાય ને કરવાથી થોડાક જ દિવસોમાં તમને કમરના દુખાવામાં આરામનો અહેસાસ થશે. સિંધવ મીઠામાં મેગ્નેશિયમ સલ્ફેટ ઉપલબ્ધ હોય છે જે કમરના દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે.

3) દાડમ:- જો તમે કમરના દુખાવાથી પરેશાન હોય તો દાડમનું દરરોજ સેવન કરો. દાડમ શરીરમાં આયર્નની કમીને દૂર કરે છે. સાથે જ દાડમમાં એનાલ્જેજેસિક તત્વ પણ ઉપલબ્ધ હોય છે જે કમરના દુખાવાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. તમે દાડમને ચાવીને કે તેનો રસ કાઢીને પણ તેનું સેવન કરી શકો છો.

4) મેથી:- કમરના દુખાવામાં માલીશ ખૂબ જ ફાયદાકારક છે, જો આ માલિશ મેથીના તેલથી કરવામાં આવે તો ખૂબ જ ઝડપથી રાહત થાય છે. મેથીના દાણાને સરસવના તેલમાં નાખીને પહેલા તેને સરસ રીતે શેકી લો. જ્યારે આ મેથી પોતાની અસર છોડી દે એટલે તેને બોટલમાં ગાળીને ભરી લો. આ તેલથી દરરોજ કમરની માલિશ કરો. કમરના દુખાવામાં ઘણો જ આરામ મળશે.

5) અજમો:- કમરના દુખાવાથી રાહત મેળવવા માટે અજમો એક ખુબ જ સારો ઘરેલુ ઉપાય છે. તમે થોડા અજમાને તવા પર થોડો ગરમ કરી લો અને તેને ચાવીને ખાઓ. તેનાથી તમને દુખાવાથી તુરંત જ રાહત મળશે. રાત્રે અજમો ખાવાથી  જકડન થી આરામ મળે છે.

6) તલ:- તલના તેલને ખૂબ જ ગરમ માનવામાં આવે છે. NCBI ના રિપોર્ટ પ્રમાણે જો તમે કમરના દુખાવાથી પરેશાન હોવ તો તેનાથી શરીરની માલિશ કરી શકો છો. તેનાથી કમરની જકડન અને સાંધાના સોજામાં રાહત મળે છે. આ માસ પેશીઓ અને સોજામાં ખેંચાણને દૂર કરવાનું કામ કરે છે. જેનાથી દુખાવામાં રાહતનો અહેસાસ થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment